આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા ફાફડા સહિત ગુજરાતી વાનગીઓનો આનંદ માણવા સાથે ડાંડિયા રાસ પણ રમ્યા હતા.
રમતગમત
Block: Site: Subtree Block
વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પહેલી મેના બોલિવૂડની મોડેલ અને અભિનેત્રી અવનીત કૌરની એક ફોટો લાઈક થઈ ગઈ હતી. આ ફોટોને એક ફેન પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલાં આ સ્તબ્ધ કરે તેવો નિર્ણય લીધો છે. આમ ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ હવે નવા સુકાની સાથે જશે. ટેસ્ટ મેચોમાં રોહિત શર્મા અંગે લાંબા સમયથી વિવિધ ચર્ચાઓ થઇ રહી હતી. 38 વર્ષીય ઓપનર રોહિત પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક રહ્યો હતો. રોહિત વન-ડે ક્રિકેટ રમતો રહેશે. તે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. રોહિતે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું તેની હું તમને જાણ કરી રહ્યો છું. રેડ બોલ ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું તે મારા માટે ઘણી સન્માનની બાબત છે. હું વન-ડે ક્રિકેટમાં રમતો રહીશ. રોહિતે 67 ટેસ્ટમાં 12 સદી અને 18 અડધી સદી વડે 40.57ની એવરેજથી 4301 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે વહર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.
ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી લડાઈને પગલે અધવચ્ચેથી પડતી મુકાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ટૂર્નામેન્ટની બાકી મેચોનો 17મી મેથી પ્રારંભ થશે જ્યારે ફાઇનલ મેચ ત્રીજી જૂને રમાશે.
ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા કેટલાક સમયથી ભલે ટીમ ઇન્ડિયા બહાર ભલે હોય, આ ટેક્નિકલી કાબેલ બેટરે વાપસીની આશા છોડી નથી. ઘરેલુ ક્રિકેટમાં પુજારા સતત સારો દેખાવ કરે છે. આઇપીએલ પછી ટીમ ઇન્ડિયા આગામી દિવસોમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે ઇંગ્લેન્ડ જવાની છે ત્યારે પુજારા ઈંગ્લેન્ડનાં વાતાવરણ માટે અનુકૂળ બેટ્સમેન છે અને પસંદગીકારોના રડાર પર પણ છે.
ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ આખરે અલવિદા કરી દીધી છે. તાજેતરમાં રોહિત શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તેના ગણતરીના કલાકો વિરાટ કોહલી પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે તેવી અટકળો થઈ રહી હતી. બીસીસીઆઈએ કોહલીને નિવૃત્તિ નહીં લેવા માટે પુનઃવિચાર કરવાનું પણ જણાવ્યું હતું પરંતુ આ તમામ બાબતોની વચ્ચે કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે જેના કારણે આ ક્રિકેટરની 14 વર્ષની કારકિર્દીનો પણ અંત આવી ગયો હતો. તે હવે માત્ર વન-ડે ક્રિકેટમાં રમશે. કોહલીએ ગયા વર્ષે ટી20 ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.
યજમાન ઇંગ્લેન્ડે અત્યંત રસાકસીભરી મેચમાં ટીમ ઇંડિયાને હરાવીને પાંચ ટેસ્ટની સીરિઝનો શુભારંભ કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે.
ભારતના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગનું ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું. નીરજે રોમાંચક હરિફાઈમાં જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષમાં પ્રથમ વખત ડાયમંડ લીગ ટાઇટલ જીત્યું હતું.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સૌરાષ્ટ્રના વતની દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી. 1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીને 32 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ રમવાની તક મળી હતી અને તેમણે પોતાની પહેલી જ ટેસ્ટમાં ચેપોક ખાતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ ખેરવી દીઘી હતી. 33 ટેસ્ટની કારકિર્દીમાં દોશીએ 114 વિકેટ ઝડપી હતી અને 28મી ટેસ્ટ દરમિયાન તેમણે કારકિર્દીની 100 વિકેટ પૂરી કરી હતી.
યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને બધાને ચોંકાવી દીધા છે. કોહલી-રોહિત જેવા દિગ્ગજોની નિવૃત્તિ અને બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ખેલાડીઓએ જબરજસ્ત પર્ફોર્મન્સ આપતાં ઈંગ્લેન્ડને તેના જ મેદાનમાં કારમો પરાજય આપ્યો હતો.
