રમતગમત

No

Block: Site: Subtree Block

    ચેન્નઈ સામે ગુજરાત ટાઇટન્સની

    આઇપીએલની સ્ટાર ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે મંગળવારે રમાયેલી વર્તમાન સિઝનની સાતમી મેચમાં ગુજરાત ટાઇટન્સને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નઇ 4 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. ચેન્નઈએ આ મેદાન પર સિઝનના ઓપનરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હરાવ્યું હતું.

    14 મહિના પછી પંત ફરી મેદાનમાં...

    ડિસેમ્બર 2022માં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં માંડમાંડ બચેલા ક્રિકેટર રિષભ પંતની 14 માસ પછી ગ્રાઉન્ડ ઉપર વાપસી થઈ છે. 

    રસેલના નામે આઇપીએલમાં સૌથી ઓછ

    આંદ્રે રસેલ જે પ્રકારની રમત માટે જાણીતો છે તેવી જ ઇનિંગ હૈદરાબાદ સામેની મેચમાં ક્રિકેટ ફેન્સને જોવા મળી હતી. રસેલે હૈદરાબાદના બોલર્સના છોતરાં કાઢી નાખલા પોતાની ઈનિંગમાં સાત સિક્સર ફટકારી હતી અને 25 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. રસેલે આ સાત સિક્સરની મદદથી આઇપીએલમાં પોતાના 200 છગ્ગા પણ પૂરા કર્યા હતા અને તે આ લીગમાં સૌથી ઓછા બોલમાં આટલી સિક્સર ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા સ્થાને છે. અને તેણે સાથે જ ક્રિસ ગેઇલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ મેચમાં કેકેઆરને હૈદરાબાદ સામે ચાર રને જીત મળી હતી અને મેચમાં રસેલે બે વિકેટ પણ લીધી હતી.

    પાક. ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ...

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ પ્રમુખ શહરયાર ખાનનું શનિવારે નિધન થયું હતું. 89 વર્ષના શહરયાર ક્રિકેટ પ્રશાસકની સાથે રાજકારણી પણ રહ્યા હતા. 2000ના દશકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પુનઃજીવિત કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી. તેમણે 2003થી 2006 સુધી પીસીબીની જવાબદારી સંભાળી હતી.

    ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ત

    તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે વિરાટ કોહલીનું આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી પત્તું કપાઇ શકે છે.

    મુંબઇ ઇંડિયન્સની પહેલી જીત, લખ...

    આઇપીએલ-17 આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધતો જાય છે. સતત ત્રણ મેચ હારી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સે રવિવારે પહેલો વિજય મેળવ્યો છે. તો લખનઉ સુપર જાયન્ટ્સે વિજયની હેટ્રિક મેળવી છે. મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ સુપરકિંગ્સને બે રને હરાવ્યું હતું. હૈદરાબાદે પ્રથમ દાવ લેતાં 20 ઓવરમાં નવ વિકેટે 182 રન કર્યા હતા, પણ પંજાબ લક્ષ્યની નજીક પહોંચીને હારી ગયું હતું. પંજાબ છ વિકેટે 180 રન જ કરી શકતાં તેનો કારમો પરાજય થયો હતો. હૈદરાબાદ તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 37 બોલમાં ઝમકદાર 64 રન તો અબ્દુલ સમદે 12 બોલમાં 25 રન કરીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી શશાંક સિંહે 25 બોલમાં 46 રન કર્યા હતા.

    IPL ફ્રેન્ચાઇઝીના માલિકો સાથેે B...

    આગામી 16 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ સામે મેચ રમાનાર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આઈપીએલમાં ભાગ લેતી તમામ 10 ફ્રેન્ચાઈઝીના માલિકોને એક મીટિંગમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. હાલ ટીમના પર્સની મર્યાદા રૂ. 100 કરોડ છે એવું માનવામાં આવે છે કે હવે પછીની ખેલાડીઓ ખરીદવા માટેની હરાજી થશે ત્યારે તમામ ફ્રેન્ચાઈઝીના પર્સમાં વધારો કરવા અંગેની ચર્ચાવિચારણા હાથ ધરવામાં આવશે. 

    કેન્સરને માત આપ્યા પછી અલી કાર...

    ઇંગ્લેન્ડના ટોચના સ્નૂકર ખેલાડી એલિસ્ટર અલી કાર્ટરે કેન્સરની સફળ સારવાર બાદ વિજય સાથે પુનરાગમન કર્યું છે. કાર્ટલે પહેલી જ ટૂર્નામેન્ટમાં પ્રોફેશનલ ટાઇટલ કબ્જે કર્યું છે. 

    લંડનમાં ધોની, સેહવાગ, આફ્રિદી,

    લંડનમાં આવતા પખવાડિયે રમાનારી એક ચેરિટી મેચમાં ભારતના વન-ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ, શાહિદ આફ્રિદી સહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રમતા જોવા મળશે.

    માત્ર એક ઓવર માટે ૩૩ હજાર કિ.મી....

    ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમેરોન બોએસે ઇતિહાસ સર્જ્યો છે. ના, ક્રિકેટના મેદાનમાં નહીં, મેદાનની બહાર! ઇંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ દરમિયાન તેણે આ ‘સિદ્ધ’ નોંધાવી છે. તેને એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે મેચમાં ફક્ત એક ઓવર બોલિંગ કરી હતી. વાત અહીં પૂરી નથી થતી. આ ઓવર માટે વિક્રમજનક ૩૩,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડ્યો હતો. કોઇ એક ઓવર માટે માપવામાં આવેલો વિક્રમી સૌથી મોટો પ્રવાસ છે.