રમતગમત

No

Block: Site: Subtree Block

    ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં ભ

    કોરોના મહામારીમાં ઓનલાઈન યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારે નાટકીય અને વિવાદાસ્પદ ઘટના ક્રમ બાદ ભારત અને રશિયાને સંયુક્તપણે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

    અમેરિકાનો પેસ બોલર અલી ખાન પ્ર...

    સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકની કેપ્ટનશિપ હેઠળ કોલકાતા નાઇટ રાઇડર્સ યુએઇમાં વધુ એક વખત ટાઇટલ જીતવા માટે સજ્જ થઇ ચૂકી છે. આઇપીએલની ૧૩મી સિઝન પહેલાં કોલકાતા ફ્રેન્ચાઇઝીએ અમેરિકાના ૨૯ વર્ષીય પેસ બોલર અલી ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આમ અલી ખાન આઇપીએલમાં રમનાર પ્રથમ અમેરિકન ખેલાડી બનશે.

    આઇપીએલ-૧૩ઃ ૧૨૦ દેશોમાં લાઇવ પ

    દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલની ૧૩મી સિઝનનું લાઇવ પ્રસારણ ૧૨૦ દેશોમાં કરાશે. જોકે આ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ નથી. સ્ટાર ઇન્ડિયા પાસે આ ટૂર્નામેન્ટના પ્રસારણના અધિકાર છે. ભારતમાં હિન્દી અને ઇંગ્લિશ ઉપરાંત કેટલીક સ્થાનિક ભાષાઓમાં પણ પ્રસારણ કરાશે. જેમાં તમિલ, તેલુગુ, કન્ન્ડ, બંગલા, મલયાલમ અને મરાઠી સામેલ છે. યુકે-આયર્લેન્ડમાં સ્કાય સ્પોર્ટ્સ, અમેરિકા-કેનેડામાં વિલો ટીવી જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં ફોક્સ સ્પોર્ટ્સ પર મેચ જોઇ શકાશે. પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટનું લાઇવ પ્રસારણ નહીં થાય. તેની સાથે જ અફઘાનિસ્તાન બાંગ્લાદેશમાં સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાટોઘાટો ચાલી રહી છે.

    આઇપીએલ-૧૩ ટાઇમટેબલઃ ૮ ટીમ, ૫૩ દ

    આઇપીએલ સિઝન - ૧૩નો યુએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ટી૨૦ ક્રિકેટ ફોર્મેટના મહાકુંભ સમાન આ લિગ ટૂર્નામેન્ટમાં ૫૩ દિવસમાં આઠ ટીમો વચ્ચે કુલ ૬૦ મેચ રમાશે. જેમાંથી દુબઇમાં ૨૪, અબુધાબીમાં ૨૦ અને શાહજાહમાં ૧૨ મેચ રમાશે.

    થિયમ યુએસ ઓપન મેન્સ ચેમ્પિયનઃ...

    ઓસ્ટ્રિયાના સેકન્ડ સીડેડ ટેનિસ સ્ટાર ડોમિનિક થિયમે પાંચ સેટના મેરેથોન ફાઈનલ મુકાબલામાં જર્મનીના ઝ્વેરેવને ૨-૬, ૪-૬, ૬-૪, ૬-૩, ૭-૬ (૮-૬)થી હરાવતા યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. ૨૭ વર્ષના થિયમે શરૂઆતના બે સેટ ગુમાવ્યા બાદ જબરજસ્ત કમબેક કરતાં ટાઈટલ મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં જાપાનની નાઓમી ઓસાકાએ ટાઇટલ જીત્યું હતું. 

    ૬ બોલમાં ૬ સિક્સઃ યુવરાજની સિદ...

    નિવૃત્તિ જાહેર કર્યા પછી ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમનની ઈચ્છા જાહેર કરી ચૂકેલ યુવરાજસિંઘે ગયા શનિવારે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરે આજથી ૧૩ વર્ષ પહેલા રચેલા વિક્રમની યાદ તાજી કરી હતી. વર્ષ ૨૦૦૭માં તેણે આ જ દિવસે ટી૨૦ વર્લ્ડ કપની ઈંગ્લેન્ડ સામેની સુપર એઈટ મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરના છ બોલમાં છ સિક્સ ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. તે આવી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. યુવરાજે આવી બેટિંગ કરતાં ૧૨ ઓવરમાં જ ૫૦ રન પૂરાં કર્યા હતા. યુવરાજની આ ધમાકેદાર ઈનિંગના લીધે જ ભારતે ૨૦ ઓવરમાં ૨૧૮ રન કર્યા હતા અને ભારતે ઈંગ્લેન્ડને ૧૮ રને હરાવી શક્યું હતું.

    અમ્પાયરની ભૂલ કિંગ્સ ઇલેવન પં

    દિલ્હી કેપિટલ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આઈપીએલની બીજી મેચ રવિવારે દુબઈમાં રમાઈ હતી. આ રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલે સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું હતું. જોકે આ રોમાંચક મેચને વિવાદનું ગ્રહણ લાગ્યું છે.

    વન-ડે રેન્કિંગમાં કોહલીનો દબદ

    ભારતીય સુકાની વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે બેટ્સમેનોની યાદીમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇંગ્લેન્ડના જોન બેરિસ્ટોને તાજેતરમાં રમાયેલી ૫૦ ઓવરની મર્યાદિત ઓવર્સવાળી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે અને તે ટોપ-૧૦માં પ્રવેશ્યો છે. વિરાટ કોહલી ૮૭૧ રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ જ્યારે રોહિત શર્મા ૮૫૫ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

    ‘કિંગ્સ’ને હરાવી ‘ઇંડિયન્સ’

    કોલકતાઃ ‘ઇંડિયા કા ત્યૌહાર’ આઈપીએલ-સિઝન ૮ની ફાઇનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને ૪૧ રને હરાવીને બીજી વખત ટાઇટલ કબ્જે કર્યું છે. મુંબઈએ ૨૦૨ રન કર્યા હતા, જવાબમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપરકિંગ્સનો દાવ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૧ રનમાં સમેટાઇ ગયો હતો.