આઇપીએલ સિઝન-15 જામી છે ત્યારે જ ફરી એક વખત આ ટૂર્નામેન્ટ સટ્ટાબાજી અને મેચ ફિક્સિંગના વિવાદમાં ઘેરાઈ છે. સીબીઆઈએ ઘટસ્ફોટ કર્યો છે કે, દેશમાં સટ્ટેબાજોનું નેટવર્ક પાકિસ્તાનમાંથી ઈનપુટ્સ મેળવીને ભારતમાં આઇપીએલની મેચમાં ફિક્સિંગ કરતું હતુ.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતે ફાઈનલ મુકાબલામાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતીય મેન્સ ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટ 1949થી રમાય છે અને અત્યાર સુધી ઇન્ડોનેશિયા, ચીન, ડેનમાર્ક તથા મલેશિયા જેવી ટીમોનો દબદબો રહ્યો છે, જેને રવિવારે ભારતે ખતમ કરી નાખ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર ભારત છઠ્ઠી ટીમ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ રવિવારે તમામ અફવાઓને નજર અંદાજ કરીને ઇંગ્લેન્ડના પ્રવાસમાં એક ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામે યોજાનારી પાંચ ટી20 મેચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. અપેક્ષા હતી કે રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટી20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પણ ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ કે.એલ. રાહુલને કેપ્ટન અને રિષભ પંતને વાઇસ કેપ્ટન બનાવ્યા હતા.
ભારતની 25 વર્ષીય બોક્સર નિખત ઝરીને ઈસ્તંબુલમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વિમેન્સ બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી ભારતની પાંચમી બોક્સર બની છે.
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ હવે ટી-20 વર્લ્ડ કપ તરફ મીટ માંડી છે. આઈપીએલની ફાઈનલમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા હાર્દિકે કહ્યું હતું કે, હવે મારું લક્ષ્ય ભારતને ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવવાનું છે. પીઠની ઈજાના કારણે છેલ્લી બે સિઝનથી હાર્દિક બોલિંગ કરી શકતો નહોતો. જોકે, આઈપીએલમાં તેણે બેટિંગની સાથે સાથે અસરકારક બોલિંગ પણ કરી છે, જેના કારણે આગામી સમયમાં તે ટીમ ઈન્ડિયામાં ખાલી પડેલા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરનું સ્થાન પાછું મેળવી શકે છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલની પહેલી જ સિઝનને યાદગાર બનાવતા ચેમ્પિયનનો તાજ જીતી લીધો છે. આ વર્ષે જ આઈપીએલમાં પ્રવેશ મેળવનારી ગુજરાત ટાઇટન્સની સફર રોમાંચક બની રહી હતી. આપ સહુને યાદ હશે જ કે આઈપીએલમાં એન્ટ્રી સાથે જ તેની માલિકી અંગે વિવાદ સર્જાયો હતો. આ પછી હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને આઈપીએલના પ્રારંભે સામાન્ય માનવામાં આવતી હતી. જોકે, ટાઈટન્સે મેદાન પર જબરજસ્ત પર્ફોમન્સ આપતાં ચેમ્પિયનશિપ જીતીને આગવો ઈતિહાસ રચી દીધો છે.
આઈપીએલની ગુજરાતની ટીમ અને ભારતીય ક્રિકેટ ટીમના મજબૂત ઓલરાઉન્ડર તરીકે જાણીતા થયેલા હાર્દિક પંડયાએ ક્રિકેટની પ્રારંભિક તાલીમ હીરાનગરી સુરતમં લીધી હશે તે બહુ ઓછા લોકો જાણતા હશે. આટલું જ નહીં, પરંતુ હાલમાં એક જાહેરાતમાં જોવા મળે છે તેમ હાર્દિકને એક અંકલ બેટ આપીને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરે છે તે અંકલ પણ વાસ્તવમાં સુરતના જ છે.
વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરનારાં મહિલા બોક્સર્સે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડાએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.
ફ્રેન્ચ ઓપન 2022ની મેન્સ સિંગલ્સની એકતરફી બની ગયેલી ફાઇનલમાં રવિવારે સ્પેનના રાફેલ નદાલે આઠમી ક્રમના નોર્વેના કેસ્પર રુડને સીધા સેટમાં હરાવ્યો હતો. આ સાથે જ તેણે ફરી એક વાર સાબિત કરી દીધું હતું કે તે ક્લે કોર્ટનો બાદશાહ છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચની સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. સીરિઝની પ્રથમ મેચ નવમી જૂનથી દિલ્હીમાં રમાશે. આ સીરિઝ તમામ ખેલાડીઓ માટે મહત્ત્વપૂર્ણ છે.
