કેપ્ટન શુભમન ગિલે બર્મિંગહામમાં ટેસ્ટ સિરીઝ બરાબર કરનારી શાનદાર જીતને યાદગાર ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ તે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે એજબસ્ટનમાં ઇંગ્લેન્ડ સામે ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવવી તેમની સૌથી પ્રિય યાદોમાંની એક હશે.
રમતગમત
Block: Site: Subtree Block
ઇંગ્લેન્ડ સામે ભારતના ઐતિહાસિક વિજયમાં મેચિવનિંગ પ્રદર્શન કરનાર પેસ બોલર આકાશદીપ પોતાની સફળતા પોતાની કેન્સર પીડિત બહેનને સમર્પિત કરીને ભાવુક બન્યો હતો. આકાશે જણાવ્યું હતું કે હું જ્યારે પણ બોલ હાથમાં લેતો હતો ત્યારે મારી બહેનનો વિચાર મને હંમેશાં આવતો હતો. મેં આ બાબતે કોઇની સાથે વાત કરી નથી પરંતુ બે મહિના પહેલાં મારી બહેનને થર્ડ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.
ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં પણ કમાલ કરી રહ્યો છે. 14 વર્ષીય સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની અંડર-19 મેચમાં માત્ર 52 બોલમાં શાનદાર સદી ફટકારીને યુવા વનડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
ટી20 અને વન-ડે સીરિઝ રમવા માટે ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલી મહિલા ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોના માનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા એક ગેટ ટુગેધરનું આયોજન કરાયું હતું
ઇંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટનું પરિણામ ભલે ટીમ ઇંડિયાની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં ભારતની જીત માટે જે રીતે તેણે લડત આપી, તેના માટે જાડેજાના વખાણ થવા સ્વાભાવિક છે. ઈંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ કોઈપણ ભારતીય બેટ્સમેનની સરખામણીમાં લોર્ડ્સ ક્રીઝ પર સૌથી વધુ સમય વિતાવ્યો. લોર્ડ્સ ટેસ્ટમાં, તે કુલ 473 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો. ભારત જીતશે તેવી આશા સાથે. જોકે આવું બન્યું નહીં પરંતુ તેમના નામે એક અજોડ રેકોર્ડ ચોક્કસ નોંધાઈ ગયો.
બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય મેન અને વિમેન ક્રિકેટ ટીમના સભ્યોએ લંડનમાં ક્લેરેન્સ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી તે સમયની તસવીર.
ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 1-2થી પાછળ પડ્યા બાદ ભારતીય ટીમ હવે 23મી જુલાઈથી માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં વિજય અપાવે તેવો શાનદાર દેખાવ કરવા તત્પર છે. બીજી તરફ, ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ત્રીજા ક્રમના બેટ્સમેનની સમસ્યા માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહી છે.
બ્રિટનની પુરુષ રિલે ટીમ (4x400 મીટર)ને લંડન ડાયમંડ લીગ દરમિયાન 1997 વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલ સત્તાવાર રીતે અપાયો છે. આ સન્માન તેમને અમેરિકન ટીમના ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ હવે અપાયો છે. એથેન્સમાં 28 વર્ષ અગાઉ જીતેલ અમેરિકન ટીમનું ટાઈટલ આંચકી લેવાયું. જ્યારે એથ્લિટ એન્ટોનિયો પેટિગ્રુએ 2008માં સ્વીકાર્યું હતું કે તે 1997 થી 2003 વચ્ચે ડોપિંગમાં સંડોવાયેલો હતો.
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની લેજન્ડ્સ ટી20ને રદ કરવાનો નિર્ણય લીધો હતો. યુવરાજ, હરભજન, ધવન સહિતના ખેલાડીઓએ આ મુકાબલામાં રમવાના હતા. જોકે ભારતના દિગ્ગજ ખેલાડીઓએ મેચના એક દિવસ અગાઉના ડિનરમાં જ પાકિસ્તાન સામે નહીં રમવાની જાણ આયોજકોને કરી દીધી હતી.
પેસ બોલર અર્શદીપ સિંહ તથા નીતીશ કુમાર રેડ્ડી હાથ અને ઘૂંટણની ઈજાના કારણે માન્ચેસ્ટર ટેસ્ટના મેદાનમાં ઉતરશે નહીં. મોહમ્મદ સિરાજે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમશે તે બાબતને સમર્થન આપ્યું છે. પાંચ મેચની શ્રેણી દાવ ઉપર હોવાના કારણે બુમરાહ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમશે તેવી આશા હતી. ટૂર પહેલાં નક્કી થયેલી રણનીતિ મુજબ બુમરાહ પ્રથમ ત્રણમાંથી બે મેચ રમી ચૂકયો હોવાના કારણે વર્ક લોડને ધ્યાનમાં રાખીને ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવતી રહી હતી. ભારત શ્રેણીમાં 1-2થી પાછળ છે. અને ઈજાઓ ચિંતાનો વિષય બન્યો છે, આ કારણથી ભારતીય ટીમ મેનેજમેન્ટ બુમરાહને રમાડવાનો નિર્ણય કર્યો છે.
