ટીમ ઈન્ડિયાએ 3 વન-ડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું. 48 વર્ષમાં આ પહેલી વખત છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે.
રમતગમત
Block: Site: Subtree Block
ઉંમર તો ફક્ત આંકડો છે... આ ઉક્તિ ભારતનાં 94 વર્ષીય ભગવાની દેવીએ સાબિત કરી દીધી છે. જે ઉંમરે લોકોને ઉઠવા-બેસવામાં પણ તકલીફ થતી હોય છે તે ઉંમરે તેમણે વિદેશમાં ભારતીય ત્રિરંગાનું માન વધાર્યું છે. તેમણે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સીનિયર સિટિઝન કેટેગરીમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો અને બાદમાં શોટપૂટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
લલિત મોદીએ બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું છે. ટ્વિટરમાં બંનેના વર્લ્ડ ટૂરના ફોટો શેર કરીને લલિત મોદીએ પહેલી વખત સુષ્મિતા સેન સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામ બાયોમાં પણ લલિત મોદીએ એડિટિંગ કરીને સુષ્મિતા સેનને માય લવ કહીને સંબોધી હતી. થોડા સમયમાં લગ્ન થશે એવું પણ ટ્વિટરમાં લખ્યું હતું. જોકે થોડાક જ કલાકોમાં સુષ્મિતાએ આ મામલે ગોળ ગોળ સ્પષ્ટતા કરી છે. જેમાં તેણે લલિત મોદી સાથેનો સંબંધ સ્વીકાર્યો પણ નથી અને નકાર્યો નથી.
લોકોમાં શોખ પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેને સાકાર કરવા વ્યક્તિ તનતોડ મહેનત કરે છે. રાજકોટમાં આવા જ એક દોડવીર રવિ જાદવે અનેક અવરોધ છતાં શોખને વળગી રહી લક્ષ્ય હાંસલ કર્યું છે. રાજકોટ રનર્સ સ્પોર્ટસ ગ્રૂપનાં સભ્ય રવિ જાદવે 500 હાફ મેરેથોન દોડવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
અમેરિકાનાં લિનિયા સાલ્વોએ 72 વર્ષની ઉંમરે 3,352 કિમી સાઇક્લિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
ભારતે બીજી વન-ડે મેચમાં વેસ્ટ ઈન્ડીઝને બે વિકેટે હરાવીને ત્રણ મેચની વન-ડે સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવી છે. ટીમ ઇંડિયાના વિજયનો હીરો હતો ઓલરાઉન્ડર અક્ષર પટેલ. ભારતે વીન્ડિઝમાં સળંગ પાંચમી અને કુલ છઠ્ઠી વન-ડે સીરિઝ પોતાને નામે કરી છે.
ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં દેશને આ બીજો મેડલ અપાવ્યો છે.
ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. જોકે હવે 73 વર્ષીય ગાવસ્કરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. ઇંગ્લેન્ડમાં ગાવસ્કરને એક ખાસ સન્માન મળ્યું છે.
નોર્થવૂડની ઓએમટી ક્રિકેટ ક્લબ ખાતે 19 જુલાઇ 2022ના મંગળવારના રોજ 10મા પ્રાઇડવ્યૂ ક્રિકેટ કપની પ્રદર્શન મેચ પ્રોપર્ટી ઓલ સ્ટાર ટીમ અને એક્સ ઇંગ્લેન્ડ ટીમ વચ્ચે યોજાઇ ગઇ.
ભારતીય ક્રિકેટર અને હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પિતા બન્યો છે.
