રમતગમત

No

Block: Site: Subtree Block

    ૪૯ ફાઇટમાં અપરાજિત મેવેધરની બ

    યુએસના ફ્લોઇડ મેવેધરે પોતાની અંતિમ ફાઇટને શાનથી જીતી લઇને પ્રોફેશનલ બોક્સિંગને અલવિદા કરી છે. તેણે પોતાના ૪૯મા મુકાબલામાં ભૂતપૂર્વ ચેમ્પિયન આન્દ્રે બર્ટોને હરાવ્યો હતો. ટીબીઇ (ધ બેસ્ટ એવર)ના નામથી લોકપ્રિય મેવેધર પ્રોફેશનલ બોક્સિંગમાં અપરાજીત રહ્યો છે. તેનો રેકોર્ડ ૪૯-૦નો રહ્યો છે.

    યુએસ ઓપનઃ લિયાન્ડર પેસે ઇતિહા

    ભારતના ટેનિસ સ્ટાર લિયાન્ડર પેસે તેની સ્વિસ પાર્ટનર માર્ટિના હિંગીસ સાથે યુએસ ઓપન મિક્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ વિજય સાથે જ હવે પેસ યુએસ ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ સૌથી વધુ વખત જીતનારો ખેલાડી બન્યો છે.

    યુએસ ઓપનઃ પેનેટ્ટાએ ટાઇટલ જીત

    ઇટાલીની ફ્લેવિટા પેનેટ્ટાએ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો છે. કારકિર્દીનો પ્રથમ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે જ તેણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પેનેટ્ટાએ વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં પોતાના જ દેશની મિત્ર રોબર્ટા વિન્સીને ૭-૬ (૭-૪), ૬-૨થી હરાવીને નિવૃત્તિની જાહેરાત કરીને તમામને સ્તબ્ધ કરી દીધા છે.

    નવનાત વડીલ મંડળ દ્વારા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

    નવનાત વડીલ મંડળ દ્વારા નવનાત સેન્ટર ખાતે 13 સપ્ટેમ્બરે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહપ્રેરક ટુર્નામેન્ટમાં 40 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટનું સંકલન રમેશ મેહતા, કીરિટ મણિયાર, વિજય શેઠ અને નલિન ઉદાણી દ્વારા કરાયું હતું જેથી સુચારુ આયોજન થાય અને તમામ લોકો માટે આનંદપ્રેરક અનુભવ બની રહે.

    વિમેન્સ ડબલ્સમાં સાનિયા-હિંગ

    ભારતની સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા તથા તેની સ્વિટ્ઝર્લેન્ડની સાથીદાર માર્ટિના હિંગીસની જોડીએ અહીં રમાયેલા વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે.

    યુએસ ઓપનઃ જોકોવિચ મેન્સ સિંગલ

    યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવીને સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ટાઇટલ કબ્જે કર્યું છે. જોકોવિચે ફેડરરને ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી હરાવીને યુએસ ઓપનમાં બીજું ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે સાથે સ્વીસ ખેલાડી ફેડરરનું ૧૮મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન પણ રોળી નાંખ્યુ છે.

    ભારત એશિયન ચેમ્પિયન્સ હોકી વિ

    ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું હતું. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ જુગરાજસિંહે કર્યો હતો. ચીનની ટીમ ચાર ક્વાર્ટર બાદ પણ ગોલ કરી શકી ન હતી.

    લંડનમાં પ્રથમ વખત IIW મહિલા સોફ્ટ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમે ભાગ લીધો

    ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે તે આદત બની ગયેલ છે. સૌપ્રથમ વખત બિનવ્યાવસાયિક ખેલાડીઓ અને ભંડોળ વિના જ12 મહિલા ટીમોએ લંડનમાં સ્પોન્સર્સ અને હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાના સપોર્ટથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ઐતિહાસિક ટુર્નામેન્ટ હિસ્ટોરિક ઈન્ડિયન જીમખાનાના માનદ ટ્રસ્ટી સુતાંતર સોની, ગ્લોબલ બેન્કિંગ સ્કૂલ -GBS, RCCRICKET.CO.UK, અરુણ મધાન સેરમાકાસી, રમેશ ચેલૈયાહ અને કૃષ્ણ ગોપાલ ગર્ગના સહયોગથી શક્ય બની હતી. આ ચેમ્પિયનશિપમાં હંસલો હાઈ ફ્લાયર્સ ટીમ વિજેતા બની હતી.

    અમૃત કપ યુકેઃ BAPS ચેરિટીઝની વાર્ષિક અમૃત કપ યુકે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ

     BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો આરંભ 1996માં થયા પછી સૌપ્રથમ વખત ચિગવેલ દ્વારા તેની યજમાની કરાઈ હતી. એક ટીમમાં પાંચ સભ્ય સાથેની આ સ્પર્ધામાં 45થી વધુ ટીમે ભાગ લીધો હતો તેમજ સમગ્ર યુકે, આયર્લેન્ડ તથા નેધરલેન્ડ્ઝમાંથી 300થી વધુ ખેલાડી જોડાયા હતા. 2024ની ટુર્નામેન્ટમાં નવું ફોર્મેટ લાગુ કરાયું હતું. K1 ની 18 ટીમને ત્રણ ગ્રૂપમાં અને K2ની 27 ટીમને પાંચ ગ્રૂપમાં વહેંચી દેવાઈ હતી. 2023 ની ચેમ્પિયન નોર્થ લંડન બાર્નેટનો બર્મિંગહામ A વિરુદ્ધ 1-0 થી આંચકાજનક પરાજય થતા તે સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.