ટૂર્નામેન્ટ દરમિયાન ત્રણ ભારતીય ક્રિકેટર્સની જોડી બનતી નજરે પડી હતી જે તેમના લગ્નજીવનના કારણે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
રમતગમત
Block: Site: Subtree Block
ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સાન્તેનરે રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરીને જણાવ્યું હતું કે ભારતીય કેપ્ટનના અભિગમથી અમારા બોલર્સ ભયભીત હતા. રોહિતનો અભિગમ કેટલીક વખત ફ્લોપ રહે છે પરંતુ મોટી મેચોમાં નિર્ણાયક સાબિત થાય છે. તેના રમવાના અંદાજથી મેચની શરૂઆતથી જ અમે બેકફૂટ ઉપર ધકેલાઈ ગયા હતા.
વિશ્વની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલનો પ્રારંભ આવતા શનિવાર 22 માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મુકાબલો ઈડન ગાર્ડન્સ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ વચ્ચે રમાશે. આઈપીએલની 18મી સિઝન ઘણાં અર્થમાં અલગ હશે. જેમ કે, સિઝનમાં 10માંથી 5 ટીમ પાસે નવા કેપ્ટન છે. ગત વખતે રિષભ પંત દિલ્હીની ટીમનો કેપ્ટન હતો, જોકે આ વખતે તેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે ખરીદ્યો છે અને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. ગુજરાત ટાઈટન્સની માલિકીમાં પણ ફેરફાર થયો છે અને ટીમને ટોરેન્ટ ગ્રૂપ તરીકે નવા માલિક મળ્યા છે. હવે જૂના માલિક સીવીસી પાસે 33 ટકા જ ભાગીદારી રહેશે. વળી, આ વખતે ટીમો ખેલાડીઓને સિઝનની વચ્ચે જ રિપ્લેસ કરી શકશે. હવે આઈપીએલ શરૂ થવામાં ગણતરીના દિવસ બાકી છે ત્યારે જાણીએ કે આ વખતે શું બદલાઈ રહ્યું છે....
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં ફ્રેન્ચાઈઝીઓને સ્પોન્સરશિપથી થનારી કમાણીમાં જંગી વધારો થશે તેવો અંદાજ છે. માર્કેટના સૂત્રો જણાવે છે કે, આઇપીએલ-2025માં 10 ફ્રેન્ચાઈઝીઓને માત્ર સ્પોન્સરશિપ થકી જ કુલ મળીને 1,300 કરોડ રૂપિયા જેટલી કમાણી થાય તેવી ધારણા છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને તો જંગી કમાણી થઈ જ રહી છે.
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સની ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ડેની ઉજવણી કરાઇ હતી. દર વર્ષે માર્ચ મહિનાના બીજા સોમવારે યોજાતી કોમનવેલ્થ ડેની આ પરંપરાગત ઉજવણીમાં વિશ્વના 56 દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ દ્વારા બેટન રિલેના લોન્ચિંગને સૂરીલું ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને જન્મ આપ્યો છે.
આઈપીએલ 2025ની બીજી મેચમાં હૈદરાબાદે રાજસ્થાન સામે ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 6 વિકેટે 286 રન બનાવ્યા હતા. જે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર રહ્યો.
ટવેન્ટી-20 ક્રિકેટની રંગારંગ ટૂર્નામેન્ટ ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-18માં ક્યા દિવસે કોણ કોની સામે ટકરાયું? કોણ જીત્યું? અને કોણ હાર્યું? ઉડતી નજરે રાઉન્ડઅપ...
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના વડા તરીકે ઝિમ્બાબ્વેના રમતગમત પ્રધાન ક્રિસ્ટી કોવેન્ટ્રી ચૂંટાયા છે. આ પ્રતિષ્ઠિત પદ માટે સાત સભ્યો રેસમાં હતા અને વોટિંગના અંતે કોવેન્ટ્રી વૈશ્વિક સંસ્થાના વડા ચૂંટાયા હતા. આ સાથે જ તેઓ આઈઓસીના સર્વોચ્ચ પદે ચૂંટાનાર સૌપ્રથમ મહિલા તેમજ આફ્રિકન બન્યા છે. કોવેન્ટ્રી બે વખત સ્વિમિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યા છે.
રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન રોયલ્સે આઈપીએલની તેની મેચમાં ગુજરાત ટાઇટન્સને આઠ વિકેટથી 4.1 ઓવરો બાકી હતી ત્યારે પરાજય આપ્યો હતો.
