ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.
રમતગમત
Block: Site: Subtree Block
ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ ત્રીજો સૌથી નાનો સ્કોર હતો.
પાકિસ્તાનના ટોપ ઓર્ડર પર ગુજરાતના સુપરસ્ટાર બોલરો છવાઈ ગયા હતા. જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં હાર્દિક પંડયાએ આંચકો આપ્યો હતો. તેણે ઈનિંગના ચોથા જ બોલે ફરહાનને શૂન્ય રને રિન્કુના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.
ટી20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને કારમો પરાજય આપીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર અને યાદગાર વિશ્વવિજયમાં ચાર ગુજરાતીનો સિંહફાળો રહ્યો છે. મેદાન પર જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાએ બોલ તથા બેટથી તરખાટ મચાવીને વિરોધી ટીમોને પરાસ્ત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું, તો ડ્રેસિંગ રૂમમાં સૌરાષ્ટ્રના વતની બેટિંગ કોચ સિતાંશુ કોટકે બેટ્સમેનોને માનસિક રીતે મજબૂત કરી રણનીતિ ઘડી દેશને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીતી લીધું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આશરે એક લાખથી વધુ દર્શકોની હાજરીમાં રમાયેલી મેચમાં ભારતના 255 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને એક સાથે પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
સૂર્યકુમાર યાદવે ઈતિહાસ રચ્યો. મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા બાદ તે ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો. ટ્રોફી જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે ટીમ તેના બે નવા લક્ષ્યાંક પણ જાહેર કર્યા.
ભારતીટ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં શાનદાર જીતનો શ્રેય ચાર દિગ્ગજોને આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરે આ ટ્રોફી પૂર્વ કોચ રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને બીસીસીઆઇના પૂર્વ સેક્રેટરી જય શાહને સમર્પિત કરી હતી. ગંભીરે જણાવ્યું કે દ્રવિડ અને લક્ષ્મણે સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઇ) દ્વારા યુવા ખેલાડીઓ તૈયાર કરવામાં જે પડદા પાછળની ભૂમિકા ભજવી છે તે સરાહનીય છે. સાથે જ અનેક ટીકાઓ છતાં મજબૂત ચેમ્પિયન ટીમ પસંદ કરવા બદલ અગરકરની ઈમાનદારીના પણ ભારોભાર વખાણ કર્યા હતા.
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ પડતી આક્રમક હતી, જે એક ‘પ્રામાણિક ભૂલ’ સમાન હતી.
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમની સાથે સાથે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા મેન્સ ટીમનું પણ સન્માન થયું હતું. ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતની મહિલા ટીમને એવોર્ડથી નવાજવામાં આવી હતી
