ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના કેપ્ટન જો રુટે પરાજય બાદ કબૂલ્યું હતું કે ભારતે અમને રમતના બધા જ વિભાગમાં પછાડયા હતા અને તેથી તે શ્રેણી ૩-૧થી જીતી ગયું હતું. અમે આ શ્રેણીમાં એક સમયે ૧-૦થી આગળ હતા, અમે નિર્ણાયક સમયે સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયા હતા અને તેના લીધે અમે ટેસ્ટ શ્રેણી ગુમાવી હતી. પીચ આવી છે કે કંડિશન બરાબર નથી તેવી કોઈ પણ બાબત સાચી નથી, વાસ્તવમાં ભારત અમારા કરતાં વધારે સારું સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યું છે. અમારે આ હકીકત સ્વીકારવી જ રહી.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ મોડેલ-સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નબંધને બંધાઇ રહ્યો હોવાના અહેવાલ છે. આ લગ્ન ગોવામાં કરવામાં આવશે. જોકે આયોજનની બધી વાતો ખાનગી રાખવામાં આવી છે અને તેઓએ લગ્નની તારીખની પણ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે તેઓ ૧૪ કે ૧૫ માર્ચે લગ્ન કરશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં સોમવારે કોરોનાના ૮૯૦ નવા કેસો નોંધાયા બાદ સત્તાધીશોને જાણે આત્મજ્ઞાન લાદ્યું હોય તેમ એક પછી એક નિયંત્રણો લાગુ થઇ રહ્યા છે. સોમવારના કેસનો આંકડો રાજ્યમાં છેલ્લા ૩૦ દિવસમાં કેસમાં ૨૨૫ ટકાનો તોતિંગ વધારો સૂચવતો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ ટ્વેન્ટી૨૦ સિરીઝની બાકીની ત્રણેય મેચ દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય જાહેર થયો હતો. તો મંગળવારે સરકારે રાજ્યના ચાર મહાનગરો - અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ૩૧મી માર્ચ સુધી રાત્રિના ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યમાં કેસનો આંકડો વધીને ૯૫૪ પર પહોંચ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે ૧૨ માર્ચે સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વનડે મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરી લીધા છે. આવી સિદ્ધિ હાંસલ કરનાર તે ભારતની પહેલી અને દુનિયાની બીજી મહિલા ક્રિકેટર છે. મિતાલીએ ગયા શુક્રવારે મેચ દરમિયાન ૩૫ રન કરતાની સાથે જ પોતાના ક્રિકેટ કેરિયરમાં તેણે ૧૦,૦૦૦ રનનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. મિતાલીએ પોતાની કારકિર્દીમાં ૪૬.૭૩ની સરેરાશથી ૧૦,૦૦૧ રન બનાવ્યા છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૭૦ સદી ફટકારી ચૂકેલા ટીમ ઇંડિયાના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ હવે મેદાનની બહાર પણ એક વિશેષ સદી પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૦૦ મિલિયન ફોલોઅર્સનો આંક વટાવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમનો પેસ બોલર જસપ્રીત બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણશને સોમવારે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.
આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે અને આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ટૂંક સમયમાં તૈયારીઓ શરૂ કરે તેવી સંભાવના છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે મંગળવારે રમાયેલી ત્રીજી ટ્વેન્ટી૨૦ મેચમાં ભારતને આઠ વિકેટે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોરોના મહામારીના વધતા ખૌફ વચ્ચે દર્શકોની ગેરહાજરીમાં રમાયેલી મેચમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઝમકદાર બેટિંગે જોકે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ વિજય સાથે જ પાંચ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ ૨-૧થી સરસાઇ મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઇંડિયાએ શાનદાર વિજય મેળવ્યો હતો.
પહેલા ટેસ્ટ સિરીઝ, પછી ટ્વેન્ટી૨૦ સિરીઝ અને હવે વન-ડે સિરીઝ. ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજી સીરિઝ પણ કબ્જે કરી છે. રવિવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી દિલધડક રહી હતી. અંતે ટીમ ઈન્ડિયાનો સાત રનથી વિજય નોંધાયો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૪મી સિઝન શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ)એ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને વિવાદિત સોફ્ટ સિગ્નલ નિયમને આઇપીએલ-૨૦૨૧માંથી હટાવ્યો છે. આઈપીએલની પ્રથમ મેચ નવમી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાશે. બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલ ૨૦૨૧ દરમિયાન ત્રીજા અમ્પાયરને નિર્ણય માટે રિફર કરતાં પહેલાં મેદાન પરના અમ્પાયરે સોફટ સિગ્નલ આપવાની કોઈ જરૂર રહેશે નહીં. નોંધનીય છે કે તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી૨૦ સિરીઝ દરમિયાન સોફ્ટ સિગ્નલનો નિયમ સતત ચર્ચામાં રહ્યો હતો.
