રમતગમત

No

Block: Site: Subtree Block

    HCI દ્વારા ભારતનો નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાયો

    ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓના ડેલિગેશનના વડા તરીકે  લંડનની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.ડેલિગેશન દ્વારા કોમનવેલ્થ ગેઈમ્સ 2030 યોજવા ભારતનો પ્રસ્તાવ કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રુકારે રમક્ષ રજૂ કરાયો હતો.

    LCUKનો વાર્ષિક રમતોત્સવઃ રમત અને સામુદાયિક ભાવનાનો સંગમ

    લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની નેતાગીરીમાં LCUK કમિટી દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરના દિવસોએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં રમતની ઊજવણી, ટીમવર્ક અને સામુદાયિક ઉત્સાહની ભાવના સાથે તમામ વયના સભ્યોને સાંકળી લેવાયા હતા. રવિવાર 21 સપ્ટેમ્બરે એલ્ડેનહામ કન્ટ્રી ક્લબ ખાતે ચિરાગ કોટેચા અને પ્રદીપ ચંદારાણાના સંચાલનમાં ગોલ્ફ ટુર્નામેન્ટ  યોજાશે અને તેની સાથે રમતોત્સવનું સમાપન કરાશે.

    હિંમત - આત્મવિશ્વાસ - દેશદાઝનો

    ટીમ ઇંડિયાએ રવિવારે કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પછડાટ આપીને એશિયા કપ ટ્રોફી જીતી લીધી છે. ભારતે નવમી વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે, પરંતુ આ વખતની જીત હિંમત, આમવિશ્વાસ, દેશદાઝ તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સમર્પણનું પ્રતિક બની રહી છે.

    ભારત જીત્યું જરૂર, પણ ટ્રોફીથી...

    એશિયા કપની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે કચડીને ચેમ્પિયન બનેલા ભારતને બીજા દિવસે પણ ચેમ્પિયનની ટ્રોફી ના મળતા વિવાદ થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન બહારનું ઘર્ષણ હવે ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળ્યું છે અને ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના રવિવારે બની હતી.

    એશિયા કપમાં ભારતનો દબદબો યથાવ

    ડાબેરી બેટર તિલક વર્માએ શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારતાં ભારતે એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાન સામે જોરદાર લડત આપીને ભારતને પાંચ વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો. ભારત એક સમયે નબળી સ્થિતિમાં આવી ગયું હતું પરંતુ તિલક વર્માએ છેક સુધી હિંમત હાર્યા વિના બેટિંગ કરી હતી.

    ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર

    ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

    હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમ

    વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નિયમિત વન-ડે કેપ્ટન રોહિત શર્મા હાજર રહેનારો હતો પરંતુ તેની ગેરહાજરીએ અલગ જ સંકેત આપી દીધા હતા. જોકે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમનારી ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીને સામેલ કરાયા છે જેઓ એક ખેલાડી તરીકે રમશે.

    વન્ડર વિમેન્સઃ ભારત પ્રથમવાર

     શેફાલી વર્માના ઓલરાઉન્ડ પ્રદર્શન અને મિડલ ઓર્ડરમાં દીપ્તિ શર્માએ નોંધાવેલી આક્રમક અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારત અગાઉ બે વખત 2005 અને 2017માં રનર્સ-અપ બન્યું હતું. ભારતના સાત વિકેટે 298 રનના સ્કોર સામે સાઉથ આફ્રિકાની પૂરી ટીમ 246 રન નોંધાવી શકી હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના 52 વર્ષના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલાં ભારત બે વખત રનર્સ-અપ બન્યું હતું. રસપ્રદ બાબત એ છે કે 2000થી અત્યાર સુધી રમાયેલા છ વર્લ્ડ કપમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે. શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ તથા દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની છે.

    અમોલ મજુમદારઃ દેશ માટે ક્યારે

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ સજર્યા બાદ આ ટીમના કોચ અમોલ મજુમદાર પણ ચર્ચામાં છે. ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા અમોલ કમનસીબે ક્યારેય ભારતીય ટીમ તરફથી રમી શક્યા નહોતા પણ હવે તેમના કોચપદ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનતાં તેમનો એ વસવસો જાણે દૂર થયો છે.

    અમદાવાદને સ્પોર્ટ્સ કેપિટલની...

    ગુજરાત માટે 26 નવેમ્બરનો દિવસ ખૂબ જ ઐતિહાસિક હતો. કોમનવેલ્થ ગેમ્સ- 2030ની યજમાની માટે નિર્ણય લેવા સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર મારવામાં આવી હતી. ગ્લાસગોમાં આ ગૌરવાન્વિત ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું.