વિશ્વના પાંચમા તથા એશિયાના નંબર વન ધનાઢ્ય ગૌતમ અદાણીએ વે ક્રિકેટના મેદાનમાં પણ એન્ટ્રી કરી લીધી છે. અદાણી ગ્રૂપની કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને યુએઈની મેજર ટી20 લીગની એક ફ્રેન્ચાઈઝીને ખરીદી છે.
રમતગમત
Block: Site: Subtree Block
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટસની ટીમ આઇપીએલ સિઝન-15માં એન્ટ્રી સાથે જ છવાઇ ગઇ છે. પ્લે ઓફ રાઉન્ડ તરફ આગેકૂચ કરી રહેલી આ બન્ને ટીમો વચ્ચે મંગળવારે ભારે રોમાંચક રમાઇ હતી, જેમાં છેવટે ગુજરાત ટાઇટન્સનો વિજય થયો હતો. લો સ્કોરિંગ મેચમાં પણ ગુજરાતે 62 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સાથે જ ગુજરાત ટાઇટન્સનો પ્લે ઓફ રાઉન્ડમાં પ્રવેશ થયો છે. પ્રથમ બેટિંગ કરનાર ગુજરાત ટાઇટન્સનો દાવ માત્ર 144 રનમાં સમેટાયો હતો. આમ લખનઉ માટે વિજયી લક્ષ્યાંક મુશ્કેલ નહોતો, પરંતુ તેની બેટિંગ હરોળે જાણે શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ તેનો દાવ માત્ર 82 રનમાં સમેટાઇ ગયો હતો. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને ચાર વિકેટ ઝડપીને વિજયનો પાયો નાંખ્યો હતો.
ભારતીય ટેસ્ટ ટીમમાંથી પડતા મૂકાયેલો ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ખીલ્યો છે. તેણે શાનદાર દેખાવ કરતાં સળંગ ચાર મેચમાં ચાર સદી ફટકારીને હલચલ મચાવી છે. ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપના સેકન્ડ ડિવિઝનમાં સસેક્સ તરફથી રમતાં પુજારાએ મિડલસેક્સ સામેની મેચની બીજી ઈનિંગમાં 170 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. પુજારાની કાઉન્ટી ક્રિકેટમાં સળંગ ચાર સદીમાંથી બે તો ડબલ સેન્ચ્યુરી છે.
ભારતના ધુરંધર ઓલરાઉન્ડર યુવરાજ સિંઘે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું છે કે, ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં મને જ ભારતીય ટીમનો કેપ્ટન બનાવવાનો હતો. જોકે તે સમયે કોચ ગ્રેગ ચેપલ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર વચ્ચે સીધો ટકરાવ ચાલી રહ્યો હતો. તે સમયે મેં સચિન તેંડુલકરની તરફેણ કરી હતી. જેનાથી ચેપલની સાથે બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ)ના કેટલાક ઓફિશિઅલ્સ પણ નારાજ થયા હતા. આખરે તેમણે મને સાઇડલાઇન કરીને ધોનીને કેપ્ટન બનાવવો.
વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી ક્રિસ ગેઇલ ભલે આઈપીએલ 2022નો હિસ્સો ના હોય પરંતુ તેની નજર આગામી વર્ષની આઈપીએલમાં કમ બેક કરવા પર છે.
ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરે બ્રાઝિલના સુલમાં રમાયેલી ડેફેલિમ્પિક્સ ગોલ્ફ ઇવેન્ટની ફાઈનલમાં અમેરિકાની એશલિન ગ્રેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. મૂકબધિર ઓલિમ્પિકમાં દીક્ષાનો આ બીજો મેડલ છે.
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ સિઝનમાં જ કમાલનું પ્રદર્શન જારી રાખીને આઇપીએલની વધુ એક લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને સાત વિકટે હરાવી ટોપ-2માં સ્થાન નિશ્ચિત કર્યું છે. ગુજરાતની ટીમે 13 મેચમાં 10મો વિજય હાંસલ કરવાની સાથે ક્વોલિફાયર-1માં સ્થાન મેળવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું ગયા શનિવારે રાત્રે એક ગમખ્વાર કાર અકસ્માતમાં અકાળે નિધન થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર સાયમન્ડ્સ કારમાં એકલો પ્રવાસ કરતો હતો અને ટાઉન્સવિલે ખાતે તેની કાર રસ્તા ઉપરથી નીચે ઊતરી ગઈ હતી.
અમદાવાદ શહેરના જ નહીં, દેશના શાનદાર નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આઇપીએલ-15ના સમાપન સમારંભમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંઘ અને સંગીતસમ્રાટ એ.આર. રહેમાન ધૂમ મચાવશે.
ન્યૂઝીલેન્ડ ટીમના ભૂતપૂર્વ સુકાની બ્રેન્ડન મેક્કુલમની ઇંગ્લેન્ડની મેન્સ ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક દેખાવ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમમાં પણ મોટા પાયે ફેરફાર કરાયા છે.
