રમતગમત

No

Block: Site: Subtree Block

    મુંબઇ ઇંડિયન્સ આઇપીએલ ચેમ્પિ

    મુંબઇ ઇંડિયન્સે આજે દુબઇમાં રમાયેલી આઇપીએલ ટ્વેન્ટી૨૦ ફાઇનલ જીતવાની સાથે વિક્રમજનક પાંચમી વખત ટ્રોફી કબ્જે કરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇંડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.

    કોહલી એડિલેડ ટેસ્ટ બાદ ભારત પર...

    ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ (બીસીસીઆઇ)એ રોહિત શર્માનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. કોહલી જાન્યુઆરી મહિનામાં પિતા બનવાનો છે અને આ કારણથી તે બાકીની ત્રણ ટેસ્ટ રમશે નહીં અને તેણે આ બાબતની બોર્ડને જાણ પણ કરી દીધી છે. 

    વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ મુલત્વ

    ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવાની સાથે બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આઇસીસીની બેઠકમાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ટૂર્નામેન્ટ ૨૦૨૨ના નવેમ્બરમાં સાઉથ આફ્રિકામાં રમાવાની હતી પરંતુ હવે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં રમાશે. વર્ષ ૨૦૨૩માં વિમેન્સ ક્રિકેટની કોઇ મેજર ઇવેન્ટ યોજાવાની નહીં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આઇસીસીએ આ નિર્ણય લીધો છે.

    ઇમરાન ખાન તો ડ્રગ્સનો બંધાણી હ...

    પાકિસ્તાનના હાલના વડા પ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન ડ્રગ્સના બંધાણી હતા અને કોકેન પણ લેતા હતા તેવો આક્ષેપ પાકિસ્તાનનાં જ પૂર્વ બોલર સરફરાઝ નવાઝ દ્વારા કરવામાં આવતા ક્રિકેટ વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે.

    ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવા

    આમ તો ભારતીય ટીમ ૨૦૨૧ના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડની સામે રમવાની છે, પરંતુ તેનો કાર્યક્રમ હજી જાહેર કરાયો નથી. એવું પણ કહેવાય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદના મોટેરામાં બંધાયેલા જાયન્ટ સ્ટેડિયમમાં રમાનારી છે. જોકે હજી સુધી આ પ્રવાસની તારીખ જાહેર થઇ નથી. જ્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે એક વર્ષ અગાઉનો કાર્યક્રમ અત્યારથી જાહેર કરી દીધો છે.

    ક્રિકેટર મુનાફ પટેલ લંકા પ્રી

    વર્ષ ૨૦૧૧માં ભારતીય ક્રિકેટ ટીમ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમનો હિસ્સો રહી ચૂકેલો ઝડપી બોલર મુનાફ પટેલ હવે લંકા પ્રીમિયર લિગમાં રમવાનો છે. ૨૬મી નવેમ્બરથી શ્રીલંકામાં લંકા પ્રમિયર લીગનો પ્રારંભ થઇ રહ્યો છે.

    ટીમ ઇંડિયાની શરણાગતિઃ ઓસ્ટ્ર

    ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં યજમાન દેશે ભારતને ૫૧ રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ સ્કોર બાદ ભારત સામેની બીજી-વન ડે પણ જીતી લેતાં ૨-૦ની અજેય લીડ સાથે સિરીઝ અંકે કરી લીધી છે. સ્મિથની બીજી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૩૮૯ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નવ વિકેટે ૩૩૮ રન જ કરતાં ૫૧ રને પરાજય નોંધાયો હતો.

    સિડની ગ્રાઉન્ડમાં ચાલુ મેચે પ

    ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે દરમિયાન મેદાનમાં ઉતરેલા ક્રિકેટ સમર્થકે અદાણીના પ્રોજેક્ટનો પ્લેકાર્ડ દર્શાવી જાહેર વિરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની છઠ્ઠી ઓવર દરમિયાન આ બનાવ બન્યો હતો.

    ઓસ્ટ્રેલિયન બોર્ડને ૧૫૬૦ કરો

    કોરોનાના કારણે જંગી આર્થિક નુકસાન સહન કરી રહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમના પ્રવાસથી તગડા આર્થિક લાભની અપેક્ષા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં ચેરમેન અર્લ એડિંગ્સે કહ્યું કે, બોર્ડને અત્યાર સુધી ૮૫ મિલિયન ડોલર (રૂ. ૬૨૦ કરોડ)થી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે. જે ૨૦૨૧ના અંત સુધી લગભગ રૂ. ૮૯૦ કરોડ સુધી પહોંચવાની શંકા છે.

    એક દિવસ આપણે સ્વર્ગમાં સાથે ફૂ...

    બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેએ આર્જેન્ટિનાના જાદુઇ ખેલાડી ડિએગો મારાડોનાનાં નિધન અંગે ભાવસભર શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું હતું કે ‘એક દિવસ અમે બંને સાથે સ્વર્ગમાં ફૂટબોલ રમીશું’. પેલેનું મારાડોના સાથે જ ફૂટબોલના બાદશાહ તરીકે સન્માન કરવામાં આવે છે. મારાડોનાનું ૨૫ નવેમ્બરે હાર્ટ એટેકનાં કારણે નિધન થયું હતું.