રમતગમત

No

Block: Site: Subtree Block

    સિડની ટેસ્ટમાં ટીમ ઇંડિયાએ જો

    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અહીં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે - ગયા શુક્રવારે - ટીમ ઇંડિયા સાથે જે કંઇ બન્યું તે ખરેખર શરમજનક, અસ્વીકાર્ય અને ખેલ ભાવનાનું ઘોર અપમાન છે. ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સની ૮૬મી ઓવર ચાલતી હતી ત્યારે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડીંગ ભરી રહ્યો હતો. આ સમયે સ્ટેડિયમમાં નજીકમાં બેઠેલા દર્શકોનું એક ગ્રૂપ સિરાજને ‘બ્રાઉન મંકી’ અને ‘બિગ ડોગ’ કહીને સતત પજવણી કરી રહ્યું હતું. આખરે સિરાજે આ અંગે ફિલ્ડ અમ્પાયર પોલ રાફેલને ફરિયાદ કરી. 

    ગાંગુલી હોસ્પિટલમાંથી ડિસ્ચા...

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગાંગુલીએ છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે કોલકતાની પ્રાઇવેટ હોસ્પિટલ વુડલેન્ડ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગાંગુલીના હૃદયમાં ત્રણ બ્લોકેજ છે જેને દૂર કરવા માટે એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. સાતમી જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગાંગુલીએ હોસ્પિટલના ડોક્ટર્સનો આભાર માનતા જણાવ્યું હતું કે મારી સારવાર માટે હું તમામ ડોક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફનો આભાર માનું છે. હું સંપૂર્ણપણે સ્વસ્થ છું.

    ડકાર રેલીમાં ભારતીય રેસરને જી

    ભારતના અનુભવી રેસર સી.એસ. સંતોષને સાઉદી અરબમાં ચાલી રહેલી ડકાર રેલી દરમિયાન જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડયો છે. અકસ્માત બાદ તરત જ તેને એર એમ્બુલન્સ દ્વારા રિયાધની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

    ભારતીય ક્રિકેટ ઇતિહાસની યાદગ

    ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ખેંચી જઇને તેના ક્રિકેટ ઇતિહાસનો યાદગાર દેખાવ કર્યો છે. આ સાથે ચાર ટેસ્ટની શ્રેણી ૧-૧થી સરભર કરી છે. શ્રેણીની અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં ૧૫ જાન્યુઆરીથી રમાશે.

    ઓસ્ટ્રેલિયામાં ગાબા ગઢ સર કરી

    છેલ્લાં ત્રણ દસકામાં કોઈ દેશે હાંસલ ન કરી હોય તેવી સિદ્ધિ ટીમ ઇંડિયાએ હાંસલ કરી છે. બ્રિસબેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા છેલ્લે ૧૯૮૮માં હાર્યું હતું, ત્યારબાદ ત્યાં હાર્યું ન હતું, પરંતુ આજે - મંગળવારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનો ૩૨ વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો છે. આ સાથે જ ભારતે ૨-૧થી બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી જીતી છે.

    ઓસ્ટ્રેલિયામાં ગાબા ગઢ સર કરી

    છેલ્લાં ત્રણ દસકામાં કોઈ દેશે હાંસલ ન કરી હોય તેવી સિદ્ધિ ટીમ ઇંડિયાએ હાંસલ કરી છે. બ્રિસબેનના ગાબા ખાતે ઓસ્ટ્રેલિયા છેલ્લે ૧૯૮૮માં હાર્યું હતું, ત્યારબાદ ત્યાં હાર્યું ન હતું, પરંતુ આજે - મંગળવારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનો ૩૨ વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો છે.

    કોહલીની બ્રાન્ડ વેલ્યૂ રૂ. ૧૭૩...

    ભારતના મોસ્ટ વેલ્યૂડ સેલિબ્રિટી લિસ્ટમાં ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ સતત ચોથી વાર ટોચનું સ્થાન મેળવ્યું છે. કોહલીની બ્રાન્ડ વેલ્યૂ ૨૩.૭૭ કરોડ યુએસ ડોલર (અંદાજે ૧,૭૩૩ કરોડ રૂપિયા) છે. ડફ એન્ડ ફેલપ્સે ‘એમ્બ્રેસિંગ ધ ન્યૂ નોર્મલ’ નામે આ રિપોર્ટ જાહેર કર્યો છે. અહેવાલમાં ટોપ-૧૦ સ્થાનમાં કોહલી એકમાત્ર ખેલાડી છે, બાકી તમામ સેલિબ્રિટી ફિલ્મ જગતની છે. તેમાં બે અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે.

    ભારતનું ઘરઆંગણે ધબાય નમઃ ચેન્

    ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને ૨૨૭ રને કારમો પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જ્વલંત દેખાવ કરનાર ભારતીય ટીમનો બીજો દાવ ૧૯૨ રનમાં સમેટાઇ ગયો હતો.  પ્રથમ દાવમાં ૨૧૮ રન કરનાર ઇંગ્લેન્ડની ટીમનો કેપ્ટન જો રુટ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

    ચરોતરનો અક્ષર ચમક્યો...

    ચરોતર પ્રદેશના વતની અક્ષર પટેલે તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં ઝમકદાર દેખાવ કરતાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપીને ટીમ ઇંડિયાના વિજયમાં નિર્ણાયક યોગદાન આપ્યું છે. પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં ટેસ્ટ કેપ મેળવનાર અક્ષરે પહેલી ઇનિંગમાં બે વિકેટ ઝડપી હતી, પરંતુ બીજી ઇનિંગમાં તેણે ઈંગ્લેન્ડનો પરાજય પાક્કો કર્યો હતો. તેણે ૬૦ રન આપીને પાંચ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. પહેલી જ ટેસ્ટમાં કુલ સાત વિકેટ ઝડપવાની સિદ્ધિથી અક્ષરના વતન આણંદ-નડિયાદમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.

    આ છે અમદાવાદમાં આવેલું વિશ્વન

    પહેલા કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને હવે અમદાવાદમાં ક્રિકેટ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ગુજરાતને બીજી અવિસ્મરણીય ભેટ મળી છે. ૬૩ એકરનો વિશાળ વિસ્તાર અને અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર થયેલું આ સ્ટેડિયમ ૧.૧૦ લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું બહુમાન ધરાવતા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) કરતાં પણ ૧૦ હજાર દર્શકો વધુ! ૨૪ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ભવ્યાતિભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરશે અને ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.