રમતગમત

No

Block: Site: Subtree Block

    7 વર્ષ અને 7 ઇનિંગ બાદ... ઈંગ્લેન્...

    ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ન્યુઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું. આ સાથે જ ટીમે બે મેચની સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમને ન્યુઝીલેન્ડ વિરુદ્વ સાત વર્ષ અને સાત ઇનિંગ્સ બાદ જીત મળી છે. 

    આઇપીએલે ટીમ ઇંડિયાને આપ્યા નવ

    આઈપીએલ એક એવી ટૂર્નામેન્ટ છે જ્યાં ટેલેન્ટને તક મળે છે. દર વખતની જેમ આ વખતે પણ આઇપીએલમાં ઝડપી બોલર્સની નવી પેઢી જોવા મળી, જે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે છે. અમુક બેટર પણ ચમક્યા, જેનાથી ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થવાની આશા છે.

    મોઇન અલી નિવૃત્તિમાંથી બહાર આ

    ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ સંકેત આપ્યો છે કે બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ તે ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરી શકે છે. 34 વર્ષીય મોઇન અલીએ ગયા વર્ષે 64 ટેસ્ટમાં 195 વિકેટ ઝડપવા ઉપરાંત 28.29ની સરેરાશથી 2,914 રન બનાવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. મોઇન અલીએ ટેસ્ટમાં પાંચ સદી પણ નોંધાવી હતી.

    IPLઃ સોનાના ઈંડા આપતી મરઘી...

    દુનિયાભરના ક્રિકેટરોને કરોડોની કમાણી કરાવવાની સાથે સાથે ક્રિકેટવિશ્વમાં ધૂમ મચાવનારી ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચીસના ટીવી-ડિજિટલ-મીડિયા પ્રસારણના આગલા પાંચ વર્ષના રાઇટ્સ કુલ 6.02 બિલિયન ડોલરમાં એટલે કે રૂ. 48,390 કરોડમાં વેચાયા છે.

    22 યાર્ડની પિચ પર 23 વર્ષથી ચાલતા

    ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની દિગ્ગજ કેપ્ટન મિતાલી રાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટ્વિટર ઉપર આ જાહેરાત સાથે જ 22 ગજની પિચ ઉપર છેલ્લા 23 વર્ષથી મિતાલીના એકચક્રી ‘રાજ’નો અંત આવી ગયો હતો. મિતાલીએ 2019માં ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી હતી.

    મુંબઈનો ક્રિકેટર હિકેન શાહ સસ

    આઇપીએલમાં સાથી ખેલાડીનો મેચફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ મુંબઈના રણજી ખેલાડી હિકેન શાહ દોષિત ઠરતાં તેને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો હતો. બીસીસીઆઇએ જણાવ્યું હતું કે ખેલાડીઓ માટેના બોર્ડના એન્ટી કરપ્શન કોડના ભંગ બદલ શાહ દોષિત જણાયો હતો અને આ બાબત શિસ્ત સમિતિને વધુ પગલા માટે મોકલી અપાઈ છે.

    વિમ્બલ્ડનમાં સાનિયાએ ઇતિહાસ

    ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વિમ્બલ્ડનમાં પ્રથમ વખત ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો હતો. સાનિયા મિર્ઝાએ સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસ સાથે મળી મહિલા ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. સાનિયા મિર્ઝા-માર્ટિના હિંગિસની જોડીએ બે કલાક ૪૭ મિનિટ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં રશિયાની એકટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાની જોડીને ૫-૭, ૭-૬ (૪), ૭-૫થી જીતી લીધો હતો.

    ચેન્નઇ સુપરકિંગ્સ અને રાજસ્થ

    રંગ, રોમાંચ અને રમતનો સમન્વય ધરાવતી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) ટૂર્નામેન્ટને બદનામીનું કલંક લાગ્યું છે. આઇપીએલ ટૂર્નામેન્ટની મેચોમાં સટ્ટાબાજીની તપાસ કરી રહેલી, સુપ્રીમ કોર્ટના આદેશથી રચાયેલી, જસ્ટિસ લોધા કમિટીએ ચેન્નઇ સુપરકિંગ્સના પ્રિન્સિપલ ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહમાલિક રાજ કુંદ્રાને કસૂરવાર ઠરાવીને બન્નેને ક્રિકેટ સંબંધિત કોઇ પણ પ્રવૃતિમાં સામેલ થવા પર આજીવન પ્રતિબંધ ફરમાવ્યો છે.

    યોર્કશાયર ક્લબના લોર્ડ કમલેશ પટેલને ‘રેસિસ્ટ’ પત્રો મોકલાયા

    યોર્કશાયર કાઉન્ટીના ચેરમેન લોર્ડ કમલેશ પટેલને અઝીમ રફીક કૌભાંડના પગલે અસાધારણ ‘રેસિસ્ટ’ પત્રો મળ્યા છે. લોર્ડ પટેલે જણાવ્યું હતું કે ક્લબને ઘેરી વળેલા કૌભાંડના કારણે તેમણે ભારે સંખ્યામાં રંગભેદી પત્રો મળ્યા છે અને ક્લબના સ્ટાફને ખરાબ શારીરિક વર્તણૂક સહન કરવી પડી હતી. તેમણે કહ્યું હતું કે આ ક્લબમાં રેસિઝમ આચરાયું હતું તેમ નહિ સ્વીકારતા લોકોની થોડી પણ વાચાળ સંખ્યા છે.

    આઇપીએલ સટ્ટાકાંડઃ ક્યારે શું

    આઇપીએલમાં સટ્ટાબાજી પ્રકરણ બહાર આવ્યું ત્યારથી માંડીને ગુરુનાથ મયપ્પન તથા રાજ કુંદ્રા પર આજીવન પ્રતિબંધ અને ચેન્નઇ સુપરકિંગ્સ તથા રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષના પ્રતિબંધ સુધીની અતથી ઇતિ.