રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારત ખો-ખોમાં વર્લ્ડ ચેમ્પિયન...

    ભારતની મહિલા અને પુરુષોની ખોખો ટીમે નેપાળને હરાવીને પહેલા ખો-ખો વર્લ્ડ કપ પર કબ્જો કર્યો છે. રવિવારે રાત્રે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પહેલો ખો-ખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતીને ભારતીય પુરુષ ટીમે પણ પોતાનું નામ ઈતિહાસમાં સામેલ કર્યું હતું.

    ગોલ્ડન બોય નીરજ ચોપરા લગ્નબંધ

    ભારતનાં જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ હિમાની મોર નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. 27 વર્ષીય નીરજે 25 વર્ષીય હિમાની મોર સાથે લગ્નનાં ત્રણ દિવસ બાદ આ જાહેરાત કરી હતી.

    બુમરાહ આઈસીસી ટેસ્ટ ક્રિકેટર

    ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી 2024 બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. એવોર્ડની રેસમાં બુમરાહે ઇંગ્લેન્ડના જોઈ રુટ અને હેરી બૂકને તથા શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પાછળ રાખી દીધા હતા. બુમરાહે તાજેતરમાં જ 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે.

    ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારતીય બો

    આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જોકે ચાહકોની નજર છે 23 ફેબ્રુઆરીએ દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઇ વોલ્ટેજ મુકાબલા પર. લાંબી ખેંચતાણ બાદ આઇસીસી ઇવેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાવાનું નક્કી થયું છે. સુરક્ષાના કારણોસર ભારતીય ટીમે પાકિસ્તાન રમવા જવાનો ઇન્કાર કર્યો હોવાથી ટીમ ઇંડિયા તમામ મેચો દુબઈમાં રમશે. ભારત જો ફાઈનલ માટે ક્વોલિફાય થાય અને પાકિસ્તાન પણ તેની સામે હશે તો પણ ટાઇટલ મુકાબલો લાહોર કે રાવલપિંડીમાં નહીં પરંતુ દુબઈમાં જ રમાશે.

    આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીઃ કુ

    આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ મળીને રૂ. 60 કરોડના રોકડ ઈનામની વહેંચણી કરાશે. આઠ દેશો વચ્ચે રમાનારી અને મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનારી ટીમને આશરે રૂ. 20 કરોડ (22.4 લાખ ડોલર) ઈનામ મળશે, જ્યારે રનરઅપ બનનારી ટીમને આશરે રૂ. 10 કરોડ (11.2 લાખ ડોલર)નું રોકડ ઈનામ અપાશે.

    ‘વિરાટ’ શતક સાથે ભારતની આગેકૂ

    ચેમ્પિયન ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી હિસાબ બરાબર કર્યો છે. ચેમ્પિયન ટ્રોફી આઈસીસીની એક માત્ર ટૂર્નામેન્ટ હતી, જેમાં ભારત કરતા પાકિસ્તાને એક મેચ વધારે જીતી હતી. જોકે હવે બંને ટીમો 3-3ની બરાબરી પર આવી ગઈ છે. રવિવારે રમાયેલી મેચમાં વિરાટ કોહલીના વનડેમાં 51મી સદીથી ભારતે 42.3 ઓવરમાં જ 244 રન બનાવીને જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં યજમાન પાકિસ્તાન સતત બે હાર બાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ટીમ ઈન્ડિયાની સેમિ ફાઈનલમાં એન્ટ્રી ફાઈનલ થઈ ગઈ છે.

    વિરાટ 10 દેશમાં રમ્યો, બધે સદી ફ

    વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે દુબઈમાં રમતા વન-ડેમાં 51મી સદી ફટકારી હતી. કોહલીએ યુએઈમાં માત્ર બીજી ઈનિંગ્સ રમી અને સદી ફટકારી છે. જેનો અર્થ એ છે કે, કોહલીએ તમામ 10 દેશમાં સદી ફટકારી છે જ્યાં તેણે બેટિંગ કરી છે. આ 10 દેશમાં ઓસ્ટ્રેલિયા. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, ઝિમ્બાબ્વે અને યુએઈ સામેલ છે. વિરાટ કોહલી 10 દેશ જુદા-જુદા દેશમાં સદી ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો. જેમાં સનથ જયસૂર્યા અને સચિન તેંડુલકર (12-12) અને ક્રિસ ગેઈલ (10) સામેલ છે.

    પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે તેની કાતીલ બોલિંગ જેવી જ ભાષામાં મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ક્રિકેટ ટીમની આકરી ઝાટકણી કાઢી હતી. 

    નયનેશ દેસાઈ મિડલસેક્સ ક્રિકેટ ક્લબના પ્રમુખપદે નોમિનેટ કરાયા

    મિડલસેક્સ ક્રિકેટ માટે ઐતિહાસિક કહેવાય તેવા પગલામાં ઈંગ્લેન્ડ અને મિડલસેક્સના પૂર્વ બેટ્સમેન માર્ક રામપ્રકાશે ક્લબના પ્રમુખપદે પોતાના અનુગામી તરીકે નયનેશ દેસાઈનું નામ જાહેર કર્યું છે. મિડલસેક્સ ક્રિકેટ દ્વારા દેસાઈની નિયુક્તિને આવકાર અપાયો છે.

    ભારતનો ચેમ્પિયન્સ ટ્રોફી વિજ

    દેશવિદેશમાં વસતાં ભારતીય ક્રિકેટના ચાહકોએ હોળીના પાંચ દિવસ પૂર્વે રવિવારે દિવાળી જેવી ઉજવણી કરી હતી. પ્રસંગ હતો - ટીમ ઇંડિયાના ચેમ્પિયન્સ ટ્રોફી વિજયનો. ભારતે દસ મહિનાની અંદર બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું છે. ગયા વર્ષે 29 જૂને ભારતે ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતીને મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લીધી છે.