દિવાળીના પર્વ પર આઈપીએલની 10 ટીમો દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2025ની સિઝનમાં ક્યા ક્યા ટોચના ખેલાડીઓ પર મહાલક્ષ્મીની કૃપા થઈ છે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.
રમતગમત
Block: Site: Subtree Block
ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં યોજવાની સલાહ આપતાં ટીમ ઇંડિયાની મેચો યુએઇમાં રમાડવા સુચવ્યું હતું. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આ માટે તૈયાર નથી. પીસીબી તમામ મેચો ઘરઆંગણે જ રમાડવાની જીદે ચઢ્યું હોવાથી આઇસીસીએ ચેતવણી ઉચ્ચારી છે કે જો એ તેનું વલણ નહીં બદલે તો ચેમ્પિયન્સ ટ્રોફી નાછુટકે નવા સ્થળે યોજવાની ફરજ પડશે. સંભવત આ સ્થળ સાઉથ આફ્રિકા હોઇ શકે છે.
જસપ્રીત બુમરાહના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં હરાવીને પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે ઇતિહાસ પણ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી ચાર ટેસ્ટ રમી છે અને તમામમાં મોટા માર્જિનથી વિજય મેળવ્યા હતા પરંતુ ભારતે પર્થના આ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર વિશ્વની પ્રથમ ટીમ બની છે. પર્થમાં જ ભારતને અગાઉ 2018માં ઓસ્ટ્રેલિયાએ 146 રનથી હરાવ્યું હતું. પર્થના ઓપ્ટસમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 296 રનથી, વેસ્ટ ઇન્ડિઝને 164 રનથી તથા પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. ભારતે હવે કાંગારુઓને 295 રનથી હરાવીને પર્થમાં તેના અજેય રહેવાના ઘમંડને તોડી નાખ્યું હતું.
ભારતના ક્રિકેટ ક્ષેત્રના કુશળ વહીવટકર્તા જય શાહે રવિવારે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ સાથે જ શાહ સમક્ષ હવે પ્રથમ જવાબદારી તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને ચાલી રહેલી ગૂંચવણનો અંત લાવવાની રહેશે.
ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજૂ ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ચીનના ડિંગ લિરેનને છેલ્લા રાઉન્ડમાં માત આપીને ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. ગુકેશે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું. ટુર્નામેન્ટમાં 14માં અંતિમ રાઉન્ડમાં તે ડિગ લિરેન સામે રોમાંચક જીત મેળવીને વિશ્વનો યુવા ચેસ ચેમ્પિયન બન્યો હતો.
ભારતના ગ્રાન્ડમાસ્ટર ડોમ્મારાજૂ ગુકેશે ઈતિહાસ રચ્યો છે. ચીનના ડિંગ લિરેનને છેલ્લા રાઉન્ડમાં માત આપીને ગુકેશ સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. ગુકેશે શાનદાર રમતનું પ્રદર્શન કરતા 18મી વર્લ્ડ ચેસ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું. ટુર્નામેન્ટમાં 14માં અંતિમ રાઉન્ડમાં તે ડિગ લિરેન સામે રોમાંચક જીત મેળવીને વિશ્વનો યુવા ચેસ ચેમ્પિયન બન્યો હતો.
ભારતીય સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટીમમાં કમબેક કર્યું છે. શમીને ઈંગ્લેન્ડ વિરુદ્ધની 22 જાન્યુઆરીથી શરૂ થનારી 5 મેચની ટી20 સિરીઝ માટેની ટીમમાં સ્થાન મળ્યું છે. ઈજાને કારણે લાંબી રિહેબ પ્રક્રિયા બાદ શમીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં કમબેક કર્યું હતું.
ઇંગ્લેન્ડે ભારત સામેની ટી20 અને વન-ડે સિરીઝ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ જાહેર કરી દીધી છે. જો રૂટની વન-ડે ટીમમાં એક વર્ષ બાદ વાપસી થઈ છે. રૂટ ગયા વર્ષે ભારતમાં વર્લ્ડ કપમાં તેની છેલ્લી વન-ડે રમ્યો હતો.
ભારતના દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર (IGI) સ્ટેડિયમ ખાતે જાન્યુઆરી 13–19, 2025 દરમિયાન પ્રથમ ખો ખો વર્લ્ડ કપની શરૂઆત કરી દેવાઈ છે જેમાં ઈંગ્લેન્ડના પુરુષ અને મહિલા ટીમના 15-15 કુશળ ખેલાડીઓ સારો દેખાવ કરવા સજ્જ છે. ઈંગ્લેન્ડની ટીમોના ખેલાડીઓની પસંદગી નવેમ્બર 204માં આયોજિત ટ્રાયલ્સ થકી કરવામાં આવી છે. આ ખેલાડીઓએ યુકેની ક્લબ્સ, પ્રાદેશિક અને નેશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈને પોતાના કૌશલ્યને ઓપ આપ્યો છે અને હવે આ ઝડપી ગતિ ધરાવતી, દિલધડક રમતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. ઈંગ્લેન્ડની બંને ખો ખો ટીમો માટે રસપ્રદ બાબત એ કહી શખકાય કે વર્લ્ડ કપમાં તેઓ સૌથી યુવાન ટીમ છે જેના ખેલાડીઓની સરેરાશ વય માત્ર 17 વર્ષની છે.
આવતા મહિને પાકિસ્તાન અને દુબઈમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઇ છે, જેમાં હવે ફિટ થઈ ગયેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને સ્થાન અપાયું છે તો હજી સુધી અનફિટ મનાતા ગુજરાતના ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો ટીમમાં શરતી સમાવેશ કરાયો છે. જો બુમરાહ ફિટનેસ પાસ કરી દેશે તો તેને રમાડવામાં આવશે. ભારતીય પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી અને તે અગાઉ રમાનારી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડ-ડે સિરીઝ માટે ટીમ પસંદ કરી હતી. આ ટીમમાં યુવાન ડાબેરી બેટ્સમેન યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી છે. જયસ્વાલ પહેલી વાર વન-ડેમાં રમશે.
