રમતગમત

No

Block: Site: Subtree Block

    વિશ્વવિક્રમી દોડવીર કેલ્વિન કિપ્ટુમને એથ્લેટિક્સ વિશ્વની અંતિમ વિદાય

    કેન્યાના 24 વર્ષીય મેરેથોન વિશ્વ વિક્રમધારક દોડવીર કેલ્વિન કિપ્ટુમને સગાંસંબંધી, મિત્રો અને સાથી એથ્લીટ્સ દ્વારા શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. કેલ્વિન કિપ્ટુમ અને તેમના કોચ ગેરવેઈઝ હાકીઝિમાનાનું પશ્ચિમ કેન્યાના કાપ્ટાગાટ શહેર નજીક ગત રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એલ્ડોરેટથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાઈબેરીના ફાર્મ ખાતે કિપ્ટુમને દફન કરાયા હતા. ચેપ્કોરિરો શો ગ્રાઉન્ડ ખાતે ફ્યુનરલ સર્વિસમાં કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ સેબાસ્ટીઅન કો સહિત મોટી સંખ્યામાં શોકાતુરો ઉપસ્થિત રહ્યા હતા.

    41 વર્ષની ઉંમર - 22 વર્ષની કારકિર્...

    ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર 41 વર્ષીય એન્ડરસને ભારત સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં કુલદિપ યાદવની વિકેટ લીધી તે સાથે જ ઇતિહાસ રચ્યો હતો. આ તેની ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ હતી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ સીમાચિહન હાંસલ કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો છે.
    એન્ડરસનની આ 187મી ટેસ્ટ હતી. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં મુરલીધરન 800, અને બીજા ક્રમે વોર્ન 708 વિકેટો મેળવનાર ટોચના બે બોલરો છે પણ તેઓ સ્પિનર છે. જ્યારે એન્ડરસન આ યાદીમાં પ્રથમ ફાસ્ટ બોલર છે. ટોપ ટેન બોલરમાં એન્ડરસન (700), બ્રોડ (604), મેકગ્રા (563) અને વોલ્શ (519) એમ ચાર ફાસ્ટ બોલરો છે.

    ભારતે 4-1થી ટેસ્ટ સીરિઝ જીતીઃ ઇં...

    પાંચ ટેસ્ટની સીરિઝની અંતિમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી શાનદાર વિજય સાથે 4-1થી સીરિઝ કબજે કરી છે. શનિવારે પૂર્ણ થયેલી ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઈનિંગ્સ અને 64 રને જીત મેળવી હતી. 112 વર્ષમાં પ્રથમવાર ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ પછીની તમામ 4 મેચમાં વિજય સાથે 4-1થી સીરિઝ જીતી હતી. ભારતીય ટીમ અગાઉ ત્રણ વખત એક સીરિઝમાં 4 ટેસ્ટ જીતી ચૂકી છે. આ અગાઉ ભારતે 2013માં ઓસ્ટ્રેલિયાને 4-0 અને ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું.

    બીસીસીઆઇએ ટેસ્ટ ક્રિકેટર્સ મ

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ યુવા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે લગાવ વધારવા માટે ટેસ્ટ ફીમાં વધારો કર્યો છે. બોર્ડે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના (ટેસ્ટ ઇન્સેન્ટિવ સ્કીમ) શરૂ કરી છે જેમાં પ્રત્યેક સિઝનમાં સાત કરતાં વધારે ટેસ્ટ રમનાર પ્લેયર્સને 45 લાખ રૂપિયા સુધીની મેચ ફી આપવામાં આવશે.

    આઇપીએલની એક મેચના પ્રસારણ હકન

    વિશ્વભરના ક્રિકેટરો પર નાણાંનો વરસાદ કરતી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી-20 ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ સોનાના ઈંડા આપતી મરઘી સમાન સાબિત થઈ રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની આઈપીએલ પ્રતિ મેચ પ્રસારણ હકના મૂલ્યની રીતે વિશ્વની અન્ય રમતોની ભારે હાઈપ્રોફાઈલ લીગની યાદીમાં પણ ટોપ-ટુમાં સ્થાન ધરાવે છે.

    રોયલ ચેલેન્જર્સ વિમેન્સ પ્રી

    નવી દિલ્હીમાં રવિવારે રમાયેલી વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે દિલ્હી કેપિટલ્સની ટીમને આઠ વિકેટે પરાજય આપીને WPL 2024 ટાઇટલ કબજે કર્યું છે. 

    આઇપીએલની તમામ મેચો ભારતમાં જ ર...

    ભારતીય ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણીનો વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પછી આઈપીએલની શરૂઆતની 21 મેચીસ બાદનો બીજો તબક્કો વિદેશની ભૂમિ પર રમાડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ ચર્ચાને વિરામ આપતાં કહ્યું હતુ કે, આઈપીએલની આગામી સિઝનની તમામ મેચો ભારતની ભૂમિ પર યોજાશે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં આઇપીએલની બાકીની 53 મેચોનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવશે.

    100 ટેસ્ટમાં 500 વિકેટ ઝડપનાર અશ્વ...

    ટીમ ઇન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર. અશ્વિનનું અનેરું સન્માન કરવામાં આવ્યું છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શનની સાથે જ, ખાસ કરીને રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ભારતના સર્વશ્રેષ્ઠ બોલર્સ પૈકીના એક તરીકે પોતાનું કદ વધાર્યુ છે. આ ટેસ્ટ સિરીઝમાં અશ્વિને અનેક સિદ્ધિઓ મેળવી હતી. 

    ધોનીની વધુ એક સરપ્રાઈઝઃ આઇપીએ

     ના કોઈ નિવેદન, ના કોઈ જાહેરાત, એક તસવીર આવીને પૂરી સ્ટોરી બદલાઈ ગઈ. તમામ બાબતો ધોનીની ટ્રેડમાર્ક સ્ટાઇલમાં થયું છે. જે રીતે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપને છોડવાથી લઈને નિવૃત્તિ સુધી બન્યું હતું તેવી રીતે આઇપીએલની પૂર્વસંધ્યાને પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ છોડીને ધોનીએ તમામને ચિકત કરી દીધા છે. કરોડો સમર્થકોને આશા હતી કે નિવૃત્તિ પહેલાં ધોની ચેન્નઈને વધુ એક વખત ચેમ્પિયન બનાવશે, પરંતુ ‘થાલા’ના દિમાગમાં શું હતું તેની અટકળ કોઈ કરી શકતું નથી.