ક્રિકેટવિશ્વમાં આગવું સ્થાન ધરાવતી આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)માં મુંબઇ ઇંડિયન્સની માલિકી ધરાવતા દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે ફૂટબોલના મેદાનમાં ઉતરવા માટે સજ્જ થઇ રહ્યા છે. રિલાયન્સ જૂથના સર્વેસર્વા મુકેશ અંબાણી દુનિયાની પ્રસિદ્ધ ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપૂલ એએફસી ખરીદવાની સ્પર્ધામાં ઉતર્યા છે.
રમતગમત
Block: Site: Subtree Block
ધ પ્રાઇડવ્યુ ગૃપ દ્વારા ચોથી ચેરીટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મરચન્ટ ટેયલર્સ સ્કૂલ, નોર્થવુડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એશિયન બિઝનેસ સમુદાયની ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ૫ અોવરની મર્યાદીત મેચમાં જેડ ફાર્મસી ગૃપનો વિજય થયો હતો.
એક સમયનાં મહાન દોડવીર પી.ટી. ઉષાને ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઇઓએ)ના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય રમત પ્રશાસનમાં એક નવા યુગની શરૂઆત થઈ છે એમ કહી શકાય. તેઓ આ સંગઠનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા છે. 58 વર્ષીય ઉષાએ એશિયન ગેમ્સમાં બહુવિધ મેડલ જીત્યા હતા અને 1984 લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમમાં 400 મીટર હર્ડલ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પી.ટી. ઉષાને આ ટોચના હોદ્દા પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
આર્જેન્ટીનાએ 36 વર્ષ બાદ ફિફા વિશ્વકપ 4-2થી જીતી લીધો છે. આ સાથે આર્જેન્ટીના ત્રીજી વાર વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ફીફા વિશ્વ કપ 2022ની ફાઈનલનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ મારફત કરાયો હતો. નિયત સમય અને 30 મિનીટના એક્સ્ટ્રા ટાઇમ બાદ બન્ને ટીમ 3-3થી સમકક્ષ રહેતા પેનલ્ટી શૂટઆઉટ મારફત ફેંસલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફાઈનલમાં ફ્રાન્સના એમ્બાપેએ હેટ્રિક ગોલ ફટકારી ઈતિહાસ સર્જી દીધો હતો તો સામે મેસ્સીએ બે ગોલ કાર્ય હતા.
ઇંગ્લેન્ડના લેગ સ્પિનર રેહાન અહેમદે કરાચી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બીજા દાવમાં પાંચ વિકેટ મેળવીને વિક્રમ સર્જ્યો છે. રેહાન ટેસ્ટમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. તેણે ડેબ્યૂ ટેસ્ટમાં પ્રથમ દાવમાં બે અને બીજા દાવમાં પાંચ મળીને સાત વિકેટ ઝડપી હતી. રેહાન અહેમદે બીજા સેશનમાં બન્ને સેટ બેટ્સમેનને આઉટ કરીને ઈંગ્લેન્ડને સફળતા અપાવી હતી.
કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપના મુકાબલામાં આર્જેન્ટીના સામે ફ્રાન્સના પરાજય બાદ ફ્રાન્સના પેરિસ, લ્યોન અને નીસ સહિત ઘણા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા હોવાના અહેવાલો છે. અસંખ્ય સોશિયલ મીડિયા યૂઝર્સે વિવિધ પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યા છે જેમાં જાહેર સંપત્તિની તોડફોડ, પોલીસ કાર્યવાહી અને અફરાતફરીનો માહોલ જોવા મળે છે. એક યૂઝરે ટ્વિટ કર્યું હતું કે ફ્રાન્સના લ્યોનની સડકો પર તોફાનો ફાટી નીકળતાં જ લોકો પોતાની કારમાં ભાગવા લાગ્યા હતાં. વાસ્તવમાં આ ઘટના દુ:ખદ, ખોટી અને અસ્વીકાર્ય છે. લાગે છે કે દુનિયા પાગલ થઈ ગઈ છે. એક યૂઝરે લખ્યું છે કે વિશ્વ કપની ફાઇનલમાં રાષ્ટ્રીય ટીમની હાર બાદ ફ્રાન્સમાં હિંસક તોફાનો થયાં.
આઇપીએલ 2023ના મિની ઓકશનમાં ઇંગ્લેન્ડના સેમ કરને ઇતિહાસ રચ્યો છે. સેમ કરનને પંજાબ કિંગ્સે રૂ. 18.50 કરોડની માતબર રકમ આપીને ખરીદ્યો છે. આ સાથે જ સેમ કરન આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે કિંમતે વેચાનારો ક્રિકેટર બની ગયો છે. તેણે ક્રિસ મોરિસનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો કેમરોન ગ્રીન સેમ કરન બાદ બીજા નંબરે સૌથી વધારે રકમ ખર્ચીને ખરીદાયેલો ખેલાડી બન્યો છે. ગ્રીનને મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ 17.50 કરોડની રકમ ખર્ચીને પોતાની ટીમ સાથે જોડ્યો છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર અને સુકાની બેન સ્ટોક્સને ચેન્નઇ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હરાજીની શરૂઆતમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂક્સની પણ જોરદાર માગ જોવા મળી હતી. બ્રૂકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બિહારના રિક્ષા ડ્રાઈવરના પુત્ર અને પશ્ચિમ બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમતા ફાસ્ટ બોલર મુકેશ કુમારને આઈપીએલમાં જેકપોટ લાગ્યો છે.
બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને મંગળવારે સાન્ટોસના વિલા બેલમિરો સ્ટેડિયમમાં હજારો રમતપ્રેમીઓની હાજરીમાં લાગણીસભર અંતિમ વિદાય અપાઇ હતી. કોલોન કેન્સરથી પીડાતા પેલેનું 30 ડિસેમ્બરે સાઓ પાઉલોની હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું હતું. પેલેના પાર્થિવ દેહને સોમવારે સાઓ પાઉલોના સ્ટેડિયમ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકાયો હતો જ્યાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા.
કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતની સ્થિતિ સુધારા પર છે. દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ રિષભ પંતને હવે પગના લિગામેન્ટની ટ્રીટમેન્ટ માટે મુંબઇ ખસેડશે તેવા અહેવાલ છે.
