પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. બોર્ડની શિસ્ત સમિતિએ રઉફને ભ્રષ્ટ કાર્યમાં સંડોવણી ઉપરાંત રમતની છબીને હાનિ પહોંચાડવાના આક્ષેપોમાં દોષિત ઠરાવ્યા છે.
રમતગમત
Block: Site: Subtree Block
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની જોડીદાર સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસની જોડીએ સતત ૪૦મી મેચમાં જીત સાથે સેન્ટ પીટર્સબર્ગ લેડીઝ ટ્રોફીમાં મહિલા ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં સાનિયા-હિંગિસની જોડીનો સામનો રશિયાની દુશેવિના અને ચેક રિપબ્લિકની બાર્બરા ક્રેજકોવાન સામે હતો, જેમાં ઇન્ડો-સ્વિસ જોડીએ આ મુકાબલો ૬-૩, ૬-૧થી જીત્યો હતો.
એબી ડી’વિલિયર્સે રમેલી કેપ્ટન ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. મેન ઓફ ધ મેચ ડી’વિલિયર્સે ૯૭ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિકસર વડે અણનમ ૧૦૧ રન કર્યા હતા. જ્યારે અમલાએ ૫૯ રન કર્યા હતા. ઇંગ્લેન્ડનો એલેક્સ હાલેસ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
તે પોતાના હાથથી બેલેન્સ કરે છે અને પછી પગના પંજાથી તીરકામઠું પકડીને પગના અંગૂઠાથી જ નિશાન તાકે છે. તેનું નિશાન લગભગ અચૂક હોય છે. રશિયાની ૧૯ વર્ષની એના બેલિસે ઓનલાઇન વીડિયો મૂકીને પોતાના તીરંદાજી કૌશલ્યને સાબિત કર્યું છે. તેના પરિવારનું કહેવું છે કે એના એક્રોબેટિક્સની શોખીન છે અને તેણે એક્રોબેટિક્સની સાથે તીરંદાજીનો સમન્વય સાધ્યો છે.
હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.
આઇપીએલના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ કહ્યું હતું કે કે, સ્પોટ ફિક્સિંગમાં સામેલ તમામને સજા થવી જોઇએ. જો ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના માલિક સટ્ટો રમવામાં સામેલ હોય તો બંને ટીમોને સસ્પેન્ડ કરી દેવી જોઇએ.
નવી દિલ્હીઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસનની ટીકા કરતાં કહ્યું છે કે ભારતમાં ક્રિકેટને ધર્મની જેમ માનવામાં આવે છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ ક્રિકેટને બરબાદ કરી રહ્યું છે. તમારા આ પ્રકારના વર્તનથી ક્રિકેટની હત્યા થઇ રહી છે.
આર્જેન્ટિનામાં એમેચ્યોર યૂથ ટીમોની એક લીગ મેચમાં રેડ કાર્ડ દર્શાવવાથી નારાજ થયેલા ફૂટબોલરે મેદાન પર જ રેફરીને ગોળીઓ મારી દીધી હતી. કોરડોબામાં સ્થાનિક યૂથ ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે ૪૮ વર્ષીય રેફરી સિઝર ફ્લોરેસે એક ખેલાડીને રેડ કાર્ડ દર્શાવીને મેદાનની બહાર કર્યો હતો. આ યુવા ખેલાડી પોતાના સાથીઓ પાસેથી રિવોલ્વર લઈને મેદાનમાં પહોંચ્યો હતો અને તેણે ક્રૂરતાપૂર્વક રેફરી પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. લોહીલુહાણ રેફરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કેટલીક મિનિટો બાદ તેમનું નિધન થયું હતું.
અસમ રાજ્યના ગુવાહાટી અને શિલોંગમાં યોજાયેલી ૧૨મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખતાં ૧૮૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ સાથે કુલ ૩૦૮ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ૧૨મી સાઉથ એશિયન ગેમ્સના અંતિમ દિવસે ભારતીય મહિલા બોક્સર મેરિ કોમ અને સરીતા દેવીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
ફિટ થયેલા કેપ્ટન લસિથ મલિંગા તથા વાઇસ કેપ્ટન એન્જેલો મેથ્યુઝનું આવતા મહિને ભારતમાં રમાનારી આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની શ્રીલંકન ટીમમાં પુનરાગમન થયું છે. ઇજાના કારણે મલિંગા, મેથ્યુઝ તથા ઝડપી બોલર નુવાન કુલશેખરાએ તાજેતરમાં ભારત સામેની શ્રેણી ગુમાવી હતી.
