રમતગમત

No

Block: Site: Subtree Block

    સાનિયા મિર્ઝાને પ્રતિષ્ઠિત ર

    ભારતમાં રમતગમત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ આ વર્ષે મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને એનાયત થશે. જ્યારે ક્રિકેટર રોહિત શર્મા અને શૂટર જીતુ રાય સહિત ૧૭ ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિન ૨૯ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે એનાયત થશે.

    પંકજ અડવાણી વર્લ્ડ સિક્સ-રેડ સ...

    બિલિયર્ડસ-સ્નૂકરની રમતમાં ઇંડિયા’સ ગોલ્ડન બોય તરીકે ઓળખાતા પંકજ અડવાણીએ મંગળવારે વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આઇબીએસએફ વર્લ્ડ સિક્સ-રેડ સ્નૂકરમાં તેનું બીજું વર્લ્ડ ટાઇટલ છે, જ્યારે કારકિર્દીનું ૧૩મું વર્લ્ડ ટાઇટલ છે. કરાચીમાં રમાયેલી ફાઇનલમાં પંકજ અડવાણીએ ભારે રસાકસી બાદ ૬-૨થી ચીનના યાન બિંગતાઓને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી.

    માહિકા ગૌરઃ 12 વર્ષની વયે યુએઇમ

    17 વર્ષીય ડાબોડી ઝડપી બોલર માહિકા ગૌરને 31ઓગસ્ટથી શરૂ થયેલી શ્રીલંકા વિરુદ્ધની સીરિઝ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી છે. જોકે માહિકાની રમતનો પ્રારંભ યુએઈથી થયો હતો. તેણે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ યુએઈ માટે ઈન્ડોનેશિયા વિરુદ્ધ રમી હતી. એ પણ માત્ર 12 વર્ષની વયે.

    ભારતના જમણેરી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે માત્ર 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ પુરી કરવાના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.

    ટીમ ઇંડિયા આઠમી વખત એશિયા કપ ચ

    ભારતે એશિયા કપની એકતરફી બનેલી ફાઇનલમાં શ્રીલંકાને કારમો પરાજય આપીને આઠમી વખત એશિયા કપ ટાઇટલ કબજે કર્યું છે. સિરાજે ઝંઝાવાતી બોલિંગને સહારે એક જ ઓવરમાં ચાર વિકેટ ઝડપવા સહિત કુલ 21 રનમાં છ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરીને તરખાટ મચાવ્યો હતો.

    ભારતના ઘાતકી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે શ્રીલંકા સામેની એશિયા કપની ફાઈનલમાં યાદગાર પ્રદર્શન કર્યું હતું. સિરાજે મેચમાં જીત બાદ તેને ભેટ મળેલી પ્રાઇસ મની 5 હજાર ડોલરની ઈનામી ૨કમ શ્રીલંકાના ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી હતી.

    ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં

    ડિફેન્ડિંગ વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આગામી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રવિવારે જાહેર થયેલી ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓપનર જેસન રોયને પડતો મુકાયો છે.

    એશિયનોને સ્પોર્ટ્સમાં વધુ સક્રિય બનાવવા એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સ્ટ્રેટેજી

    એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને લંડનના સિટી હોલમાં 2023ની 18 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ રણનીતિ ઈંગ્લેન્ડમાં વસતી એશિયન કોમ્યુનિઓનું આરોગ્ય સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે. આ લોન્ચિંગમાં રમતો માટેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સ્ટુઅર્ટ એન્ડ્ર્યુ MP, સ્પોર્ટ ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ હોલિંગ્સવર્થ અને કોચ એન્નીઝેડ ફાઉન્ડેશનના સ્થાપક એન્ની ઝૈદી ઉપસ્થિત રહ્યાં હતાં.

    વર્લ્ડ કપમાં સૌથી અનુભવી કેપ્

    આઇસીસી વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે તમામ ટીમો ભારત પહોંચી ગઇ છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લઇ રહી છે. તેમાંથી 8 દેશના કેપ્ટન પહેલીવાર વર્લ્ડ કપમાં ટીમનું સુકાન સંભાળશે. 2019થી 2023 દરમિયાન વર્લ્ડ ક્રિકેટમાં ઘણું બધું બદલાયું છે.