રમતગમત

No

Block: Site: Subtree Block

    સચિન તેંડુલકરના પુત્ર અર્જુન

    ટીમ ઇન્ડિયાના પૂર્વ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના પુત્ર અને 23 વર્ષના ડાબોડી બોલર અર્જુન તેંડુલકરે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ છે. અર્જુનને રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો હતો.

    ૧૪ વર્ષના ભારતીય ગોલ્ફર રણવીર

    ભારતના ૧૪ વર્ષના ગોલ્ફર રણવીર સિંહ સૈનીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં જીએફ ગોલ્ફ લેવલ-૨ ઓલ્ટરનેટ શોટ ટીમ પ્લેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયેલી આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર સૈની પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

    વર્લ્ડ સ્વિમિંગઃ લેડેસ્કીએ વ

    અમેરિકન સ્વિમિંગ સ્ટાર કેટી લેડેસ્કીએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિમેન્સ ૧૫૦૦ મીટર ફ્રિસ્ટાઇલ ઈવેન્ટમાં પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. લેડેસ્કીએ ૧૫ મિનિટ અને ૨૫.૪૮ સેકન્ડમાં રેસ પૂરી કરતાં ગોલ્ડ જીત્યો હતો.

    રિયો ઓલિમ્પિક્સ ૨૦૧૬ઃ કાઉન્ટ

    બ્રાઝિલના રિયો ડી જેનેરોમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આવતા વર્ષે ૫ થી ૨૧ ઓગસ્ટ દરમિયાન રમતોના મહાકુંભનો પ્રારંભ થશે. ઓલિમ્પિક્સ-૨૦૧૬માં કુલ ૨૮ રમતની ૩૦૬ ઇવેન્ટ ખેલાશે.

    કરાચીમાં ક્રિકેટર વસીમ અકરમ ક

    પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમનો કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ કરેલા ગોળીબારમાં આબાદ બચાવ થયો છે. કરાચીમાં આ ઘટના બની હતી. અકરમ કારમાં બેસીને નેશનલ સ્ટેડિયમ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના સર્જાઈ છે.

    ચેન્નઇ જ સુપરકિંગઃ છેલ્લા બોલ

    વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રમાયેલી આઇપીએલ સિઝન 16ની ફાઇનલ જીતીને ચેન્નઇ સુપરકિંગ્સે રેકોર્ડ પાંચમી વખત ટાઇટલ કબજે કર્યું છે. સોમવારે વરસાદના અવરોધ વચ્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક ફાઇનલ રમાઇ હતી. ગુજરાતની ટીમ વિરુદ્ધ ચેન્નઈના ગુજરાતી બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં જીત માટે જરૂરી 10 રન સામે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને ચેન્નઇને પાંચ વિકેટે યાદગાર જીત અપાવી હતી.

    વોશિંગ્ટન ઓપનઃ એન્ડી મરે અપસે

    બ્રિટનના ટોપ સિડેડ એન્ડી મરે યુએસ ઓપનની તૈયારી માટે પહેલી હાર્ડ કોર્ટ મેચમાં જ અપસેટનો ભોગ બન્યો હતો. એટીપી અને ડબલ્યૂટીએ વોશિંગ્ટન ઓપનમાં તેને રશિયાના તેમુરાજ ગાબાસ્વેલીએ પરાજય આપ્યો હતો.

    છાતી, ખભા, પેટ નીચે સ્પર્શ, પોતા...

    ભાજપ સાંસદ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ બ્રિજભુષણ શરણસિંહ સામે મહિલા પહેલવાનોને ફરિયાદમાં ગંભીર આરોપો લગાવ્યા છે. જેમાં ખોટા ઇરાદાથી સ્પર્શ કરવો, ખભા દબાવવા અને મદદ કરવાના બદલામાં શારીરિક સંબંધોની માગણી સહિતની બાબતોનો સમાવેશ થાય છે. બીજી તરફ, બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક શનિવારે રાત્રે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. અમિત શાહે આ કેસમાં કસૂરવાર સામે પગલાંની ખાતરી આપી હોવાનું મનાય છે.

    60 મિલિયન ડોલરના ખર્ચે લોર્ડ્સ

    ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 32,180 થઈ જશે. તેના રિનોવેશન પર 60 મિલિયન ડોલર (અંદાજે 615 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે તેવી ધારણા છે.