રમતગમત

No

Block: Site: Subtree Block

    ઇંગ્લેન્ડ વતી બે વખત ફીફા વર્લ...

    એક સમયે ઇંગ્લેન્ડ માટે ફૂટબોલ વર્લ્ડ કપ રમનાર પૂર્વ ગોલકીપર નાઇજલ માર્ટિન હવે 59 વર્ષની વયે ફરીથી દેશની જર્સી પહેરશે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે તેઓ ફૂટબોલના ગોલપોસ્ટ સામે નહીં, પણ ક્રિકેટમાં વિકેટ પાછળ ગ્લોવ્ઝ પહેરીને ઊભા રહેશે.

    અમદાવાદમાં આઇપીએલ ફાઇનલ સાથે

    આઇપીએલની 19મી સિઝનનો ફાઈનલ મુકાબલો રવિવાર - 31 મેના રોજ અમદાવાદમાં ખેલાવાનો છે. આ જ દિવસે આઇસીસીની વાર્ષિક બોર્ડ મિટિંગનું આયોજન પણ કરાયું છે. આઇસીસીની મિટિંગમાં સામાન્ય રીતે તમામ ક્રિકેટ બોર્ડના વડા ભાગ લેતા હોય છે. 

    વૈભવ સૂર્યવંશીના માઇન્ડ સેટ મ

    માત્ર 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની સફળતા પર આઈઆઈએમ ઈન્દોર એક ખાસ કેસ સ્ટડી તૈયાર કરવાનું છે. પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજ બોલરોની ઊંઘ ઉડાવનાર આ યુવા ખેલાડીના મોડલને હવે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણશે અને સમજશે. આ સંસ્થા ‘વૈભવ મોડલ’ પર દેશની પ્રથમ મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટડી શરૂ કરવા જઈ રહી છે. જેમાં રમતગમત, મનોવિજ્ઞાન અને મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળીને સંશોધન કરશે. આ અભ્યાસનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે આટલી નાની ઉંમરે દબાણને મેનેજ કરીને મોટી સફળતા મેળવવાનો ચોક્કસ ફોર્મ્યુલા શું છે.

    રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો ‘વ

    વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90 હજારથી વધુ દર્શકોનો કાન ફાડી નાખે તેવો શોર અને 18મી ઓવરનો એ છેલ્લો બોલ જેણે ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અરશદ ખાનના બોલ પર લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. રવિવારે રમાયેલી લો-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સે 8 વિકેટે 155 રન કર્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (આરસીબી) 18 ઓવરમાં જ પાંચ વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. આ સાથે જ આરસીબીએ સતત બીજી વખત ટ્રોફી જીતીને મુંબઇ ઇંડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે. આરસીબીના શાનદાર વિજયમાં કોહલીનું 42 બોલમાં અણનમ 75 રનનું શાનદાર યોગદાન હતું.

    ફિફા વર્લ્ડ કપઃ 3 યજમાન, 39 દિવસ અ...

    ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19 જુલાઈના રોજ ખેલાશે.

    પ્રજ્ઞાનાનંદા નોર્વે ચેસ ચેમ

    ભારતીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેણે ફાઈનલ રાઉન્ડમાં જીત નોંધાવીને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં પ્રથમ ભારતીય ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતીય ચેસના યુવા સિતારાએ અંતિમ રાઉન્ડમાં જર્મનીના વિન્સેન્ટ કીમરને હરાવીને આ મોટી ઉપલબ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ આ ટુર્નામેન્ટ જીતી શક્યો નથી, અને તેણે પણ કોઇ ભારતીય ખેલાડી આ ટાઇટલ જીતે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

    સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના સ્થાને શ્રેયસ ઐયરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે આઇપીએલમાં ઝંઝાવાતી બેટિંગ કરીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરનાર 15 વર્ષીય વૈભવ સુર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

    સ્મૃતિ મંધાનાઃ ‘ટાઇમ’ની 100 સૌથ

    ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. યાદીમાં સ્મૃતિ 41મા ક્રમે જોવા મળે છે. મેગેઝિને ખેલ હસ્તીઓની યાદીને ચાર કેટેગરીમાં વહેંચી છે જેમાં આઈકન્સ, ટાઈટન્સ, ઈનોવેટર્સ અને લીડર્સ સામેલ છે. સ્મૃતિનું નામ ‘ટાઈટન્સ’ યાદીમાં સામેલ કરાયું છે.

    લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્ર

    પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’. વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 158 બોલમાં 113 રન બનાવ્યા હતા. ભાટિયાએ ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ પત્રકારોને કહ્યું, ‘આ સિદ્ધિ અવિશ્વસનીય છે કારણ કે છ મહિના પહેલા હું સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિમાં હતી અને જો ત્યારે કોઈએ કહ્યું હોત કે મારું નામ લોર્ડ્સના ઓનર બોર્ડમાં હશે તો હું આના પર વિશ્વાસ ન કરી શકી હોત.’

    ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ફરી એક વાર પોતાની સર્વોપરિતા પુરવાર કરી દેતાં સોમવારે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રિત કૌરની ટીમે ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી પહેલી વિમેન્સ ક્રિકેટ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને 270 રનના વિશાળ અંતરથી હરાવી હતી. આ સાથે લોર્ડ્સ ખાતે ટેસ્ટ જીતનારી ભારતીય ટીમ પ્રથમ મહિલા ટીમ બની હતી તો આ જ મેચમાં ભારતની યાસ્તિકા ભાટીયાએ સદી ફટકારી હતી અને આવી સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ વિમેન્સ ક્રિકેટર બની હતી.