રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારત-પાક. મેચ પર નજર માંડીને બે

    રવિવારથી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થયો. ગ્રૂપ-એમાં અમેરિકાએ કેનેડાને હરાવ્યું. જોકે, આ ગ્રૂપમાં વાસ્તવિક સૌથી ધમાકેદાર મેચ રવિવા - નવમી જૂને ન્યૂ યોર્કમાં રમાશે. આ દિવસે બે કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન આમનેસામને ટકરાશે. બંને ટીમો સુપર-8માં સ્થાન મેળવવાની પ્રબળ દાવેદાર છે. ભારત અને પાક.માં ટી20 ફોર્મેટનાં બે દિગ્ગજ ખેલાડીઓ અનુક્રમે કોહલી અને બાબર છે. વર્તમાન વર્લ્ડ કપમાં રમતા તમામ ખેલાડીઓમાં માત્ર આ બે ખેલાડીઓ જ ટી20 ઈન્ટરનેશનલમાં 4000 રનનો આંક પાર કરી શક્યા છે.

    વિરાટ કોહલી આઇસીસી વન-ડે પ્લેય...

    ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આઈસીસી વનડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. સાથે જ તેને આઈસીસી મેન્સ વન-ડે ટીમ ઓફ ધ યર 2023 તરીકે પણ પસંદ થયો છે. આઇસીસીના સત્તાવાર હેન્ડલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં વિરાટને ટ્રોફી અને કેપ આપવામાં આવી હોવાનું દર્શાવાયું છે.

    ટી20 વર્લ્ડકપઃ ભારત સામે પરાજય

    ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં રોષનો માહોલ છે. પાક. ટીમ સતત બે મેચ હાર્યા બાદ ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જવાની અણીએ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નાં ચેરમેન મોહસીન નકવીએ કહ્યું કે, આ હાર નિરાશાજનક છે, પહેલા અમે અમેરિકા સામે હાર્યા અને હવે ભારત સામે પણ પરાજય થયો. આ સ્થિતિમાં વર્તમાન ખેલાડીઓથી આગળ જોવાની જરૂર છે. અમારું પ્રદર્શન સૌથી નિમ્ન સ્તરે પહોંચ્યું છે અને તેમાં સુધાર કરવો સૌથી મોટો પડકાર છે. પ્રારંભમાં એવું લાગી રહ્યું હતું કે - એક નાની સર્જરીથી ટીમમાં સ્થિતિ સુધરશે. જોકે, હવે લાગે છે કે - ‘મેજર સર્જરી કરવી જ પડશે.’

    પૂજા તોમર UFCમાં જીતનારી પ્રથમ ભ...

    પૂજા તોમર અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ(યુએફસી)માં જીતનાર પ્રથમ મિક્સ્ડ માર્શલ ફાઈટર બની છે. પહેલીવાર આ પ્રકારની ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી પૂજાએ યુએફસી લુઈસવિલેમાં શનિવારે બ્રાઝિલની રેયાન ડોસ સેન્ટોસ સામે 30-27. 27-30, 29-28 સ્ટ્રોવેટ (52 કિગ્રા) મુકાબલામાં વિજય મેળવ્યો હતો.

    ભારત-પાક. મેચ પછી એમસીએ અધ્યક્

    ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે છ રનથી વિજય મેળવ્યો હતો પણ આ સારા સમાચારની સાથે એક દુઃખદ સમાચાર પણ આવ્યા છે.

    વિશ્વવિજેતાઃ અજેય ટીમ ઇંડિયા

    ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઇંડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતે સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને આ ટાઇટલ જીત્યું છે. ભારતીય ટીમે શનિવારે બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 176 રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 169 કરી શક્યું હતું. આફ્રિકાને છેલ્લી 4 ઓવરમાં જીત માટે 26 રનની જરૂર હતી. જોકે ટીમ 15 રન જ કરી શકી હતી. આ દરમિયાન ટીમે 4 વિકેટ ગુમાવી હતી.

    વર્લ્ડ ચેમ્પિયન બની દિગ્ગજોન

    ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યા બાદ જ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાંથી નિૃવત્તિ જાહેર કરી. જે પછી કેપ્ટન રોહિત શર્મા અને તેના થોડાક કલાકો બાદ રવીન્દ્ર જાડેજાએ ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે રોહિત, કોહલી અને જાડેજા આઇપીએલ રમતા રહેશે. આ ટૂર્નામેન્ટ સાથે કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે.

    વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફ

    ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપ વિજેતા બનાવનાર કેપ્ટન રોહિત શર્માને હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવાની જવાબદારી સોંપી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે, ટીમ ઈન્ડિયા આગામી ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને આવતા વર્ષે રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ જ રમવા ઉતરશે.

    લંડનના ઇસ્કોન મંદિરમાં પૂજાઅ

    ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ લંડનમાં વેકેશન માણી રહ્યા છે. તાજેતરમાં દંપતીએ લંડનના ઇસ્કોન મંદિરની મુલાકાત લઇને ભગવાન શ્રીકૃષ્ણની પૂજાઅર્ચના કરી હતી અને કીર્તનમાં હાજરી આપી હતી.

    વડાપ્રધાનની વિશ્વવિજેતા ટીમ

    વડાપ્રધાન મોદીએ ટી20 ચેમ્પિયન ટીમ જોડે જે સમય વીતાવ્યો તેમાં વાતાવરણ હળવું રાખતા લગભગ તમામ ક્રિકેટરોને થોડું બોલવા મળે તે હેતુથી રમતજગતના પત્રકાર હોય તેમ વારાફરતી પ્રશ્ન પુછયા હતા. જે ક્રિકેટરોને પ્રશ્નો પુછ્યા તે આ પ્રમાણે છેઃ