રવિવારે દિલ્હીમાં પૂર્ણ થયેલી વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતની નિખત ઝરીન અને લવલીના બોરગોહેને પોત-પોતાની વજન વર્ગ કેટેગરીમાં ગોલ્ડ જીત્યા છે.
રમતગમત
Block: Site: Subtree Block
ટ્વેન્ટી20 ફોર્મેટના નંબર-1 બેટ્સમેન ભારતના સૂર્યકુમાર યાદવના નામે વન-ડે ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
ભારતની ભૂમિ પર ચાલુ વર્ષે યોજાનારો આઇસીસી વન-ડે વર્લ્ડ કપ આગામી પાંચમી ઓક્ટોબરથી શરૂ થશે અને 19 નવેમ્બરે અમદાવાદમાં તેની ફાઈનલ રમાશે તેવો દાવો મીડિયા રિપોર્ટમાં કરાયો છે. અમદાવાદ સહિત દેશના 11 શહેરોમાં વન-ડે વર્લ્ડ કપના કુલ 11 મુકાબલા ખેલાશે.
શ્રીલંકા સામે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમવા માટે ભારતીય ટીમ મંગળવારે કોલંબો પહોંચી છે. ભારતીય ટીમના પ્રસ્થાન અગાઉ ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકાની પીચને જોતાં સફળતા મેળવવા માટે ટીમમાં ત્રણ સ્પિનરોને ટીમમાં સમાવવાનો સંકેત આપ્યો હતો. ટીમ ઇંડિયા શ્રીલંકાની ધરતી પર છેલ્લા ૨૨ વર્ષમાં એક પણ ટેસ્ટ સીરિઝ જીતી નથી. આમ જો તે શ્રેણીવિજય મેળવશે તો ઇતિહાસ રચશે.
ભારતીય તીરંદાજ રજત ચૌહાણનો વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશીપમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધાની ફાઇનલમાં ભલે પરાજય થયો હોય, પણ તે દેશ માટે ઐતિહાસિક સિલ્વર જીતવામાં સફળ રહ્યો હતો. શનિવારે આ સિદ્ધિ હાંસલ કરવા સાથે જ રજત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વ્યક્તિગત મેડલ જીતનારો પ્રથમ ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજ બન્યો છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)એ પોતાના સીઈઓ હારુન લોગાર્ટનો કાર્યકાળ આગામી ૨૧ જુલાઈ, ૨૦૧૯ સુધી વધાર્યો છે.
ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલી વચ્ચેના વિવાદનો અંત આવે તેવું નથી લાગી રહ્યું. તાજેતરમાં બેંગ્લોર અને દિલ્હી વચ્ચે રમાયેલી આઇપીએલની મેચ બાદ બંને એકબીજા સામે થયા ત્યારે વાતાવરણ તનાવભર્યું થયું હોવાનો સંકેત મળ્યો હતો. હવે કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ગાંગુલીને અનફોલો કરીને વિવાદને આમંત્રણ આપ્યું છે. દિલ્હી સામેના મુકાબલા બાદ કોહલીએ આ પગલું ભર્યું હતું.
ભારતના એક સમયના માસ્ટરબ્લાસ્ટર બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીને આઇપીએલ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન ગણાવતા કહ્યું છે કે - ધોની જેવો કેપ્ટન ક્યારેય મળ્યો નથી. અને આગળ ક્યારેય નહીં મળે.
સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલે રવિવારે ઇટાલીના ફેબિયો ફોગનિનીને ૭-૫, ૭-૫થી સીધા સેટમાં હરાવીને હેમ્બર્ગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. આ સાથે જ નાદાલે કારકિર્દીનું ૬૭મું તથા ક્લે કોર્ટ પર ૪૭મું ટાઇટલ જીત્યું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 15મા સફળ વર્ષમાં પ્રવેશી છે પરંતુ, જેન્ટલમેન્સ ગેમ તરીકે ઓળખાયેલી ક્રિકેટની રમત પર તેની અસરો વિશે વિરોધાભાસી મંતવ્યો છે. જોકે, બેન સ્ટોક્સની ટેસ્ટ સ્ક્વોડ આજે તેજીલા તોખાર જેવી છે તેનું કારણ પણ IPL જ છે.
