ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટેસ્ટમાં કેરિયરની પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે શનિવારે આ સિદ્ધિ મેળવી હતી. યશસ્વીએ 290 બોલમાં 19 બાઉન્ડ્રી અને 7 સિક્સરના જોરે 209 રનની ઇનિંગ રમી હતી.
રમતગમત
Block: Site: Subtree Block
ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચમાં ભારતે 434 રનના જંગી માર્જિનથી જીત મેળવી છે. ઈંગ્લેન્ડના બહુચર્ચિત બેઝબોલ બેટિંગનું સુરસુરિયું કરવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 2-1થી લીડ મેળવી છે. ભારતનો ટેસ્ટક્રિકેટમાં આ સૌથી મોટો વિજય છે. જ્યારે ઇંગ્લેન્ડનો બીજો સૌથી મોટો પરાજય છે.
યશસ્વી જયસ્વાલ માટે રાજકોટ કરિયરની સાતમી ટેસ્ટ મેચમાં જ વિક્રમની વણઝાર સર્જી છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી મેચ રેફરી માઈક પ્રોક્ટરનું 77 વર્ષની વયે અવસાન થયું છે. પ્રોક્ટરના પત્ની મેરીનાએ શનિવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી.
ભારતીય વિમેન્સ બેડમિન્ટન ટીમે મલેશિયાના શાહ આલમમાં ઇતિહાસ રચ્યો છે.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માને ત્યાં ફરી પારણું બંધાયું છે. ચાહકોમાં ‘વિરુષ્કા’ તરીકે જાણીતી આ બેલડીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તેમને ત્યાં 15 ફેબ્રુઆરીએ પુત્ર અકાયનું આગમન થયું છે.
યજમાન ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં સોમવારે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીવિજય નક્કી કર્યો છે. આ સાથે જ ભારતે ઘરઆંગણે વિક્રમજનક સતત 17મો શ્રેણીવિજય પણ મેળવ્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 કરીને જેના જવાબમાં ભારતે પહેલી ઇનિંગમાં 307 રન કર્યા હતા. નજીવી સરસાઇ સાથે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 145 રન કરતાં ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યાંક નીચું હતું, પરંતુ સ્પીનરને મદદગાર પીચ પર વિકેટ ટકાવીને રન કરતા રહેવાનું કસોટીરૂપ હતું. જોકે ગીલ અને જુરેલની યુવા જોડી ભારતને વિજયપથ પર દોરી ગઇ હતી.
ટીમ ઇંડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે 3-1ની સરસાઈ સાથે ટેસ્ટ શ્રેણી વિજય નિશ્ચિત કર્યા પછી યુવા ક્રિકેટરોને ચીમકી આપી હતી કે, ‘ટીમ મેનેજમેન્ટ હવે એ બાબતે સ્પષ્ટ છે કે તેઓ એવા ખેલાડીઓને તક આપશે જેઓમાં સફળતા માટેની ભૂખ હોય.’
વિશ્વની સૌથી ધનાઢ્ય અને લોકપ્રિય ટી20 લીગ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 સિઝન 2024નો 22 માર્ચથી પ્રારંભ થશે. આ વખતની આઈપીએલની તમામ મેચ ભારતીય મેદાનો પર જ રમાશે તેમ આઇપીએલના ચેરમેન અરુણ ધુમાલે માહિતી આપતા જણાવ્યું હતું. અગાઉ એવી શંકા હતી કે ભારતમાં યોજાનારી આગામી લોકસભાની ચૂંટણીઓને કારણે આઈપીએલની મેચો ભારત બહાર યોજાઈ શકે છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પત્ની અને પુત્રી સાથે કાશ્મીરના પ્રવાસે છે.
