પ્લેયર ઓફ ધ મેચ બનેલા ફઝલહક ફારુકીએ 34 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓમરઝાઇ અને શાહિદીએ ત્રીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપના 30મા મુકાબલામાં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતીય પેરા એશિયન ખેલાડીઓએ શનિવારે ઈતિહાસ રચ્યો છે. ભારતે કુલ 111 મેડલ્સ જીત્યા છે. એવોર્ડ વિજેતાઓમાં નવ એવોર્ડ ગુજરાતના નવ ખેલાડી જીત્યા છે.
‘મને વિશ્વાસ ન હતો કે એક દિવસ મારા પગ મને ઓળખ આપશે’ આ વિશ્વાસ જમ્મુ-કાશ્મીરની પેરા એથ્લીટ શીતલ દેવીનો છે. શીતલે તાજેતરમાં એશિયન પેરા ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. 16 વર્ષીય તીરંદાજ ફોકોમેલિયાથી પીડિત છે. આ એક દુર્લભ જન્મજાત બીમારી છે, જે અંગોના વિકાસને અટકાવે છે.
સાઉદી અરેબિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટની સર્વાધિક નફો કરતી ઇવેન્ટ એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરનો હિસ્સો ખરીદવા રસ દાખવ્યો છે. અહેવાલ અનુસાર, આઇપીએલને 30 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવતી હોલ્ડિંગ કંપનીમાં રૂપાંતરિત કરવા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ ભારત સરકારના અધિકારીઓને સૂચવ્યું છે. સાથે સાથે જ કહ્યું છે કે આમ થયા બાદ સાઉદી આઇપીએલમાં નોંધપાત્ર હિસ્સો ખરીદી શકે છે.
ટીમ ઈન્ડિયાનું ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૂટી ગયું. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ફાઈનલ છ વિકેટે જીતીને છઠ્ઠી વખત ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને દાવ આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 241 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
વર્લ્ડ કપમાં સતત 10 વિજય મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર મનાતી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય થયો હતો. આખા વર્લ્ડ કપમાં ચેમ્પિયનના અંદાજમાં રમનારી ભારતની ટીમ ફાઈનલમાં મળેલી આંચકાજનક હાર બાદ ભારે હતાશ જોવા મળી હતી.
જો તમે વર્લ્ડ કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર વિશે વિચારતા હોવ તો, છેલ્લી દસ મેચના તેમના રેકોર્ડ પર પણ નજર કરો. આપણી ટીમે ટૂર્નામેન્ટમાં ઉત્તમ દેખાવ કર્યો છે. સૌથી વધુ રન કરનારા પહેલા બે બેટ્સમેન વિરાટ કોહલી - રોહિત શર્મા છે. સૌથી વધુ વિકેટ લેનારામાં શમી ટોચે છે. વિકેટ કિપિંગમાં કે.એલ. રાહુલનું નામ ટોપ-2માં છે...
આઈસીસીએ વર્લ્ડ કપમાં રમેલી તમામ ટીમોના ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે અને તેમાં રોહિત શર્માને સુકાની બનાવવા ઉપરાંત છ અન્ય ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
આજથી યજમાન ઇંગ્લેન્ડ અને મહેમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકનું લક્ષ્ય મેચમાં વિજય સાથે સીરિઝ ૪-૧થી જીતીને ઇતિહાસ રચવાનું હશે જ્યારે સીરિઝ ગુમાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ક્લાર્ક અને રોજર્સને વિજયી વિદાય આપવાના ઇરાદે મેચને યાદગાર બનાવવા તૈયારી કરી છે.
ઓપનર હાશિમ અમલાના આક્રમક ૧૨૪ રન બાદ બોલર્સની શિસ્તબદ્ધ બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાએ બુધવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૨૦ રને હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ સાત વિકેટે ૩૦૪ રન કર્યા હતા જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂ ઝીલેન્ડની ટીમ ૨૮૪ રનમાં આઉટ થઈ ગઈ હતી.
