ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી છે. આ વિજયની સાથે જ ટીમ ઇન્ડિયાએ ચાર મેચની સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવીને સુનિશ્ચિત કર્યુ છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હવે ભારત પાસે જ રહેશે.
રમતગમત
Block: Site: Subtree Block
બોર્ડર ગાવસ્કર સીરિઝની પ્રારંભિક બે ટેસ્ટ માત્ર અઢી - અઢી દિવસમાં ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. ભલે કેપ્ટન પેટ કમિન્સે હારની જવાબદારી સ્વીકારી છે પરંતુ જે ઓસ્ટ્રેલિયન મીડિયા અગાઉ ભારત પર બોલ ટેમ્પરિંગ, ઈચ્છા અનુસારની પિચ તૈયાર કરવાના કે સ્થાનિક પરિસ્થિતિનો દુરુપયોગ કરવા જેવા આરોપ લગાવતું હતું તે હવે પોતાની ટીમની જ ટીકા કરી રહ્યું છે.
ક્રિકેટજગતની સૌથી સફળ આઇપીએલ (ઇંડિયન પ્રીમિયર લીગ)ની શાનદાર સફળતાના પગલે હવે ચોથી માર્ચથી વિમેન આઇપીએલનો પ્રારંભ થઇ રહ્યો છે. કુલ પાંચ ટીમ - ગુજરાત જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન, દિલ્હી કેપિટલ વિમેન, યુપી વોરિયર્સ અને મુંબઇ ઇંડિયન વિમેન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઇના ડી.વાય પાટિલ સ્ટેડિયમમાં વિમેન આઇપીએલ ટ્રોફી માટે જંગ ખેલાશે. આ ક્રિકેટ લીગ ખેલાડીઓના ઓક્શન સાથે જ અખબારોમાં છવાઇ ગઇ છે. પ્રથમ વાર યોજાઈ રહેલી મહિલા આઈપીએલ માટે 13 ફેબ્રુઆરીએ થયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)એ સૌથી વધુ રૂ. 3.40 કરોડ ચૂકવીને સ્મૃતિ મંધાનાને ખરીદી છે. આ તોતિંગ આંકડો જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનરનું મહત્ત્વ દર્શાવે છે.
સાઉથ આફ્રિકામાં યોજાયેલા ટી-20 વિમેન્સ વર્લ્ડ કપમાં એક અમ્પાયરે પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શ્રીલંકા-આફ્રિકા મેચમાં ઈંગ્લેન્ડની એના હેરિસે ફિલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવી ઈતિહાસ રચ્યો. માત્ર 24 વર્ષ 118 દિવસની એના મેજર આઇસીસી ઈવેન્ટ (પુરુષ-મહિલા બંને)માં અમ્પાયરિંગ કરનાર બીજી સૌથી યુવા બની છે. રેકોર્ડ સાઉથ આફ્રિકાની લોરેન એગેમબેગના નામે છે, જેણે માત્ર 23 વર્ષની વયે ટી-20 વર્લ્ડ કપમાં અમ્પાયરિંગ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરની 15 વર્ષીય તીરંદાજ શીતલ દેવીના એક પણ હાથ નથી, પરંતુ હાથના અભાવે તેની જિંદગી અટકી નથી પડી. શીતલે કહે છે કે ‘ભગવાને મને બમણો આત્મવિશ્વાસ અને મહેનત કરવાની તાકાત આપી છે. આ દમ પર પેરાલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતવો છે.’
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી હાઈ પ્રોફાઈલ એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ઓવરકોન્ફિડન્સ નડી ગયો છે. અતિ રોમાંચક બનેલી ત્રીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડે માત્ર ત્રણ જ દિવસમાં ઓસ્ટ્રેલિયાને કચડીને વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટની સિરીઝમાં ૨-૧ની સરસાઇ મેળવી છે.
ઇંગ્લેન્ડનો ઝડપી બોલર એન્ડરસન ઓસ્ટ્રેલિયા સામે રમાતી એશિઝ ક્રિકેટ શ્રેણીની ચોથી ટેસ્ટમાં રમી શકશે નહીં. બન્ને ટીમો વચ્ચે આવતા ગુરુવારથી ટ્રેન્ટબ્રીજમાં મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટોનો રેકોર્ડ ધરાવતા એન્ડરસનને પાંસળીની બાજુના ભાગમાં ઇજા થતાં તેને ગુરુવારે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન મેદાન છોડવાની ફરડ પડી હતી.
વર્ષ ૨૦૨૨ની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની યજમાની ચીનના બૈજિંગ શહેરે મેળવી છે. આ રીતે બૈજિંગે સમર ગેમ્સ અને વિન્ટર ગેમ્સની યજમાનીના અધિકાર મેળવનાર પ્રથમ શહેર તરીકે ઇતિહાસ રચ્યો છે.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જ્હોન્સને ત્રીજી એશિઝ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડના જોની બેરિસ્ટોની વિકેટ ઝડપવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવનાર તે ઓસ્ટ્રેલિયાનો પાંચમો બોલર બન્યો છે.
વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.
