ઈપ્સવિચ એન્ડ કોલ્ચેસ્ટર ક્રિકેટ ક્લબના ખેલાડી કિશોર કુમાર સાધકે અતુલનીય સીમાચિહ્ન સમાન સિદ્ધિ હાંસલ કરી છે. 37 વર્ષીય સ્પીનર સાધકે એક જ મેચની સતત બે ઓવરમાં બે વખત હેટ-ટ્રિક મેળવીને ઈતિહાસ રચ્યો છે. સાધકે આઉટ કરેલા 6 ખેલાડીમાંથી 5 ક્લીન બોલ્ડ થયા હતા અને એક ખેલાડીનો કેચ લેવાયો હતો.
રમતગમત
Block: Site: Subtree Block
મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો હતો. મનોરંજન, ફિટનેસ, અને મૈત્રીપૂર્ણ ભાવના સાથેની આ ટુર્નામેન્ટમાં વેગન બેડમિન્ટન લીગની તમામ ક્લબોના સક્રિય ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ ઉનાળામાં 13મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દરમિયાન વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે 45,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો આ નવો વિક્રમ સ્થાપિત થયો હતો. આ વર્ષની રકમ સાથે તમામ ઈવેન્ટ્સમાંથી પ્રાપ્ત કુલ સંયુક્ત દાનની રકમ 300,000 પાઉન્ડને વટાવી ગઈ છે, જેના થકી યુકે અને વિદેશમાં આરોગ્ય અને શિક્ષણક્ષેત્રમાં ગરીબીનિવારણના પ્રોજેક્ટ્સને સપોર્ટ અપાય છે.
ભારતની ટીનેજર ચેસ સ્ટાર દિવ્યા દેશમુખે પોતાની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર હાંસલ કરીને સોમવારે પોતાના જ દેશની અને ભૂતપૂર્વ ચેમ્પિયન કોનેરુ હમ્પીને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ કપ જીતી લીધો હતો. દિવ્યા દેશમુખનો ટાઈ બ્રેકરમાં વિજય થયો હતો. આ ઘટના બીજી રીતે પણ વિક્રમજનક છે. આ આંતરરાષ્ટ્રી ચેસ સ્પર્ધાની ફાઇનલમાં પહેલી વખત કોઇ ભારતીય ખેલાડીએ સ્થાન મેળવ્યું હતું, અને બન્ને ખેલાડી ભારતની જ હતી. આમ ચેમ્પિયનશીપ ભારતના નામે જ લખાયેલી હતી.
પ્લેયર ઓફ ધ મેચ પેસ બોલર મોહમ્મદ સિરાજે 104 રનમાં ઝડપેલી પાંચ વિકેટની મદદથી ભારતે ઓવલમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઇંગ્લેન્ડને તીવ્ર રસાકસી બાદ માત્ર છ રને હરાવીને પાંચ મેચની શ્રેણી 2-2થી ડ્રો કરી છે. આ મેચના પરિણામે પુરવાર કર્યું છે કે ટીમ ઇંડિયાના ખેલાડીઓનો અનુભવ જરૂર ઓછો હતો, પરંતુ વિજય હાંસલ કરવાનું ઝનૂન જરાય ઓછું નહોતું.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની સિરીઝની અંતિમ મેચમાં રેકોડર્સનો ઢગલો થયો. આ દરમિયાન ગુજરાતી ખેલાડી રવીન્દ્ર જાડેજાએ મેચમાં 77 બોલમાં 53 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ જાડેજાએ ગેરી સોબર્સનો 59 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સુકાની શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય સુકાનીએ પાંચ મેચમાં 754 રન કર્યા છે. ગિલ પાસે ગાવસ્કરનો એક સિરીઝમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ તોડવાની તક હતી પરંતુ તે છેલ્લી મેચમાં સસ્તામાં આઉટ થઇ જતા રેકોર્ડ ચૂકી ગયો હતો.
ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા 37 વર્ષના પૂજારાએ 13 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 103 ટેસ્ટમાં 43.60 રનની સરેરાશથી કુલ 7195 રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં 19 સદી ને 35 અડધી સદી નોંધાવી હતી.
ચેતેશ્વર પૂજારાએ ઘરઆંગણાના ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની સાક્ષી આપતા આંકડાઓ...
ચેતેશ્વર પૂજારાની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિને ક્રિકેટજગતના દિગ્ગજોએ બિરદાવી છે.
