બે વખતનું ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ આઇસીસી વન ડે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર ખરાખરીની સ્પર્ધામાં જોવા નહીં મળે. છેલ્લા કેટલાક સમયથી વિન્ડિઝના ક્રિકેટનું સ્તર કથળ્યું છે અને આઇસીસી ક્વોલિફાયર્સના સુપર સિક્સમાં સ્કોટલેન્ડ સામેની મેચ હારતાં તેઓનું વર્લ્ડ કપમાં ભાગ લેવાનું સ્વમ રોળાઈ ગયું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતની યજમાનીમાં 10 ટીમો વચ્ચે પાંચમી ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી આઇસીસી વન-ડે વર્લ્ડ કપ રમાશે. ઓપનિંગ મેચ અમદાવાદમાં 2019ના વર્લ્ડ કપની ફાઇનાલિસ્ટ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત આઠમી ઓક્ટોબરે ચેન્નઇમાં ઓસ્ટ્રેલિયા સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં બહુપ્રતિષ્ઠિત મહામુકાબલો રમાશે.
ભારતના ઓલિમ્પિયન તથા ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાએ એક મહિના સુધી ટ્રેક એન્ડ ફિલ્ડથી દૂર રહ્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું છે. લુસાને ડાયમંડ લીગમાં પોતાના ગોલ્ડન આર્મનો જાદુ જારી રાખીને 89.66 મીટરના બેસ્ટ થ્રો સાથે વધુ એક વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નીરજે પાંચમા પ્રયાસમાં આ બેસ્ટ થ્રો હાંસલ કર્યો હતો. ચાલુ વર્ષે આ તેનો બીજો અને કુલ આઠમો ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ છે. આ પહેલાં પણ તેણે દોહા ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો હતો.
ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના મેમ્બર ઉન્મેષ દેસાઈ, લંડન બરો ઓફ બાર્કિંગ એન્ડ ડેગનહામ કાઉન્સિલના લીડર ડેરેન રોડવેલ સહિતના માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ ટીમના સભ્યોની ગ્રાન્ડ પરેડ સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો જેમાં ખેલાડીઓ અને દર્શકોએ ક્રિકેટની ભાવનાને અનુરૂપ રમતની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના નોર્થવૂડમાં મર્ચન્ટ ટેઈલર સ્કૂલ ખાતે 18 જુલાઈના ઈવેન્ટ દ્વારા દીર્ઘકાલીન ચેરિટી પાર્ટનર વન કાઈન્ડ એક્ટ ઉપરાંત, પ્રથમ વખત લેન્ડએઈડ (LandAid)ને પણ સપોર્ટ કરાયો હતો. પ્રાઈડવ્યૂ ગ્રૂપ યુકે અને વિશ્વમાં વિવિધ ચેરીટીઝને સપોર્ટ કરે છે. આ વર્ષના ફંડ સાથે પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધી વન કાઈન્ડ એક્ટ માટે 200,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારીને બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આખરે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે. છ ટીમને એ અને બી ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ મેચના અંતે ટોચની બે- બે ટીમ સુપર ફોરમાં પ્રવેશી અન્ય ત્રણ ટીમો સામે 1-1 મેચ રમશે. જેમાં ટોપની બે ટીમ ફાઇનલમાં રમશે.
સમગ્ર વિશ્વમાં ક્રિકેટજ્વર ફેલાઈ રહ્યો છે ત્યારે અમેરિકા પણ શા માટે બાકાત રહે? એક સમયે અમેરિકામાં બેઝબોલ કરતાં પણ વધુ લોકપ્રિય રહેલી ક્રિકેટની રમતનો જાદુ નવેસરથી સર્જવા નોર્થ અમેરિકામાં એક બિલિયન ડોલરનો જુગાર ખેલાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના જેસન રોય, ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ અને અફઘાનિસ્તાનના રશિદ ખાન સહિતના સ્ટાર ક્રિકેટર્સને મેજર લીગ ક્રિકેટ (MLC)ની ઉદ્ઘાટનીય સીઝન માટે માતબર રકમો આપી નોર્થ કેરોલીનાના મોરિસવિલે ટાઉનમાં બોલાવાયા હતા. માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ સત્યા નાડેલા સહિત મુખ્યત્વે સાઉથ એશિયન મૂળના ઈન્વેસ્ટર્સના જૂથના બ્રેઈનચાઈલ્ડ MLC દ્વારા વિશ્વભરમાં પ્રખ્યાત અને લોકપ્રિય15 બિલિયન ડોલરની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તરાહ પર યુએસના શહેરો અને રાજ્યોના નામ સાથેની છ ટીમની ટુર્નામેન્ટનું આયોજન કરાઈ રહ્યું છે.
એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 49 રને હરાવ્યું છે.
ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ રમાયાના 128 વર્ષ બાદ રમતના મહાકુંભમાં ફરી એક વાર ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે.
