રમતગમત

No

Block: Site: Subtree Block

    લોર્ડ્ઝમાં દીપોત્સવની ઉજવણી...

    લોર્ડ્ઝના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે બુધવાર 12 ઓક્ટોબરે પ્રકાશના પર્વ દીવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી દીવાળીના વાસ્તવિક અર્થને જીવંત સ્વરૂપ આપવા પ્રયાસ કરાયો હતો.

    ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને ઇંગ્...

    ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ગ્રૂપ સ્ટેજની મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને વટભેર સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સૂર્યકુમાર યાદવની આક્રમક ઇનિંગની મદદથી પાંચ વિકેટ ગુમાવીને 186 રનનો જંગી જુમલો ખડક્યો હતો. જેના જવાબમાં રમવા ઊતરેલી ઝિમ્બાબ્વેની ટીમને 17.2 ઓવરમાં 115 રનના સ્કોર પર ઓલઆઉટ કરીને ગ્રૂપ સ્ટેજમાં પોતાની ચોથી જીત મેળવીને સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

    ન્યુઝીલેન્ડ ટુરમાં હાર્દિકને...

    વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસે રવાના થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ સોમવારે બંને પ્રવાસ માટે ટીમોની જાહેરાત કરી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં શિખર ધવન કેપ્ટન્સી કરશે. આ બન્ને પ્રવાસમાં રોહિત-કોહલીને આરામ અપાયો છે.

    વન-ડે ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝ...

    વન-ડે ઈતિહાસની સૌપ્રથમ વિકેટ ઝડપનારા ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એલન થોમ્પસનનું બીજી નવેમ્બરે 76 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ પાંચમી જાન્યુઆરી, 1971ના રોજ મેલબોર્નમાં રમાયેલી સૌપ્રથમ વન-ડેમાં બોયકોટને 8 રને કેપ્ટન બિલ લૌરીના હાથે કેચઆઉટ કરાવ્યા હતા. 

    નિવૃત્તિ બાદ કોકેનની ખરાબ લત લ...

    પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બોલર વસિમ અક્રમે પોતાની આત્મકથામાં ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેને એક સમયે કોકેન(ડ્રગ)ની ખરાબ આદત વળગી હતી. તેણે જણાવ્યું છે કે આ લત તેને ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વળગી હતી અને પોતાની પ્રથમ પત્ની હુમાના મૃત્યુ બાદ ખૂબ પ્રયત્ન કરીને આ ખરાબ આદતમાંથી છુટકારો મેળવ્યો હતો.

    આઇસીસીની શક્તિશાળી ફાઇનાન્સ-

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આઇસીસીની શક્તિશાળી ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ કમિટીના વડા તરીકે ચૂંટાયા છે.

    હાર્દિક પંડ્યા બની શકે છે કેપ્...

    ટી-20 વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય પછી ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગઈ હતી. આ મેચમાં ટીમના બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. ભારતીય ખેલાડી એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. હવે આ માલે બીસીસીઆઈ કડક પગલાં લેવાની તૈયારીમાં છે.

    પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડે...

    ઓસ્ટ્રેલિયામાં દુનિયાના બીજા નંબરના સૌથી મોટા મેલબોર્ન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ કબજે કર્યું છે. આ સાથે જ ઈંગ્લેન્ડ ટીમ વર્ષ 2010 બાદ ફરી એક વાર ટી-20 ચેમ્પિયન બની છે.

    ટી-20 વર્લ્ડ કપમાં જાનકીનો અવાજ...

    ભારતીય ટીમ ટી-20 તો વર્લ્ડ કપ ફાઈનલ સુધી ના પહોંચી શકી, પરંતુ ભારતવંશી 13 વર્ષીય જાનકી ઈશ્વરનો સૂર ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ પહેલાં મેલબોર્ન સ્ટેડિયમમાં ગૂંજયો હતો. 

    ટી-૨૦ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં

    આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. જેમાં ટૂર્નામેન્ટ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ત્રણ અને ટીમ ઇંડિયાના બે ખેલાડીઓને સામેલ કરાયા છે.