પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ 14 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 141મા સેશન વેળા વ્યક્ત કરી હતી. આ પછી તેમણે 15 ઓગસ્ટ 2024ના રોજ લાલ કિલ્લા પરના ભાષણમાં આ કહ્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં વધારો કરતાં મોદી સ્ટેડિયમની આસપાસ એેના જેવાં જ નવાં 6 હાઇટેક વર્લ્ડક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યાં છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે રાંચીના મેદાન પર સદી ફટકારીને આશ્ચર્યજનક ઇતિહાસ રચી દીધો હતો. કોહલીની વનડે કેરિયરની આ 52મી સદી હતી. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક ફોર્મેટમાં સૌથી વધારે સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેન્ડુલકરનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ તેજતર્રાર ખેલાડીએ બાળપણમાં ગરીબી સહન કરી છે, મહેણાં-ટોણાં સાંભળ્યા છે, પણ આજે જિંદગીના બધા જ અવરોધોને ઓળંગીને વિમેન્સ પ્રીમિયન લીગ (WPL)ની આ સિઝનની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેનું નામ છે દીપ્તિ શર્મા. 28 વર્ષની દિપ્તી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અગ્રણી ઓલરાઉન્ડર છે. તાજેતરમાં જ મહિલા પ્રીમિયર લીગ 2026ની હરાજીમાં, યુપી વોરિયર્સે તેને રૂ. 3.2 કરોડમાં ખરીદી, જે સિઝનની સૌથી ઊંચી બોલી હતી. આનાથી તે લીગની અત્યાર સુધીની બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે. દીપ્તિએ આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો છે.
‘બેબી સમુરાઈ’ના હુલામણા નામથી જાણીતા 15 વર્ષીય કેન્યન કિશોર ડ્રાઈવર શાન ચંદેરીઆએ FIA પ્રમાણિત ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ ટાઈટલની ત્રીજી સીઝનમાં વિજય હાંસલ કરી સૌથી યુવાન ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું છે. શાન ચંદેરીઆએ ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના હિસ્સારૂપ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટની રેસ વનમાં ચેમ્પિયનશિપ મેળવી હતી. તેણે ચેન્નાઈમાં બીજા રાઉન્ડ દરમિયાન ઈતિહાસ સર્જી FIA ફોર્મ્યુલા 4 રેસ જીતનારા પ્રથમ કેન્યન તરીકેનું બિરુદ હાંસલ કર્યું છે.
નોર્થ અમેરિકાના કેન્દ્રોમાંથી 14થી 22 વયજૂથના કિશોરો અને યુવાનો BAPS યોગી કપ ટુર્નામેન્ટ 2025-2026 માટે એકત્ર થયા હતા. એક સ્પર્ધાથી વિશેષ આ ટુર્નામેન્ટ યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત સંપ, સોહાર્દભાવ અને એકતાના ઊંડા મૂળ સાથે ખેલાય છે. આ સિદ્ધાંતોથી ઈવેન્ટનું વાતાવરણ રચાયું હતું તેમજ ભોગોલિક રીતે અંતર ધરાવતા કિશોરો અને યુવકો સંઘભાવના, મિત્રતા અને અખિલાઈની ભાવના સાથે એકત્ર થયા હતા.
પાકિસ્તાની ક્રિકેટ ટીમ આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે મેદાનમાં ઉતરશે નહીં. જોકે પાકિસ્તાન સરકારે આ ટુર્નામેન્ટ માટે ટીમને શ્રીલંકા જવાની મંજૂરી આપી છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મેચનો બહિષ્કાર કરશે.
ભારતીય યુવા બ્રિગેડે ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનની જંગી લીડથી હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત એટલે પણ ખાસ છે કારણ કે - ભારતે ફાઈનલમાં 411/9નો સ્કોર કર્યો, જે ટુર્નામેન્ટ ઈતિહાસમાં કોઈપણ ફાઈનલનો સૌથી મોટો સ્કોર છે. જોકે મેચનો અસલી હીરો 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી રહ્યો. જેણે માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. તેણે કેપ્ટન આયુષ મ્હાત્રે (53) સાથે મળી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી, જેથી ભારત 400નો આંક પાર કરવામાં સફળ રહ્યું. ગુજરાતના વેદાંત ત્રિવેદીએ 32 રન, કુંડુએ 40 રન ફટકાર્યા હતા. મિન્ટો એ 3 વિકેટ લીધી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા વર્ષ 2025-26 માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરાઇ છે. આ યાદીમાં સૌથી મોટો ફેરફાર દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ગ્રેડમાં જોવા મળ્યો છે. અગાઉ ગ્રૂપ A+ (પ્લસ)માં સ્થાન ધરાવતા આ બંને ખેલાડીઓને હવે ગ્રૂપ-3માં મુકવામાં આવ્યા છે.
ટી20 વિશ્વકપ 20226માં આવતા રવિવાર - 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ભારત-પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પર ઊભું થયેલું સસ્પેન્સ આખરે ખતમ થયું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની કડક ચેતવણી અને સંભવિત આર્થિક પ્રતિબંધોના દબાણ હેઠળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પોતાના બહિષ્કારના નિર્ણય પર નરમ પડયું.
