સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્લાઇવ રાઇસે મંગળવારે અંતિ મશ્વાસ લીધા હતા. ૬૬ વર્ષના ક્લાઇવ રાઇસ બ્રેઇન ટ્યૂમરથી પીડાતા હતા. ચાર મહિના પૂર્વે જ બેંગલૂરુમાં તેમની રોબોટિક રેડિએશન ટ્રિટમેન્ટ થઈ હતી.
રમતગમત
Block: Site: Subtree Block
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ૨૯ સપ્ટેમ્બરથી ભારત પ્રવાસનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાશે.
ભારતના ટોચના ગોલ્ફરની યાદીમાં સ્થાન ધરાવનાર અનિબાર્ન લાહિડીએ વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. લાહિડી આ સપ્તાહ ખૂબ જ મહત્ત્વનું પૂરવાર થયું છે. લાહિડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-૫૦માં પહોંચવાની સાથે સાથે યુરોપીય રેસ ટુ દુબઈમાં પણ ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ઓમેગા યુરોપીય માસ્ટર્સમાં લાહિડીએ ૭.૬૮ પોઇન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું અને તેના જોરે વર્લ્ડ ટોપ-૫૦માં પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.
અંડર-૧૯ મહિલા ટી૨૦ વિશ્વ કપની ફાઇનલમાં ભારતે રવિવારે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી દીધું હતું અને તે સાથે જ આઈસીસીએ વિમેન્સ અંડર-૧૯ ટી૨૦ વિશ્વ કપ જીતી લીધો હતો. ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતી ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું અને ઈંગ્લિશ ટીમને ફક્ત ૧૭.૧ ઓવરમાં ૬૮ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં ભારતીય ટીમે ૧૪ ઓવરમાં ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને વિજયનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
ભારતની ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝાનું છેલ્લી ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું બ્રાઝિલની જોડી લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસે રગદોળી નાખ્યું હતું. 36 વર્ષની સાનિયા અને 42 વર્ષીય રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલના લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગયાં હતાં. લુઇસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે.
શ્રીલંકાનો અનુભવી ઓપનિંગ બેટ્સમેન તિલકરત્ને દિલશાને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ૧૧મો બેટ્સમેન બન્યો છે. દિલશાને પાકિસ્તાન સામેની પાંચમી તથા અંતિમ વન-ડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૦ હજાર રન પૂરા કરવા માટે દિલશાનને વધુ ૫૫ રનની જરૂર હતી. તે ૬૩ રન બનાવીને આઉટ થયો હતો અને આ રીતે તેના નામે ૧૦,૦૦૮ રન નોંધાયા છે. તેણે વન-ડેમાં ૨૨ સદી તથા ૪૫ અડધી સદી ફટકારી છે. તેની સરારેશ ૩૯.૭૧ની છે અને તેણે ભારત સામે સર્વાધિક ૨૨૫૫ રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામે ૧૯૯૯માં બુલાવાયો ખાતે પોતાની વન-ડે ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર દિલશાન આ સિદ્ધિ મેળવનાર શ્રીલંકાનો ચોથો બેટ્સમેન છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ભલે પૂર્વ પેસ બોલર એસ. શ્રીસંત અને અંકિત ચવ્હાણને આઈપીએલ ૨૦૧૩ સ્પોટફિક્સિંગના આરોપમાંથી દોષમુક્ત કર્યા હોય, પણ આ બન્ને ખેલાડી પરના આજીવન પ્રતિબંધ પર ફેરવિચારણા નહીં કરાય.
ભારતની મહિલા દોડવીર દુતીચંદ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. હાઈપર એન્ડ્રોજેનિમની શિકાર દોડવીર દુતીચંદ પર પુરુષ હોવાનો આરોપ મૂકાયો હતો. જોકે હવે પ્રતિબંધ દૂર થતાં તે ફરીથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા માટે વિશેષ હતી. પૂજારાની ક્રિકેટ કારકિર્દીની આ 100મી ટેસ્ટના પ્રારંભે કેપ્ટન રોહિત શર્મા અને ટીમે મેદાનમાં ઊભા રહીને તેને તાળીઓ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિશેષ મોમેન્ટો દ્વારા પૂજારાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ચેતેશ્વરના પિતા અરવિંદ પૂજારા અને પત્ની પૂજા હાજર રહ્યા હતા. ગાવસ્કરે 100મી ટેસ્ટ અંગે પૂજારાને વિશેષ કેપ આપી હતી. 100મી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરવાની સાથે પૂજારાએ અઝહરુદ્દીન (99)નો રેકોર્ડ બ્રેક કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાના નામે સાત હજાર કરતાં વધારે રન તથા 19 સદી નોંધાયેલી છે.
ક્રિકેટની પારંપરિક શૈલી ગણાતા ટેસ્ટ ક્રિકેટમાં રવિવારે ત્રણ ગુજરાતી ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો, ગુજરાતની સ્પિનર જોડી રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જ્યારે રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
