રમતગમત

No

Block: Site: Subtree Block

    મકાઉઃ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતની બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધૂએ મકાઉ ઓપન ગ્રાં-પ્રિની વિમેન્સ ફાઇનલમાં કોરિયાની કિમ હ્યો મીનને હરાવીને ગોલ્ડ ટાઇટલ જીત્યું છે. ૧.૨૦ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી ફાઇનલ મેચ રવિવારે રમાઇ હતી.

    સિડનીઃ એક લિગ ક્રિકેટ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં કોમામાં સરી પડેલો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ આખરે મોત સામેનો જંગ હારી ગયો છે. બે દિવસ કોમામાં રહ્યા બાદ ૨૭ નવેમ્બરે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્યુજીસનો ૩૦ નવેમ્બરે તો ૨૬મો જન્મદિવસ હતો. 

    ટી૨૦ વર્લ્ડ કપ ટાઇમટેબલ જાહેર

    ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ મુદ્દે ભલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો ન હોય, પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા આ ટાઇમટેબલ અનુસાર આ બન્ને ટીમો વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપમાં ટક્કર નક્કી થઇ ગઇ છે. ભારત-પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે અને બન્ને વચ્ચે ૧૯ માર્ચે ધર્મશાળામાં ટક્કર થશે. 

    હોબાર્ટ ટેસ્ટઃ વિન્ડીઝને એક દ

    હોબાર્ટઃ ફાસ્ટ બોલર જેમ્સ પેટ્ટિન્સનની પાંચ વિકેટ અને જોશ હેઝલવૂડની ત્રણ વિકેટની મદદથી યજમાન ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને ૨૧૨ રનથી કારમો પરાજય આપ્યો હતો. ત્રીજા દિવસે જ પૂરી થઇ ગયેલી આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦થી લીડ મેળવી છે. 

    વોજીસ-માર્શનો ચોથી વિકેટમાં સ

    હોબાર્ટમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઇંડિઝ પ્રથમ ટેસ્ટમાં એડમ વોજીસ અને શોન માર્શની જોડીએ ચોથી વિકેટની ભાગીદારીમાં સૌથી વધારે રનનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. એડમ વોજીસ (૨૬૯ અણનમ) અને શોન માર્શ (૧૮૨)ની જોડીએ ઓસ્ટ્રેલિયા તરફથી વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ચોથી વિકેટ માટે ૪૪૯ રનની ભાગીદારી કરી હતી. અગાઉ ચોથી વિકેટની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ ૪૩૭ રનનો હતો, જે શ્રીલંકાના જયવર્દને અને સમરવીરાએ ૨૦૦૮-૦૯માં પાકિસ્તાન સામે કરાચીમાં નોંધાવ્યો હતો.

    મારી નજરે સચિન કરતા ગાવસ્કર વધ...

    પાકિસ્તાનનો એક સમયનો ઝંઝાવાતી બોલર ઈમરાન ખાન હાલ ભારતની મુલાકાતે છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને ક્રિકેટના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું, 'મારા મતે સચિન તેંડુલકર કરતા સુનિલ ગાવસ્કર વધુ ચઢિયાતો બેટ્સમેન કહી શકાય કેમ કે ગાવસ્કર વેસ્ટ ઈન્ડિઝના ચાર મહાન બોલરો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલી સામે પણ રમ્યો હતો અને રનના ઢગલા ખડક્યા હતા. ભારતની ટીમમાં તે એક માત્ર એવો બેટ્સમેન હતો કે જે આ પ્રકારનો આત્મવિશ્વાસ ધરાવતો હતો અને પોતાને મહાન પૂરવાર કરે તેવી ટેક્નિક ધરાવતો હતો. સચિન તેંડુલકરને આ સ્તરના બોલરો સામે રમવાનું નહોતું આવ્યું.'

    સિડનીઃ બેટ્સમેન ફિલિપ હ્યુજીસનો જીવ જે બાઉન્સરથી ગયો છે તે ફેંકનાર ઝડપી બોલર સીન એબોટ આઘાતમાં સરી પડ્યો છે. હ્યુજીસના નિધનથી શોકમાં ગરકાવ થઇ ગયેલા એબોટને માનસિક સારવાર આપવામાં આવી રહી છે. જોકે પૂરા ક્રિકેટ જગતે એબોટને પણ સાંત્વન અને સમર્થન આપ્યું છે. હ્યુજીસની બહેને પણ એબોટને મળીને સાંત્વના આપી હતી.

    લંડનઃ યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસનું બાઉન્સર વાગવાથી મૃત્યુ નીપજતા ક્રિકેટજગતમાં હેલ્મેટની મજબૂતાઇ અને તેની ઉપયોગિતા વિશે જાતભાતની ચર્ચાનો દોર શરૂ થયો છે. એક અહેવાલ એવા છે કે નબળી ગુણવત્તા વાળી હેલ્મેટ હ્યુજીસના માથાનું બાઉન્સરથી રક્ષણ કરી શકી નથી. અન્ય અહેવાલ અનુસાર, હ્યુજીસની હેલ્મેટ જૂની ડિઝાઇનની હતી, જે તેના માથાનું રક્ષણ કરી શકાવ સક્ષમ નહોતી. તો ત્રીજા અહેવાલ અનુસાર, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હેલ્મેટની ગુણવત્તાના ધોરણો અંગે નવેસરથી વિચારસણા શરૂ કરી છે.

    નવી દિલ્હીઃ યુવાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસ અને પછી ઈઝરાયલી ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા આંતરરાષ્ટ્રીય અમ્પાયર હિલેલ ઓસ્કરનું બોલ વાગવાથી મૃત્યુ નીપજવાની બે ઘટનાએ ક્રિકેટજગતમાં હલચલ મચાવી દીધી છે. આ બન્ને ઘટનાએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૧૯૭૫-૭૬માં જમૈકામાં રમાયેલી એક લોહિયાળ ટેસ્ટ મેચની યાદ તાજી કરાવી દીધી છે.

    વિન્ડીઝના બેટ્સમેન શિવનારાયણ...

    બે દસકા સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમની બેટિંગ લાઇન અપના મહત્ત્વના ખેલાડી રહેલા બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સાત મહિનાથી ટીમની બહાર રહેલા ૪૧ વર્ષના ચંદ્રપોલને ઓસ્ટ્રેલિયા સામે ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો અને ત્યારથી તે ટીમની બહાર ચાલી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે ક્રિકેટની રમતમાં શાનદાર યોગદાન આપનારા ચંદ્રપોલની પ્રશંસા કરતા તેને ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.