રમતગમત

No

Block: Site: Subtree Block

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી, ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસન અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. એડિનબર્ગમાં યોજાયેલા સમારોહમાં આ ત્રણેયનું સન્માન કરાયું હતું.
    પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ગાંગુલીએ કહ્યું, ‘આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવું મારા માટે સન્માનની વાત છે. ક્રિકેટના મહાન ખેલાડીઓમાં મારું નામ સામેલ થવું એ મારી સૌથી યાદગાર ક્ષણોમાંની એક રહેશે.’

    પી.વી. સિંધુઃ જાપાન ઓપન જીતનાર

    ભારતીય બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુએ રવિવારે ટોક્યો ખાતે રમાયેલી જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ સિંધુએ ફાઈનલ મુકાબલામાં સ્થાનિક ફેવરિટ અને વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી અકાને યામાગુચીને સીધા સેટોમાં 21-14, 21-17થી પરાસ્ત કરીને કારકિર્દીનું પ્રથમ જાપાન ઓપન ટાઇટલ કબજે કર્યું છે. આ સાથે જ તે જાપાન ઓપનની 40થી વધુ વર્ષ જૂની હિસ્ટ્રીમાં મેન્સ કે વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતનારી સર્વપ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની છે.

    સ્પેન ફિફા ફૂટબોલ વર્લ્ડ ચેમ્

    સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કર્યા બાદ સ્પેને પોતાની લય જાળવી રાખતાં રવિવારે રમાયેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ફેવરિટ આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. 

    ભારતીય હાઇ કમિશનમાં ટીમ ઇંડિય

    ભારતીય હાઇ કમિશને શનિવારે સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું તે પ્રસંગની તસવીરમાં હાઇ કમિશનર પેરીસ્વામી કુમારન, સાંસદ રાજીવ શુક્લા સહિત અન્યો સાથે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો.

    પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 થકી વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે £50,000નું ફંડ એકત્ર કરાયું

    નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 2 જુલાઈ 2026ના રોજ યોજાએલા 14મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 દરમિયાન વન કાઈન્ડ એક્ટ One Kind Act ચેરિટી માટે 50,000 પાઉન્ડનું વિક્રમજનક ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ફંડરેઈઝિંગ ઈવેન્ટ બન્યો હતો. ચેરિટીની મદદ માટેના ઈવેન્ટમાં પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીના ક્લાયન્ટ્સ,પાર્ટનર્સ અને સમર્થકો ઉપસ્થિત હતા. આ સાથે પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દ્વારા યુકે અને દરિયાપાર હેલ્થકેર અને એજ્યુકેશન ઈનિશિયેટિવ્ઝ થકી ગરીબીનો સામનો કરવાના પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા અત્યાર સુધીમાં 400,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.

    હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

    હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં સૌથી તેજસ્વી યુવા પ્રતિભાઓમાં એક ગણાતી બોધનાએ ફ્રાન્સના એઈક્સ-એન-પ્રોવિન્સ ખાતે રમાયેલી ડોલે ટ્રોફી ટુર્નામેન્ટમાં પોતાની કારકીર્દિનો સૌથી મોટો વિજય હાંસલ કર્યો છે. માર્ક‘આન્દ્રીઆ મૌરિઝી 2023નો વર્લ્ડ અંડર-20 ચેમ્પિયન છે.

    ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તર

    ધોરણ ૬માં અભ્યાસ કરતા આર્યન પટેલે ફેરફિલ્ડ પ્રેપેરટરી સ્કૂલ તરફથી સદી વિંઝીને પોતાની ટીમને રેટક્લીફ કોલેજ સામે વિજય અપાવ્યો હતો અને શાળાની રેકોર્ડ બુકમાં શાળા તરફથી પ્રથમ વખત સદી ફટકારનાર ક્રિકેટર તરીકેનુ બહુમાન મેળવ્યું છે.

    નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો હતો કે શ્રીનિવાસનને ચૂંટણી લડવા માટે અને ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલમાંથી શા માટે ગેરલાયક ઠરાવવામાં ન આવે? કેસની વધુ સુનાવણી સોમવારે થવાની છે.

    નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ શરદ પવારને આ અંગે જાણ કરી હતી અને તેમની મંજુરી બાદ જ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી.

    કોલંબોઃ જયવર્દને (અણનમ ૭૭) અને સંગાકારા (અણનમ ૬૭)ના ૧૫મી વખત શતકીય ભાગીદારી સાથે અણનમ ૧૪૯ રનના પ્રદાનથી શ્રીલંકાએ ઈંગ્લેન્ડ સામેની બીજી વન ડેમાં આસાનીથી વિજય મેળવ્યો હતો.