ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આગામી નવમી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારના ક્રિકેટના યુગમાં આઇપીએલ ટીમમાં સ્થાન મેળવવું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. ભાવનગરના બે ખેલાડીઓ ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્સન ચાલુ વર્ષે આઇપીએલમાં પોતાના કાંડાનું કૌવત બતાવવા પસંદગી પામ્યા છે. આઇપીએલમાં સામાન્ય રીતે તમામ ટીમો યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપતી હોય છે, પરંતુ ભાવનગરના શેલ્ડન જેક્સને ૩૪ વર્ષની ઉંમરે પણ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
રમતગમત
Block: Site: Subtree Block
બ્રિટનમાં જન્મેલા ૨૩ વર્ષીય ક્રિક્ટર- જમણેરી બેટ્સમેન રિશિ પટેલ આ સીઝનમાં લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમવાના છે ત્યારે તેમને ક્રિકેટ બેટ સ્પોન્સરશિપ અનેસ્પેશિયાલિસ્ટ આઈ કેર પ્રોડક્ટ્સની ભેટ આપવામાં આવી હતી.
ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવાર - ૯ એપ્રિલથી શરૂ થઇ રહેલી આ લીગમાં ભાગ લઇ રહેલી તમામ આઠ ટીમો પોતાની સ્ટ્રેટેજીને આખરી ઓપ આપી રહી છે. આઇપીએલની આ સિઝન છ શહેરો દિલ્હી, કોલકતા, બેંગલૂરુ, મુંબઇ, ચેન્નઇ અને અમદાવાદમાં રમાશે. જો કોઇ પાછલા ત્રણ વર્ષમાં આ મેદાનો પર રમાયેલી તમામ ટી-૨૦ મેચ પર નજર ફેરવશે તો જણાશે કે પહેલી બોલિંગ કરનાર ટીમને વધુ લાભ થયો છે. ગયા વર્ષે કોરોના વાઇરસના કારણે ટૂર્નામેન્ટ યુએઇમાં રમાઇ હતી. જ્યારે આ વખતે ટૂર્નામેન્ટનું ભારતમાં પુનરાગમન થયું છે. કોરોનાના કારણોસર આ વખતે લીગનું ફોર્મેટ એવું ઘડાયું છે કે કોઇ પણ ટીમને હોમ ગ્રાઉન્ડમાં રમવાનો લ્હાવો નહીં મળે. તમામ આઠેય ટીમોને અલગ અલગ મેદાનોમાં મેચ રમવા પડશે. આનાથી ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટનને પોતાની સ્ટ્રેટેજી બદલવાની ફરજ પડશે.
સપના હંમેશા તમને પોતાની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. ક્યારેક સપનું સાકાર થવામાં સમય લાગતો હોય છે, પરંતુ તે સાકાર જરૂર થતા હોય છે. ગુજરાતનાં નીતાબા પરમારની જ વાત જૂઓને. તેમણે નાનપણથી ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું જોયું હતું, પરંતુ અભ્યાસ અને છોકરીઓને સ્પોર્ટ્સમાં અપાતા ઓછા મહત્ત્વને કારણે તેમનું સપનું ભારતમાં પૂરું થઇ શક્યું નહીં. આગળ અભ્યાસ માટે તેઓ ડેન્માર્ક ગયા. જ્યાં તેમણે અભ્યાસની સાથે ક્રિકેટના પોતાના શોખને જાળવી રાખ્યો અને તેમનું સપનું સાકાર થયું.
બ્રિટનમાં જન્મેલો ૨૩ વર્ષીય ક્રિકેટર રિશિ પટેલ આ સીઝનમાં લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમવાનો છે ત્યારે તેમને ક્રિકેટ બેટ સ્પોન્સરશિપ અને સ્પેશિયાલિસ્ટ આઈ કેર પ્રોડક્ટ્સની ભેટ અપાઇ હતી.
વન-ડે ક્રિકેટના ૫૦ વર્ષ નિમિત્તે પ્રકાશિત થયેલા ‘વિઝડન’ ૨૦૨૧ના અંકમાં ૧૯૭૧માં વન-ડે ક્રિકેટનો સૌપ્રથમ પ્રારંભ થયો ત્યારથી પ્રત્યેક દાયકાના શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇંડિયાનો વન-ડે ક્રિકેટના ૫૦ વર્ષ દરમ્યાન કઇ હદે દબદબો હશે તે વાતનો અંદાજ એના પરથી આવી જાય છે કે ૧૯૮૦ના દાયકામાં કપિલ દેવ વન-ડેનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. જ્યારે ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકામાં સચિન તેંડુલકર વિશ્વનો શ્રેષ્ઠ વન-ડે ખેલાડી જાહેર થયો છે જ્યારે ૨૦૧૦થી ૨૦૨૦ના દાયકામાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને શ્રેષ્ઠ તરીકે નવાજવામાં આવ્યો છે.
ભારતમાં કોરોનાની મહામારીએ પરિસ્થિતિ કપરી બનાવી દીધી છે અને દેશના લોકો ઉપરાંત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની લીગ આઇપીએલ ઉપર પણ હવે તેની સીધી અસર પડવા લાગી છે. ગયા સપ્તાહે રાજસ્થાન રોયલ્સના બે ખેલાડી લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રયુ ટાય રાતોરાત વતન પરત ફર્યા હતા. રવિવારે મોડી રાત્રે દિલ્હી કેપિટલ્સના સિનિયર ખેલાડી આર. અશ્વિને તેના પરિવારનો સભ્ય કોરોના પોઝિટિવ આવવાથી લીગમાંથી બ્રેક લેવાના નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એડમ ઝમ્પા અને કેન રિચાર્ડસને સોમવારે આઇપીએલને પડતી મૂકીને ઓસ્ટ્રેલિયા પરત ફરવાની જાહેરાત કરી હતી. આમ ૫૦ કલાકના ગાળામાં ચાર વિદેશી સહિત પાંચ પ્લેયર્સે આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલમાં કોલકતા નાઇટ રાઈડર્સ તરફથી રમી રહેલા ઓસ્ટ્રેલિયન પેસ બોલર પેટ કમિન્સે ભારતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિમાં મદદ માટે હાથ લંબાવ્યો છે. દેશમાં અત્યારે ઓક્સિજન ટેન્કરની અછતના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કમિન્સે ભારતમાં ઓક્સિજન ટેન્કરની અછત પૂરી કરવા માટે પોતાના તરફથી ૫૦ હજાર ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી છે.
ભારતીય તીરંદાજોની સ્ટાર જોડી દીપિકા કુમારી અને તેના પતિ અતનુ દાસે બે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતતા ભારતે વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં ત્રણ ગોલ્ડ અને એક બ્રોન્ઝ પોતાના નામે કર્યા છે.
કોરોનાનો કાળો પડછાયો IPL 2021 સીઝન પર લંબાયો છે. ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થવાના પગલે બાદ ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરાઈ હોવાની સત્તાવાર જાહેરાત BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ મંગળવાર, ૪મેએ કરી હતી. IPLને સમગ્ર રીતે રદ કરાશે તો BCCIને લગભગ ૨,૦૦૦ કરોડ રુપિયાનું નુકસાન થશે. આ ઉપરાંત, ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ BCCIને કરોડો રુપિયાનું નુકસાન થશે
