મનુ ભાકર તથા સરબજોતે શૂટિંગ ઇવેન્ટમાં મિક્સ્ડ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે મનુ ભાકર એક જ ઓલિમ્પિક ઇવેન્ટ દરમિયાન બે મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. મનુ ભાકર સાથે અંબાલાના ધીન ગામના સરબજોતસિંહે મંગળવારે દસ મિટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મેચમાં ભારતીય ખેલાડીઓની આ જોડીએ સાઉથ કોરિયાની ટીમને માત આપી હતી. આ પૂર્વે રવિવારે ઓલિમ્પિક પદક જીતીને મનુ ભાકર શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.
રમતગમત
Block: Site: Subtree Block
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની દરમિયાન ઇસુ ખ્રિસ્તના ‘લાસ્ટ સપર’ (છેલ્લુ ભોજન) અંગે રજૂ કરાયેલા નીચલા સ્તરના કાર્યક્રમે વિવાદ સર્જ્યો છે અને પૂરા વિશ્વમાંથી તેની આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. ખ્રિસ્તી સમુદાય આ પ્રોગ્રામને અપમાનજનક બતાવી રહ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે પેરિસ ઓલિમ્પિક્સના ઓપનિંગ સેરેમનીમાં હાજર રહ્યાં હતાં.
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધાની ફાઈનલમાં ત્રીજા સ્થાને રહીને પહેલો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેની આ ઐતિહાસિક જીત પર વડાપ્રધાન મોદીએ તેને ફોન કરીને વધામણી પાઠવી હતી ત્યારે મનુ ભાકરે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
યુગાન્ડાના દોડવીર અને ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગેઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની 10,000 મીટરની દોડમાં નવા વિક્રમ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ચેપ્ટેગેઈએ 26 મિનિટ અને 43.14 સેકન્ડ્સમાં ફિનિશ લાઈન પાર કરી હતી.
બોટ્સવાનાના 21 વર્ષીય દોડવીર લેટ્સિલે ટેબોગોએ આફ્રિકાના મહાન ખેલાડીઓમાં પોતાનું નામ સામેલ કર્યું છે. ટેબોગોએ પેરિસ ઓલિમ્પિકમાં પુરુષો માટે 200 મીટરની દોડ માત્ર 19.46 સેકન્ડ્સમાં પૂર્ણ કરી આફ્રિકા માટે આ અંતરની દોડમાં સૌપ્રથમ ટાઈટલ હાંસલ કર્યું છે. તેણે અમેરિકન દોડવીરો કેમી બેડનારેક અને નોઆહ લાયલ્સને અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને ધકેલ્યા હતા.
પેરિસ ઓલિમ્પિકના સમાપનની સાથે હવે વિશ્વભરના ચાહકો અને રમતવીરોની નજર ચાર વર્ષ બાદ 2028માં અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં યોજાનારા ઓલિમ્પિક પર મંડાઈ છે.
ઇંગ્લેન્ડે ચોથી વન-ડેમાં પણ વિજય મેળવીને ઘરઆંગણે રમાઇ રહેલી પાંચ વન-ડેની સીરિઝ ૨-૨થી સરભર કરી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રારંભિક ધબડકા બાદ ૨૯૯ રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. જોકે ઇંગ્લેન્ડે સાત વિકેટના ભોગે ૩૦૦ રનનું વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ૯૨ રન કરીને ટીમને વિજયના પંથે દોરી જનાર કેપ્ટન મોર્ગન મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ભારતે ટેનિસ સ્પર્ધામાં ચારમાંથી બે ગોલ્ડ મેડલ જીતવા સાથે સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર-બેટ્સમેન બ્રેડ હેડિને ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. હેડિનને એશિઝમાં કંગાળ પર્ફોમન્સ બાદ પડતો મૂકાયો હતો.
