રમતગમત

No

Block: Site: Subtree Block

    ઈન્ડો–નેપાળ કરાટે ચેમ્પિયનશિ...

    નેપાળના પાટનગર કાઠમંડુમાં યોજાયેલી ઈન્ડો–નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ સહિત કુલ 31 મેડલ જીતીને ગુજરાતના ખેલાડીઓ છવાઇ ગયા હતા. આ સ્પર્ધામાં ભારત અને નેપાળના 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 

    60 મિલિયન ડોલરના ખર્ચે લોર્ડ્સ

    ક્રિકેટના કાશી તરીકે ઓળખાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડનાં રિનોવેશન માટે આખરે સહમતિ સધાઈ છે. યોજના અંતર્ગત એક હજાર બેઠકો ઉમેરાશે. જેના કારણે ઈંગ્લેન્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 32,180 થઈ જશે. તેના રિનોવેશન પર 60 મિલિયન ડોલર (અંદાજે 615 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે તેવી ધારણા છે.

    ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ

    પાંચ વખતનું વન-ડે વર્લ્ડ ચેમ્પિયન, 2021નું ટી-20 વર્લ્ડ ચેમ્પિયન હવે ટેસ્ટમાં પણ વિશ્વ વિજેતા બન્યું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઈનલમાં આઈસીસી રેન્કિંગની નંબર-2 ટીમ ઓસ્ટ્રેલિયા સામે નંબર-1 ભારતે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટનાં બાદશાહ ગણાતા ભારતને 209 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ સતત બીજી વાર ડબ્લ્યૂટીસીની ફાઈનલ ગુમાવી છે.

    બ્રિજભૂષણ કેસઃ પોલીસે મહિલા પ

    ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહ સામે યૌનશોષણનો કેસ કરનાર મહિલા પહેલવાનો પાસેથી દિલ્હી પોલીસે આરોપોના સમર્થનમાં ફોટા-વીડિયો તેમજ વોટસએપ ચેટિંગનાં પુરાવા માંગ્યા છે.

    ક્લાર્કે નિવૃત્તિ જાહેર કરીઃ

    એશિઝ સીરિઝમાં કારમા પરાજયના ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઓવલમાં ૨૦ ઓગસ્ટથી રમાનારી સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ તેની આંતરરાષ્ટ્રીય કેરિયરની છેલ્લી મેચ હશે. કેપ્ટન ક્લાર્કે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓ પણ સીરિઝ બાદ નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. સંભવ છે કે આગામી એશિઝમાં અત્યારની ટીમમાંથી અડધોઅડધ ખેલાડીઓ જોવા નહીં મળે. ટીમમાં વોટસન, જ્હોન્સન, બ્રેડ હેડીન જેવા ખેલાડીઓનું આગામી એશિઝ ટીમમાં પરત ફરવું લગભગ અશક્ય છે.

    ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા પાસેથ...

    ઇંગ્લેન્ડે મહેમાન ઓસ્ટ્રેલિયાને ચોથી એશિઝ ટેસ્ટમાં ત્રીજા જ દિવસે ઇનિંગ્સના અંતરથી કારમો પરાજય આપીને ૩-૧થી સીરિઝ કબ્જે કરી છે. આમ હવે ૨૦ ઓગસ્ટથી ઓવલમાં રમાનારી પાંચમી ટેસ્ટ ઔપચારિક બની રહેશે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એશિઝ સીરિઝમાં ૫-૦થી ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરતાં ઇંગ્લિશ ક્રિકેટચાહકો એટલા નારાજ થયા હતા કે તેઓ ટીમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયાના આ હાલ છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ મેચમાં જ મેન ઓફ ધ મેચ બનેલા જ્યોર્જ વર્કરના આક્રમક ૬૨ રન બાદ બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડે અહીં રમાયેલી એકમાત્ર ટી૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને ૮૦ રનથી હાર આપી હતી.

    યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપઃ ફ

    પ્રતિબંધના કારણે વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ નહીં લઇ શકેલા સ્વિમિંગ સ્ટાર માઇકલ ફેલપ્સે યુએસ સ્વિમિંગ ચેમ્પિયનશિપની ૧૦૦ મીટર બટરફ્લાય ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે.

    દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને સ્થાનિક ગ્રાઉન્ડ્સ પર લાવવાની ખાતરી આપે છે. સ્થાનિક ક્રિકેટ ક્લબ્સ અને કોમ્યુનિટીઓનો સાથ મેળવી BCC ખેલાડીઓ અને રમતના ચાહકો માટે ક્રિકેટના અનુભવમાં ક્રાંતિ લાવવા ઈચ્છે છે. આ માટેની હરાજી 30 જૂને પૂર્ણ થવા સાથે 9 ટીમ મેદાનમાં ઉતરશે.