રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. આરસીબી ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આરસીબીને આદિત્ય બિરલા ગ્રુપ (ABG), ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ (TOI), બોલ્ટ વેન્ચર્સ (Bolt) અને બ્લેકસ્ટોન્સ (BXPE) પરપેચ્યુઅલ પ્રાઈવેટ ઈક્વિટી સ્ટ્રેટેજીએ મળીને ખરીદી છે.
રમતગમત
Block: Site: Subtree Block
સૌથી મોટા આઇપીએલ મુકાબલાનો તખતો તૈયાર થઇ ગયો છે. 28 માર્ચની સાંજે બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટોસ થશે. આઈપીએલની 19મી સિઝન પોતાની અત્યાર સુધીનાં સૌથી ભવ્ય અને સૌથી લાંબા અવતારમાં સામે આવશે. આ સિઝન ગત 18 વર્ષનાં ઈતિહાસથી અલગ છે. આ વખતે 10 ટીમો વચ્ચે કુલ 84 મુકાબલા રમાશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી સિઝન બનાવશે. અગાઉ મહત્તમ 74 મેચ રમાતી હતી. 10 ટીમો વચ્ચે સમગ્ર દેશમાં 13 જુદા-જુદા સ્થળો એ 64 દિવસ ચોગ્ગા-છગ્ગાનો રોમાંચ જોવા મળશે. નવી સિઝન માટે તમામ 10 ટીમોએ તૈયારીઓ ઝડપી બનાવી છે અને પ્રી-સિઝન ટ્રેનિંગ કેમ્પ થકી ખેલાડીઓ મેચ મોડમાં ઢળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વર્લ્ડ કપ પૂર્ણ થવાના બરાબર 20 દિવસ બાદ આઈપીએલ શરૂ થઈ રહી છે. એવામાં બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઈઝ મળીને ઘણાં ટોચના ખેલાડીઓનાં વર્કલોડ પર નજર રાખી રહી છે.
ભારતીય ટીમે છેલ્લા બે ટી-20 વર્લ્ડકપ જીતવાની સાથે વ્હાઈટબોલ ક્રિકેટમાં આગવું પ્રભુત્વ સાબિત કર્યું છે અને તેનો સીધો પ્રભાવ આઈપીએલમાં પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓમાં વિદેશી ખેલાડીને કેપ્ટન બનાવવાનું આકર્ષણ ઘટ્યું છે. જ્યારે ભારતીય ખેલાડીઓને સુકાન સોંપવાનો સિલસિલો શરૂ થયો છે.
આર્જેન્ટીનાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન લિઓનેલ મેસીએ ઈન્ટર માયામી તરફથી નેશવિલે સામે કોન્કાકાફ ચેમ્પિયન્સ કપની મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ તેણે કારકિર્દીમાં 900 ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
આઇપીએલ માટે ગયા મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ટૂર્નામેન્ટની બે મોટી ફેન્ચાઇઝીઓ રાજસ્થાન રોયલ્સ અને આરસીબીના માલિકો બદલાઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સને NRI બિઝનેસમેન કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ખરીદી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ અને સોમાનીની ડીલ બાદ અચાનક જ ઓસ્ટ્રેલિયાનો દિવંગત ક્રિકેટર શેન વોર્ન ચર્ચામાં આવ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે કુલ મળીને 13 ટાઇટલ છે પરંતુ ગઈ સિઝન તેમના માટે સંઘર્ષપૂર્ણ રહી હતી. ચેન્નાઈની ટીમે સંજુ સેમસનને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે. જોકે સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, જેણે પોતાની નિવૃત્તિ અંગે હજી પણ સસ્પેન્સ જાળવી રાખ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સે કેમરૂન ગ્રીન (આ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી) અને રચિન રવિન્દ્રને ટીમમાં ઉમેરીને બેટિંગ મજબૂત કરી છે. અજિંક્ય રહાણે કેપ્ટન તરીકે અને રિન્કુ સિંઘ ફિનિશર તરીકે આન્દ્રે રસેલની ખોટ પૂરવાનો પ્રયાસ કરશે.
બાળપણમાં થયેલા એક ગમખ્વાર વીજ અકસ્માતમાં બંને હાથ અને બંને પગ ગુમાવી દેનારી ઓડિશાની 18 વર્ષની પાયલ નાગે બેંગકોક પેરા તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. પાયલે મેજર અપસેટ સર્જતાં બન્ને હાથ ન હોવા છતાં વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલી ભારતની જ શીતલ દેવીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતની ગ્રાન્ડ માસ્ટર વૈશાલી રમેશબાબુએ મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપના ખરાખરીના જંગ માટે ક્વોલિફાય કરતાં કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતવાની સાથે ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટનમાં ચેમ્પિયન બનનારી ભારતની સૌપ્રથમ મહિલા ખેલાડી બની છે. તો તેણે મહિલા વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થનારી બીજી ભારતીય ચેસ ખેલાડી તરીકે ગૌરવ મેળવ્યું છે.
અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં યોજાનાર ફિફા વર્લ્ડ કપ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 48 ટીમો સાથે રમાનારા ફૂટબોલના આ મહાકુંભમાં ખિતાબ જીતવા માટે રોમાંચક જંગ ખેલાશે. આ ટ્રોફીના 96 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર આઠ જ દેશો ફૂટબોલ વર્લ્ડ કપ પર કબ્જો જમાવી શક્યા છે.
આઈપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ સ્પર્ધામાંથી બહાર નીકળી ચુકી છે. આવા નિરાશાજનક દેખાવ વચ્ચે હવે સોશિયલ મીડિયા પર 'MS Dhoni Scam' (એમ.એસ. ધોની કૌભાંડ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વિવાદમાં કૂદી પડતા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પૂર્વ ચીફ સિલેક્ટર કે. શ્રીકાંતે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ, કેપ્ટન ગાયકવાડ અને કોચ ફ્લેમિંગ પર ચાહકોને અંધારામાં રાખવાનો અને છેતરવાનો નીડર આરોપ લગાવ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં આ પ્રથમ એવી સીઝન રહી જેમાં ધોની એક પણ મેચ રમવા માટે મેદાન પર ઉતર્યો નથી. તેમ છતાં આખી સીઝન દરમિયાન તેના રમવાના ખોટા સંકેતો અપાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.
