દુનિયાભરના સર્વશ્રેષ્ઠ 288 હોકી ખેલાડી ઓડિશાના બે શહેર ભુવનેશ્વર અને રાઉરકેલામાં પોતાનું કૌવત બતાવશે. શુક્રવાર - 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા 15મા હોકી વર્લ્ડ કપ દરમિયાન આ બંને શહેર 16 ટીમોની યજમાની કરશે. હોકી વર્લ્ડ કપ હોકીના 51 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બે શહેરોમાં આ ટૂર્નામેન્ટ યોજાશે. 29 જાન્યુઆરી સુધી ચાલનારા વર્લ્ડ કપની 44 મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈ પણ મુકાબલાની દુનિયાભરના ક્રિકેટચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આવા ચાહકો માટે આનંદના સમાચાર છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે 2023ના વર્ષ માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં વન-ડે એશિયા કપ પણ સામેલ છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વિમેન્સ ટી20 ઇમર્જિંગ એશિયા કપ, મેન્સ ઇમર્જિંગ 50 ઓવર એશિયા કપ તથા મેન્સ અંડર-19 એશિયા કપમાં પણ બંને પરંપરાગત હરીફ ટીમોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવી છે.
ગયા મહિને કાર અકસ્માતનો ભોગ બનેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની મુંબઇની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે અને તેના ઘૂંટણમાં સફળ સર્જરી કરાઇ છે.
રાજકોટના શાનદાર ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી શ્રેણીની ત્રીજી અને આખરી ટ્વેન્ટી20 મેચમાં ભારતે શ્રીલંકા પર શાનદાર વિજયની સાથે 2-1સીરિઝ પણ જીતી છે. સૂર્યકુમારની વિસ્ફોટક સદી (અણનમ 112) બાદ અર્શદીપ, હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક તેમજ ચહલે અસરકારક બોલિંગ પ્રદર્શન કરતાં ભારતે નિર્ણાયક ટી20માં 91 રને વિજય મેળવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની મહાન ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર બેલિન્ડા ક્લાર્કને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે અનોખી રીતે સન્માનિત કરાઇ છે. સ્ટેડિયમમાં વોક ઓફ ઓનરમાં બેલિન્ડાના બ્રોન્ઝ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું.
સુનિલ શેટ્ટીની અભિનેત્રી પુત્રી આથિયા અને યુવા ક્રિકેટર કે.એલ. રાહુલ 23 જાન્યુઆરીએ લગ્નબંધને બંધાઇ રહ્યા હોવાના અહેવાલ છે. બન્નેમાંથી કોઇ પણ પરિવારે તો આ અંગેની કોઇ પણ વિગતો જહેર કરી નથી, પરંતુ ક્યારે કયા પ્રસંગો છે તથા તેમાં કોને કોને આમંત્રણ છે તેની વિગતો ફરતી થઈ છે.
ભારતના યજમાનપદે ઓડિસાના રૂરકેલા અને ભુવનેશ્વરમાં 13 જાન્યુઆરીથી એફઆઇએચ મેન્સ હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થઇ ગયો છે. આ સાથે જ સતત બીજી વખત વર્લ્ડ કપની યજમાની કરનાર ભારત બીજો દેશ બની ગયો છે.
યુવા ઓપનર પૃથ્વી શોનું શાનદાર તથા આક્રમક ફોર્મ જારી રાખતાં નવો વિક્રમ સર્જ્યો છે. આસામ સામેની રણજી ટ્રોફી મેચમાં તેણે 383બોલમાં 379 રન ફટકાર્યા છે. છેલ્લા કેટલાક સમયથી પસંદગી સમિતિની અવગણનાનો ભોગ બની રહેલા પૃથ્વીએ તેની ઇનિંગ દરમિયાન 49 બાઉન્ડ્રી તથા 6 સિક્સર ફટકારી હતી અને તેણે કેટલાક રેકોર્ડ પણ બ્રેક કર્યા હતા.
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકન ટીમને કચડી નાખી હતી. ભારતે આ મેચ 317 રનની વિક્રમી સરસાઇથી જીતી હતી. સાથે સાથે સિરીઝ પણ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. રવિવારની મેચ અવિસ્મરણીય બની ગઇ છે કેમ કે ભારતે આ વિજય સાથે વન-ડે ઈતિહાસનો સૌથી મોટો વિજય પ્રાપ્ત કરી લીધો છે.
સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ટીમ ઇંડિયાનો વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ લગ્નબંધને બંધાયા છે. સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ ખાતે શાનદાર મેરેજ ફંકશન યોજાયું હતું. કહેવાય છે કે સોમવારે યોજાયેલા આ લગ્નસમારોહમાં પરિવારના સભ્યો અને બંનેનું ફ્રેન્ડ સર્કલ જ સામેલ થયું હતું. લગ્નપ્રસંગે ફક્ત 100 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આવનાર મહેમાનોના ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ લદાયો હતો. આથિયા અને રાહુલ તેમના લગ્ન સમારંભને લો-પ્રોફાઇલ રાખવા માંગતા હોવાથી મીડિયાને ઈવેન્ટથી દૂર રાખવામાં આવ્યું હતું.
