આઇપીએલ ૨૦૨૧ એટલે ૧૪મી સિઝન માટે ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે. ૫૭ ખેલાડીઓને ખરીદવા માટે લગભગ ૧૪૫ કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા છે. સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે વિક્રમજનક ૧૬.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આઇપીએલ ટી૨૦ લીગની ૧૪મી સિઝન માટે ૧૮ ફેબ્રુઆરીએ મિનિ હરાજી યોજાઇ હતી જેમાં કેટલાક ખેલાડીઓને ધાર્યા કરતાં અનેક ગણા રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા.
રમતગમત
Block: Site: Subtree Block
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં સમેટાઇ ગઇ અને ભારતે તેમાં વિજય મેળવ્યો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં જોઈએ તો અમદાવાદની ટેસ્ટ સાથે બે દિવસમાં પૂરી થઈ ગઈ હોય તેવી કુલ ૨૨ ટેસ્ટ રમાઈ છે. તેમાં ભારત બે વખત હિસ્સેદાર રહ્યુ છે અને બંને વખત જીત્યું છે.
ભારતની સુપ્રસિદ્ધ રેસલર વિનેશ ફોગાટે એક વર્ષ બાદ કુસ્તીના મેદાનમાં પ્રવેશ કરીને રવિવારે સીધો ગોલ્ડ મેડલ જીત્યો છે અને તે પણ બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલી અને બે વાર યુરોપિયન ચેમ્પિયન બનેલી વેનેસા કલાજિંસકાયાને માત આપીને. યુક્રેનના પાટનગર કીવમાં ચાલી રહેલી આઉટસ્ટેન્ડિંગ યૂક્રેનિયન રેસલર્સ એન્ડ કોચિસ મેમોરિયલમાં ૫૩ કિલોની કેટેગરીમાં વિનેશ ફોગાટે બેલારુસની વેનેસાને ૧૦-૮થી હરાવી હતી. વિનેશ ફાઇનલની શરૂઆતથી જ આક્રમક રહી હતી. તેણે એક થ્રો સાથે વેનેસા પર ૪-૦ની લીડ મેળવી લીધી હતી. વેનેસાએ વળતો હુમલો કરીને ગેમને ૪-૪ પર લાવી દીધી હતી. બ્રેકની ૧૦ સેકંડ અગાઉ ૬-૪ની લીડ અંકે કરી હતી. બેલારુસની વેનેસાએ ચાર પોઇન્ટના થ્રો સાથે ભારતીય રેસલર પર પ્રેશર લાવી દીધું હતું પરંતુ વિનેશે અદ્ભુત મૂવ દ્વારા વધારે ચાર પોઇન્ટ અંકે કરીને ૧૦-૮ની વિજયી લીડ મેળવી લીધી હતી.
વિશ્વપ્રસિદ્ધ ગોલ્ફર ટાઈર વૂડ્ઝનો ગંભીર માર્ગ અકસ્માતમાં જીવ તો બચી ગયો છે, પણ તેને ગંભીર ઇજા થઈ છે. ટાઈગર વૂડ્ઝ એસયુવી લઈને લોસ એન્જલ્સના સબર્બમાં પૂરપાટ સ્પીડે જતો હતો ત્યારે તેની એસયુવી પલ્ટી ખાઈ ગઈ હતી. લોસ એન્જલ્સનો આ વિસ્તાર આમ પણ આ પ્રકારના અકસ્માતો માટે જાણીતો છે, એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
ભારતમાં આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી ટી-૨૦ વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસેથી ખાતરી માંગી છે કે તેઓની ટીમના તમામ ખેલાડીઓ ઉપરાંત તેઓ જે પણ ઓફિશિયલ્સ, પત્રકારોના ભારત આવવા માટેના વિઝા માંગે તે ભારતે આપવાના રહેશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે રવિવારે સાઉથ આફ્રિકા સામેની પહેલી વન-ડેમાં મેદાન પર ઉતરવાની સાથે જ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કુલ ચાર દસકાની ક્રિકેટ કારકિર્દી ધરાવતી મિતાલીને વન-ડે ક્રિકેટ રમતાં ૨૧ વર્ષ ૨૫૪ દિવસ થઇ ગયા છે. આમ સચિન તેંડુલકર બાદ તે સૌથી લાંબી કારકિર્દી ધરાવે છે. સચિને ૨૨ વર્ષ ૯૧ દિવસ વન-ડે રમી છે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે, આઈપીએલની ૧૪મી સિઝનની તમામ મેચ આ વર્ષે ભારતમાં જ રમાશે. લગભગ બે વર્ષ પછી આઈપીએલ ભારતમાં પરત ફર્યું છે.
બોલિવૂડમાં હલચલ મચી ગઇ છે. ના, કોઇ કૌભાંડ કે કોઇ કલાકરનું લફરું બહાર નથી આવ્યું, પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ સહિતની જાણીતી હસ્તીઓને ત્યાં દરોડા પાડીને રૂ. ૬૫૦ કરોડના બિનહિસાબી આર્થિક વ્યવહારો ખુલ્લા પાડ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં યજમાન ભારતે મેચના ત્રીજા જ દિવસે મહેમાન ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ અને ૨૫ રનથી શરમજનક પરાજય આપીને ૩-૧થી ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. ઇંગ્લેન્ડના ૨૦૫ રન સામે ભારતે ૩૬૫ રન કર્યા હતા અને ઇંગ્લેન્ડની ટીમને શનિવારે જ ૧૩૫ રનમાં ઓલઆઉટ કરી નાંખી હતી. સ્ટાર બોલર અશ્વિન અને ચરોતરી અક્ષર પટેલે પાંચ-પાંચ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડનો પરાજય પાક્કો કર્યો હતો. આ વિજય સાથે જ ભારતે આગામી જૂનમાં રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારતનો ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે લોર્ડઝમાં મુકાબલો થશે.
ભારતે ઇંગ્લેન્ડ સામે ૩-૧થી મેળવેલો શ્રેણી વિજય ઘરઆંગણે સળંગ ૧૩મો વિજય હતો અને કેપ્ટન કોહલીના નેજામાં ભારત આ સળંગ દસમી ટેસ્ટ શ્રેણી જીત્યું છે. આ શ્રેણી વિજય સાથે કોહલીએ સળંગ ૧૦ ટેસ્ટ શ્રેણી જીતવાના પોન્ટિંગના રેકોર્ડની પણ બરોબરી કરી હતી.
