એશિયા કપ-2022 પર છેવટે શ્રીલંકાએ કબજો કર્યો છે. શ્રીલંકા છઠ્ઠી વાર એશિયા કપ ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં શ્રીલંકાએ 23 રને પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ પોતાના શાનદાર પ્રદર્શનન આગળ વધારીને ડાયમંડ લીગ ટ્રોફી પોતાના નામે કરી છે. નીરજે લુસાને ડાયમંડ લીગ ફાઈનલ્સની જેવલિન થ્રોમાં 88.44 મીટ સુધી જેવલિન ફેંકીને ટાઇટલ જીતી લીધું હતું અને આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનાર તે ભારતનો પ્રથમ એથ્લીટ બની ગયો છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નવા અધ્યક્ષ રિચર્ડ થોમ્પસને આઈપીએલને ઈંગ્લેન્ડમાં યોજવાની ઈચ્છા વ્યક્તિ કરી છે, જેથી સ્ટેડિયમ પર આવતા લોકોની સંખ્યા બમણી કરી શકાય. 55 વર્ષીય થોમ્પસને 1 સપ્ટેમ્બરથી ઈસીબીમાં પોતાની નવી ભૂમિકા શરૂ કરી. આ સમયે પ્રથમ બોર્ડ મિટિંગમાં તેમણે પોતાની મહત્વકાંક્ષાઓ પર વાત કરી.
દુનિયાનો સૌથી નાનો ક્રિકેટર, ઉંમર માત્ર 3 વર્ષ, પોતાનાથી ત્રણ ગણા મોટા ખેલાડીઓ સામે રમે છે. ઈંગ્લેન્ડનો કોરી એડમ્સ સ્ટમ્પથી થોડો જ લાંબો હશે. તે યુવાન ઓલરાઉન્ડર અંડર-11 માટે રમી રહ્યો છે.
સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવી ક્લિનસ્વીપ કરવાના યજમાન ટીમના ઇરાદા પર પાણી ફેરવ્યું હતું. અગાઉ જ 2-1થી સિરીઝ જીતી ચૂકેલી ટીમ ઇંડિયાના બેટર્સે મેચમાં જાણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી દિનેશ કાર્તિક સિવાયના કોઈ બેટરો ચાલ્યા નહોતા.
વિશ્વના સૌથી મોટી ક્રિકેટ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખની જનમેદની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 36મા નેશનલ ગેમ્સને વિધિવત ખુલ્લો મૂકતા કહ્યું હતું કે જીવનમાં કોમ્પિટિશન જીતવા માટે કમિટમેન્ટ અને કન્ટિન્યૂટી અનિવાર્ય છે. દેશમાં આઠ વર્ષ પછી તથા ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલી નેશનલ ગેમ્સમાં દેશના 70000થી વધુ એથ્લીટ્સ અને 15 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
ઇન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ભડકી ઊઠતા 150થી વધુનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘવાયા છે. BRI-1 લીગમાં બે ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. આ વખતે એક ટીમ હારી જતા તેના ફેન્સ અને ટેકેદારો મેદાન પર દોડી આવ્યા હતા અને તોફાનનું તાંડવ મચાવીને તોડફોડ કરી હતી. પરિણામે સ્ટેડિમને ભારે નુકસાન થયું હતું.
સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે. જ્યારે શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરતો જોવા મળે છે અને તેના જમણા ઘૂંટણમાં પટ્ટી જોવા મળે છે.
તમામ અટકળો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બુમરાહની બહાર થવાની માહિતી આપી છે.
