અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ તરીકે જાણતા સરદાર પટેલ સ્ટેડિયમના નવનિર્માણકાર્યનો શુક્રવારથી પ્રારંભ થયો છે. આ જ સ્થળે બે વર્ષમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું અત્યાધુનિક સ્ટેડિયમ આકાર લેશે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતમાં આવતા મહિનાથી શરૂ થઇ રહેલી ગાંધી-મંડેલા ક્રિકેટ સીરિઝ માટે સાઉથ આફ્રિકાએ ટૂર્નામેન્ટના ત્રણ અલગ-અલગ ફોર્મેટ માટે ત્રણ કેપ્ટન સાથેની ટીમની જાહેરાત કરી છે. ઓપનિંગ બેટ્સમેન હશિમ અમલાને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવાયો છે. જ્યારે સ્ફોટક બેટ્સમેન એબી ડી’ વિલિયર્સને વન-ડે ટીમનો અને ફાફ ડુ પ્લેસિસને ટ્વેન્ટી૨૦ ટીમનો કેપ્ટન બનાવાયો છે. બંને દેશ વચ્ચેની શ્રેણી ગાંધી જયંતી - બીજી ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.
સ્ટાર રેસર લુઇસ હેમિલ્ટને શાનદાર પ્રદર્શન તથા ફોર્મને જાળવી રાખીને ઇટાલિયન ફોર્મ્યુલા વન ગ્રાં-પ્રિ જીતી લીધી છે. મર્સિડીસ ટીમના બ્રિટિશ ડ્રાઈવરે ચાલુ વર્ષે સાતમી તથા કારકિર્દીની ૪૦મી રેસ જીતી છે.
ક્રિકેટર યુવરાજ સિંહ બ્રિટનની મોડેલમાંથી અભિનેત્રી બનેલી હેઝલ કીચના પ્રેમમાં હોવાના તેની સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલ છે. તાજેતરમાં જ કેટલાક લોકોએ બન્નેને લંડનમાં જાહેર સ્થળે એકસાથે જોયાં હતાં. તેઓ લંડનમાં રજાઓ માણી રહ્યાં હતાં.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને સતત ઇજાઓથી ત્રાસી જઇને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ સાથે વોટસનની ૧૦ વર્ષની ટેસ્ટ કારકિર્દીનો અંત આવ્યો છે, જેમાં તેણે ૫૯ ટેસ્ટમાં ૩૭૩૧ રન ફટકારવાની સાથે ૭૫ વિકેટ પણ ઝડપી હતી. ૩૪ વર્ષીય વોટસનને એશિઝ ટેસ્ટની પ્રથમ કાર્ડિફ ટેસ્ટમાં મેદાન પર ઉતારાયો હતો.
ટીમ ઇંડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંઘના જીવન પર આધારિત બાયોપિક બનાવવાનું નક્કી થયું છે. ભૂષણ કુમારની કંપની ટી-સિરીઝ આ ફિલ્મનું નિર્માણ કરશે અને આ ડાબોડી વિસ્ફોટક બેટ્સમેનની જીવનની પ્રેરણાદાયી સફરને મોટા પડદે રજૂ કરશે.
બાંગલાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ કામચલાઉ સસ્પેન્ડ કર્યો છે. આ અંગે બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, જ્યાં સુધી શહાદત પર થયેલા કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેને ટીમની બહાર રાખવામાં આવશે.
મહેમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને પાંચમી અને અંતિમ વન-ડેમાં ઘરઆંગણે હરાવીને આઠ વિકેટે શાનદાર વિજય મેળવવા સાથે પાંચ મેચની સિરીઝ ૩-૨થી કબ્જે કરી છે. મિચેલ માર્શ અને હેસ્ટિંગ્સની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડનો દાવ ૩૩ ઓવરમાં ૧૩૮ રનમાં જ સમેટાયો હતો.
ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયાન મોર્ગનને ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને આખરી વન-ડેમાં બેટીંગ દરમિયાન માથામાં બોલ વાગતાં મેદાન છોડવું પડયું હતુ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્ટાર્કનો બાઉન્સર જોરથી મોર્ગનની હેલ્મેટની સાથે ટકરાયો હતો. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મોર્ગન પાસે દોડી ગયા હતા. બાદમાં ડોક્ટર દ્વારા મોર્ગનને મેદાન પર પ્રાથમિક સારવાર અપાઇ હતી, પણ પછી તેણે પેવેલિયનમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીના શ્રેષ્ઠતમ પ્રદર્શન સાથે પેરિસ પેરાલિમ્પિક 2024નું અભિયાન સમાપ્ત કર્યું છે. ભારત માટે પેરિસ પેરાલિમ્પિક ઐતિહાસિક રહ્યું છે, જેમાં ભારતે સૌથી વધારે મેડલ મેળવ્યા છે. પેરિસમાં ભારતે કુલ 29 મેડલ મેળવ્યા છે, જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ અગાઉ ભારતે સૌથી વધારે 19 મેડલ ટોક્યો પેરાલિમ્પિકમાં મેળવ્યા હતાં. ભારતીય ખેલાડીઓએ પેરાલિમ્પિકની પાછલી બે એડિશનમાં જ કુલ 48 મેડલ હાંસલ કર્યા છે. તે પહેલાંની કુલ 11 એડિશનમાં કુલ 12 મેડલ હાંસલ થયાં હતાં.
