ભારતીય રેસર જેહાન દારૂવાલાએ સાખિર ગ્રાં-પ્રિ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. તે ફોર્મ્યુલા-૨ રેસ જીતનાર પ્રથમ ભારતીય રેસર બની ગયો છે. ફોર્મ્યુલા-૨ ચેમ્પિયન મિક શૂમાકર તથા ડેનિયલ ટિકટુમ સામેની રોમાંચક રેસમાં ૨૨ વર્ષીય ભારતીય રેસરે સિઝનની છેલ્લી ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ સપોર્ટ રેસમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય રેસર જેહાન દારૂવાલાએ સાખિર ગ્રાં-પ્રિ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. તે ફોર્મ્યુલા-૨ રેસ જીતનાર પ્રથમ ભારતીય રેસર બની ગયો છે. ફોર્મ્યુલા-૨ ચેમ્પિયન મિક શૂમાકર તથા ડેનિયલ ટિકટુમ સામેની રોમાંચક રેસમાં ૨૨ વર્ષીય ભારતીય રેસરે સિઝનની છેલ્લી ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ સપોર્ટ રેસમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન કોરી એન્ડરસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે તે અમેરિકામાં ટી૨૦ લીગમાં રમશે. એન્ડરસન છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન રહેતો હતો. તેની પત્ની અમેરિકામાં રહે છે અને માનવામાં આવે છે કે હવે તેણે ન્યૂઝીલેન્ડને છોડીને અમેરિકામાં સ્થાયી થવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં તે અમેરિકા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે. ૨૯ વર્ષીય એન્ડરસન મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી આઇપીએલમાં રમી ચૂક્યો છે.
પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ યુવેન્ટસ તરફથી રમતા ચેમ્પિયન્સ લીગમાં ડાયનેમો ટીમ સામે ગોલ નોંધાવ્યો જે તેની કારકિર્દીનો ૭૫૦મો ગોલ હતો. આ સાથે જ તે ૭૫૦ કે વધુ ગોલ નોંધાવનારા ફૂટબોલ ઇતિહાસના ખેલાડીઓમાં પેલે પછીનો ફૂટબોલર બન્યો છે. વર્તમાન ફૂટબોલમાં તેની જેની જોડે તુલના અને સ્પર્ધા છે તેવા આર્જેન્ટિનાના મેસ્સીએ ૭૧૨ ગોલ ફટકાર્યા છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ બાદ ટ્વીટ કર્યું હતુંઃ ૭૫૦ ગોલ, ૭૫૦ ખુશીની ક્ષણો...
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની સિરીઝમાં ૩-૦થી વિજય હાંસલ કરીને ઇંગ્લેન્ડની ટીમ આઇસીસીની નવી ટી૨૦ રેન્કિંગમાં નંબર-૧ ટીમ બની ગઇ છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ક્રમાંકે હતી અને ભારતીય ટીમ ત્રીજા ક્રમે છે. આઇસીસીના નવા રેન્કિંગમાં ભારત બાદ પાકિસ્તાન ચોથા, સાઉથ આફ્રિકા પાંચમા તથા ન્યૂઝીલેન્ડ છઠ્ઠા ક્રમે છે.
ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ ૨૦૨૧ અત્યંત વ્યસ્ત વર્ષ પસાર થવાનું છે. વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીને પગલે ખાલી ગયું તેનાથી વિરુદ્ધ આ વર્ષે ખેલાડીઓ સામે સતત એક પછી એક ટૂર્નામેન્ટમાં રમવાના અવસરો છે. આ વર્ષે ભારતીય ટીમ ૧૪ ટેસ્ટ, ૧૬ વન-ડે અને ૨૩ ટી-૨૦ મેચમાં ભાગ લેશે. આમ જોવા જઈએ તો ભારત ૧૦ જેટલી સિરીઝમાં જોડાશે.
ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયું છે. ઇંગ્લેન્ડની ટીમ માટે ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર જેકમેનનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ પછી તેમનો પરિવાર ઇંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો. તેમણે ૧૯૬૬થી ૧૯૮૨ દરમિયાન ૧૪૦૦ વિકેટ ઝડપી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં કોમેન્ટ્રેટર બન્યા હતા.
ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા રિયાધની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી રેલીમાંથી એકમાં હીરો મોટોસ્પોર્ટ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ૩૭ વર્ષીય સંતોષની બાઇક બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી અને તેને ૨૪ કલાકના તબીબી નિરીક્ષણમાં રાખવામાં આવ્યો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે - ગયા શુક્રવારે - ટીમ ઇંડિયા સાથે જે કંઇ બન્યું તે ખરેખર શરમજનક, અસ્વીકાર્ય અને ખેલ ભાવનાનું ઘોર અપમાન છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની ૮૬મી ઓવર ચાલતી હતી ત્યારે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડીંગ ભરી રહ્યો હતો. આ સમયે સ્ટેડિયમમાં નજીકમાં બેઠેલા દર્શકોનું એક ગ્રૂપ સિરાજને ‘બ્રાઉન મંકી’ અને ‘બિગ ડોગ’ કહીને સતત પજવણી કરી રહ્યું હતું. આખરે સિરાજે આ અંગે ફિલ્ડ અમ્પાયર પોલ રાફેલને ફરિયાદ કરી.
લંડનઃ ભારે વિવાદ છતાં ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (‘ફિફા’)ના પ્રમુખ તરીકે સેપ બ્લાટર ચૂંટાઈ આવ્યા બાદ ફૂટબોલ જગતમાં એવું મનાતું હતું કે લાંચકાંડમાં બદનામ થયેલા આ વૈશ્વિક સંગઠનમાં હવે બધું ક્રમશઃ થાળે પડી જશે. જોકે યુરોપીયન દેશોને બ્લાટરની હકાલપટ્ટી સિવાય કંઈ ખપતું ના હોય એમ તેમણે ૨૦૧૮નો રશિયામાં યોજાનારા વર્લ્ડ કપ ફૂટબોલનો બહિષ્કાર કરવાના સંકેત આપતા બ્લાટરે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છું. બ્લાટર પાંચ દિવસ પૂર્વે જ આ હોદ્દા પર પાંચમી ટર્મ માટે ચૂંટાયા હતા.
