સ્પેને યુરો કપ ફૂટબોલની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને વિક્રમજનક ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં નિકા વિલિયમ્સે 47મી મિનિટે પ્રથમ ગોલ કરીને સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ કોલે પાલ્મરે 73મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. આ સમયે મેચ એકસ્ટ્રા ટાઈમમાં જશે તેમ લાગતું હતું, પરંતુ મિકેલ ઓયારઝાબાલે 86મી મિનિટે ગોલ કરીને સ્પેનનો 2-1થી વિજય નિશ્ચિત કર્યો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
માત્ર 20વર્ષની ઉંમરે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કરનારા એન્ડરસને બે દસકા લાંબી કારકિર્દી બાદ 41 વર્ષની વયે નિવૃત્તિ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ તરફથી 21 વર્ષની ટેસ્ટ કારકિર્દી દરમિયાન એન્ડરસને 704 ટેસ્ટ વિકેટ સાથે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા ફાસ્ટર તરીકે વિદાય લીધી છે. લોર્ડ્ઝમાં વિન્ડિઝ સામેની આખરી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપીને વિદાય લેતાં એન્ડરસન ભાવુક બન્યો હતો. તેણે કહ્યું હતુ કે, મને ગર્વ છે કે, હું કારકિર્દી દરમિયાન મોટાભાગે ઈજામુક્ત રહી શક્યો અને મને બે દાયકાથી વધુ સમય સુધી રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાનું ગૌરવ મળ્યું.
શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે પાંચ ટી20 મેચની સીરિઝમાં 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. ભારત પહેલી મેચમાં 13 રને હાર્યું હતું જોકે, તે બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર પુનરાગમન કર્યું હતું, અને પછીની તમામ ચારેય મેચમાં ઝિમ્બાબ્વેને તેની જ ધરતી પર હરાવ્યું હતું.
પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ રકમ છે. પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપનું આ 12મુ વર્ષ છે ત્યારે આ વર્ષના ફંડ સહિત યુકે અને વિશ્વભરમાં ચેરિટીઝને સપોર્ટ કરતી સંસ્થા ‘વન કાઈન્ડ એક્ટ’ માટે આશરે કુલ 250,000 પાઉન્ડ એકત્ર કરાયા છે.
પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ફ્રાન્સ ત્રીજી વાર ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરી રહ્યું છે અને તેણે સમગ્ર આયોજન માટે ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા કરી કરી છે. ઓલિમ્પિક્સના ઈતિહાસમાં પ્રથમ વખત આ વૈશ્વિક રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ કોઈ સ્ટેડિયમમાં નહીં પરંતુ, નદીમાં યોજાશે. 90 કરતાં વધુ બોટમાં બેસીને 10 હજારથી ખેલાડીઓ સમારોહમાં ભાગ લેશે. 26 જુલાઈ - શુક્રવારે પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની સીન નદીમાં યોજાશે અને રમતોના આ મહાકુંભમાં 206 દેશના રમતવીર ભાગ લઇ રહ્યા છે. 11 ઓગસ્ટ સુધી ચાલનારા આ રમતોત્સવમાં કુલ 10,500 એથ્લીટ ભાગ લેશે. 32 ગેમમાં 329 ઇવેન્ટ્સ યોજાશે. ઓપનિંગ સેરેમની દરમિયાન ખેલાડીઓની પરેડ પણ બોટ દ્વારા કરાશે.
ઓલિમ્પિક વિલેજમાં 3500 બેઠકોવાળું જાયન્ટ રેસ્ટોરાં તૈયાર કરાયું છે જેમાં રોજ 40 હજાર જેટલી ડિશ તૈયાર કરાય છે. તમામ એથ્લીટ્સ તથા સ્ટાફના ડાયટનું સતત ધ્યાન રખાશે.
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના કુલ મળીને 117 ખેલાડીઓ જુદી - જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશને (આઇઓએ) ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા 110 ખેલાડીઓ અને સાત રિઝર્વ એમ કુલ 117 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. ભારતે એથ્લેટિક્સ, હોકી અને ટેબલ ટેનિસમાં રિઝર્વ ખેલાડીઓને પણ પેરિસ મોકલ્યા છે. ભારતીય ખેલાડી કુલ 16 સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત ભારતીય ટીમમાં 140 કોચ, સપોર્ટ સ્ટાફ અને ઓફિશિઅલ્સ સહિત ભારતીય મિશનમાં કુલ 257 સભ્યો છે.
રમતગમતનો મહાકુંભ 26 જુલાઈથી શરૂ થઇ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશનને રૂ. 8.5 કરોડના આર્થિક અનુદાનની જાહેરાત કરી છે.
પેરિસ ઓલિમ્પિકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે અને તેમાં ભાગ લેવા માટે ભારતીય ટીમનું વિવિધ જૂથમાં પેરિસ પહોંચવાનું પણ શરૂ થયું છે. આર્ચરી અને રોવિંગ ટીમના સભ્યો સૌથી પહેલા ગેમ્સ વિલેજ પહોંચી ગયા છે.
ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લેન્ડે ૯૩ રને જ્વલંત વિજય મેળવીને મેચ સાથે વન-ડે સીરિઝ પણ ૩-૦થી કબ્જે કરવાના ઓસ્ટ્રેલિયાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની શ્રેણીની પહેલી બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો હતો.
