ટીમ ઇંડિયાએ ઝિમ્બાબ્વેમાં ઇતિહાસ રચ્યો છે. સોમવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં પણ યજમાન ટીમને 13 રને હરાવી 3-0થી સીરિઝ જીતી લીધી છે.
રમતગમત
Block: Site: Subtree Block
જાણીતા તમિલ અભિનેતા આર્ય પોતાની ટીમ સાથે લંડન-એડિનબરા-લંડન (LEL)ની 1,540 કિલોમીટરની સાઈકલયાત્રાની ચેલેન્જ પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે. આર્યે ટ્વીટર પર આની જાહેરાત કરતા કહ્યું છે કે મારા પરિવાર અને મિત્રોના સપોર્ટથી આ યાત્રાનો પડકાર પૂર્ણ કરવામાં સફળતા મળી છે. મારા જીવનનો આ સૌથી મોટા પડકારોમાં એક હતો. હું આગામી પડકાર માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આર્ય ફિટનેસ અને સાઈકલિંગના ઉત્સાહ માટે પ્રખ્યાત છે.
ભારતીય ટીમે એશિયા કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. પાક. ટીમ 19.5 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઈ હતી. ભુવનેશ્વર કુમારે મેચમાં 26 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ ભારતીય દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન છે. રન ચેઝ કરતા ભારતે 89 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ બે ગુજરાતી ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા વચ્ચે પાંચમી વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાઈ અને તેને કારણે ભારતીય ટીમ જીત સુધી પહોંચી હતી. હાર્દિકે વિજયી છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી. હાર્દિકે મેચમાં 3 વિકેટ પણ ઝડપી હતી.
ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણની તમિળ ફિલ્મ ‘કોબ્રા’ ટૂંક સમયમાં રિલીઝ થશે. ઈરફાને આ ફિલ્મનું ટ્રેલર શેર કરતાં તેને ક્રિકેટ અને બોલિવૂડની કેટલીય હસ્તીઓએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં.
એશિયા કપના સુપર-4 મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે રમાયેલી મેચમાં પરાજય સાથે જ ટીમ ઇંડિયા પર ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 174 રનના ટાર્ગેટને શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટે પાર પાડી લીધો હતો. શ્રીલંકાના ઓપનર્સ પથુમ નિસાંકા (52) અને કુસલ મેન્ડિસે (57) શ્રીલંકાની જીતનો પાયો નાખ્યો હતો. તો કેપ્ટન દાસુન શાનાકાએ 18 બોલમાં 33 રન ફટકાર્યા હતા. ભાનુકા રાજપક્ષેએ 25 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ 3 વિકેટ યુઝવેન્દ્ર ચહલે ઝડપી હતી. આર. અશ્વિને 1 વિકેટ લીધી હતી.
આઈપીએલની બે ટીમ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ પર બે-બે વર્ષનો પ્રતિબંધ ફરમાવતા જસ્ટિસ લોધા સમિતિના ચુકાદાના બીજા જ દિવસે ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત થઇ છે.
બેટ્સમેનોના ઝડપી રન બાદ બોલર્સની ચુસ્ત બોલિંગની મદદથી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ લોર્ડસમાં રમાયેલી બીજી એશિઝ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને ૪૦૫ રને કારમો પરાજય આપ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ શ્રેણી ૧-૧થી સરભર થઈ છે.
યજમાન ઝિમ્બાબ્વેએ રવિવારે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં પ્રવાસી ભારતને ૧૦ રને હરાવીને બે મેચની શ્રેણી ૧-૧થી ડ્રો કરી છે. ભારતે અગાઉ ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. ઝિમ્બાબ્વે પ્રવાસમાં ભારતનો આ પ્રથમ પરાજય હતો.
હરિયાણા એક ગામડામાં દૂધ વેચવાનું કામ કરતા ખેડૂત જગપાલનો ૧૦ વર્ષનો પુત્ર શુભમ્ જગલાન કેલિફોર્નિયામાં રમાયેલી ગોલ્ફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં વિજયી બન્યો છે. પાણીપતના ઈસરાના ગામમાં રહેતા શુભમે દુનિયાભરના ૧૧૫ જુનિયર ગોલ્ફરોને પરાજય આપ્યો હતો. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના જેફરી યુ ગુઆનને એક સ્ટ્રોકથી પરાજય આપ્યો હતો.
આગામી 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ રહેલા યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે સોમવારે ભારતીય ટીમની જાહેરાત કરાઇ છે. પસંદગીકારોએ ટી20 વિશ્વ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી જેમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનું પુનરાગમન થયું છે. રોહિત શર્માના ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.
