ટીમ ઇંડિયાના અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિને સ્વીકાર્યું છે કે પાંચમી ઓક્ટોબરથી ઘરઆંગણે રમાનારો વન-ડે વર્લ્ડ કપ મારો છેલ્લો રહેશે. અશ્વિને જણાવ્યું હતું કે હું શાનદાર રિધમ તથા ફોર્મમાં છું અને વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ તથા ક્રિકેટ ફીવરનો આનંદ માણી રહ્યો છું. ભારત માટે મારો આ છેલ્લો વર્લ્ડ કપ છે અને ટૂર્નામેન્ટનો આનંદ માણવો મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, પણ આ વર્લ્ડ અઢળક કમાણી લઇને આવ્યો છે તેમ કહી શકાય. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે નહીં એ તો સમય કહેશે, પણ વર્લ્ડ કપને કારણે ભારતીય અર્થતંત્રને જોરદાર ફાયદો થશે તેમાં બેમત નથી. એક બિઝનેસ વેબસાઈટ દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટના અંદાજ અનુસાર ભારતને આ વખતના વર્લ્ડ કપથી અગાઉના વર્લ્ડ કપ કરતાં ત્રણ ગણો ફાયદો થશે.
આઇસીસીએ ભારતની યજમાનીમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપની પ્રાઇઝ મની જાહેર કરી દીધી છે અને ટૂર્નામેન્ટમાં પ્રાઇઝ મનીનું કુલ બજેટ 82.93 કરોડ રૂપિયા (10 મિલિયન યુએસ ડોલર) રાખ્યું છે.
આઇસીસીએ 2024માં રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં અમેરિકાના તબક્કામાં ન્યૂ યોર્ક, ડલાસ અને ફ્લોરિડા ખાતે મેચો રમાશે તે બાબતને સમર્થન આપ્યું છે.
વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને સર્જ્યો છે. અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી મેચમાં ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 69 રને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
વર્લ્ડ કપના બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલામાં ટીમ ઇન્ડિયાએ અપેક્ષિત રીતે જ પાકિસ્તાનને પરાજય આપીને મેચ જીતી લીધી છે. ટીમ ઇંડિયાએ બેટિંગની 31મી ઓવરના ત્રીજા બોલે શ્રેયસ ઐયરે બાઉન્ડ્રી ફટકારી તે સાથે જ ભારતીયો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને ઓપનર રોહિત શર્માની આતશી બેટિંગે પાકિસ્તાની બોલર્સના ડાંડિયા ડૂલ કરી નાખ્યા હતા.
વર્લ્ડ કપ 2023નો પહેલો મેજર અપસેટ અફઘાનિસ્તાને વિશ્વવિજેતા ઈંગ્લેન્ડને હરાવીને સર્જ્યો તો બીજો અપસેટ નેધરલેન્ડે સર્જ્યો છે. નેધરલેન્ડે મંગળવારે ધરમશાલામાં મંગળવારે રમાયેલી એક મેચમાં સાઉથ આફ્રિકાને 38 રને હરાવ્યું હતું.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડનું બહુમાન ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચના પ્રારંભ પૂર્વે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શંકર મહાદેવન, સુખવિન્દર, અરિજિંત સિંહ, નેહા કક્કર જેવા સ્ટાર સિંગર્સે પર્ફોર્મ કર્યું હતું.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની 29મી મેચમાં ટીમ ઇન્ડિયાએ ગત વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 100 રને ભૂંડો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી.
સાઉથ આફ્રિકાના બેટ્સમેન કેશવ મહારાજે વર્લ્ડ કપમાં ગત મેચમાં પાકિસ્તાન સામે અડીખમ રહીને છેલ્લી વિકેટ માટે તબરેઝ શમ્સી સાથે 11 રનની નાની પરંતુ વિજયી ભાગીદારી નોંધાવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.
