દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ન ફરી એક વખત સમાચારમાં છે. આ વખતે તે કોઇ નવા અફેરના કારણે નહીં, પણ એનાકોન્ડાના કારણે સમાચારમાં ચમક્યો છે. વોર્નને એક રિયાલિટી શો દરમિયાન એનાકોન્ડાએ માથામાં બચકું ભરતાં સારવાર લેવી પડી હતી. વોર્ન ‘આઇ એમ એ સેલિબ્રિટી, ગેટ મી આઉટ ઓફ હિયર’ ટીવી શોમાં એક ટાસ્ક પૂરો કરી રહ્યો હતો ત્યારે બિનઝેરી એનાકોન્ડાએ તેના માથામાં બચકું ભર્યું હતું.
રમતગમત
Block: Site: Subtree Block
બાંગ્લાદેશના યજમાન પદે આજથી શરૂ થઇ રહેલી એશિયા કપ ટુર્નામેન્ટ પહેલી વખત ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં રમાશે. આવતા મહિને ભારતના યજમાનપદે યોજાઇ રહેલા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પૂર્વે એશિયન ટીમોને પ્રેક્ટિસ ટુર્નામેન્ટ રમવા મળી રહે તેવા હેતુથી એશિયા કપનું ફોર્મેટ બદલાયું છે. એશિયા કપમાં આજથી ક્વોલિફાઈંગ મુકાબલા શરૂ થઇ રહ્યા છે, જ્યારે ખરાખરીના મુકાબલા ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. એશિયા કપના ક્વોલિફાઇંગ મુકાબલા અફઘાનિસ્તાન, યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ), હોંગકોંગ અને ઓમાન વચ્ચે રમાશે. આ રાઉન્ડમાં વિજેતા બે ટીમો મેઈન ડ્રોમાં પ્રવેશ મેળવશે. જ્યારે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનને મેઈન ડ્રોમાં સીધો પ્રવેશ અપાયો છે.
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેયમાર દ્વારા ટેક્સચોરી કરાયાના આરોપ બાદ બ્રાઝિલના અધિકારીઓએ કોર્ટના આદેશથી નેયમારની અંદાજે ૫૦ મિલિયન ડોલર (પાંચ કરોડ ડોલર)ની સંપત્તિ સીલ કરી દીધી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં તેના જેટ પ્લેન જેટ અને લક્ઝુરિયસ યોટનો પણ સમાવેશ થાય છે. આ જેટનો ઉપયોગ નેયમાર વર્લ્ડ કપની ક્વોલિફાઇંગ મેચોના સ્થળે પહોંચવા અને રજા ગાળવા માટે ઉપયોગ કર્યો હતો.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આવતા મહિને ભારતના યજમાનપદે યોજાનારા ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ માટે મેચ રેફરી ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર જગાવલ શ્રીનાથ સહિત ૩૧ સભ્યોની ‘પ્લેઇંગ કન્ટ્રોલ ટીમ’ના સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પહેલી વખત બે અમ્પાયર સહિત ચાર મહિલા અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે.
ટેનિસ જગતના ટોપ સિડેડ સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે કારકિર્દીનો ૭૦૦મો વિજય હાંસલ કરીને દુબઈ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૨૮ વર્ષીય જોકોવિચે ટ્યુનિશિયાના મલેક જાજિરીને ૬૫ મિનિટ સુધી રમાયેલા મુકાબલામાં ૬-૧, ૬-૨થી હરાવ્યો હતો. જોકોવિચ ૭૦૦ વિજય સાથે સર્વાધિક મેચ જીતનાર ખેલાડીઓની ઓલટાઇમ યાદીમાં ૧૨મા ક્રમે પહોંચ્યો છે. યાદીમાં અમેરિકાનો જિમી કોનર્સ સર્વાધિક ૧૨૫૪ વિજય સાથે ટોચના ક્રમે છે. જોકોવિચને તેની આ સિદ્ધિના પ્રસંગે કેક અને સ્મૃતિચિહન આપવામાં આવ્યા હતા. તેમજ આયોજકો ટ્વીટર પર ‘હેશટેગ ૭૦૦’થી પેજ પણ બનાવ્યું હતું.
ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માના ૮૩ અને હાર્દિક પંડ્યાના ૩૧ રન સાથેની આક્રમક બેટિંગ બાદ આશિષ નહેરાની (ત્રણ વિકેટ) વેધક બોલિંગની મદદથી ભારતે એશિયા કપની પહેલી મેચમાં યજમાન બાંગ્લાદેશ સામે ૪૫ રને આસાન વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતે ટી૨૦ મેચમાં વિજયકૂચ જારી રાખી છે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કે. શ્રીકાંતનું માનવું છે કે વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટન્સની યાદીમાં સ્થાન મેળવશે. ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સમય પ્રમાણે પોતાની જાતને ઢાળવાની ક્ષમતાના કારણે ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કેપ્ટન પૈકી એક સાબિત થશે, એમ તેમણે કહ્યું હતું.
મેદાનમાં ઉતર્યા પછી પહેલા બોલથી જ મોટા શોટ રમવાની હાર્દિક પંડ્યાની ક્ષમતાથી પ્રભાવિત ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છે કે આ યુવા ખેલાડી પોતાની ઓલરાઉન્ડ પ્રતિભાથી ટી૨૦માં ભારત માટે ‘ગેમ ચેન્જર’ સાબિત થયો છે.
ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશની ધરતી પર રમાયેલા એશિયા કપનું ટાઇટલ છઠ્ઠી વખત જીતવા સાથે ઇતિહાસ રચ્યો છે. ઓપનર શિખર ધવનના ૪૪ બોલમાં ૬૦ અને વિરાટ કોહલીના ૨૮ બોલમાં અણનમ ૪૧ રનની મદદથી ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરનાર બાંગ્લાદેશે ૧૨૦ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૧૨૧ રનનું લક્ષ્યાંક ૧૩.૫ ઓવરમાં બે વિકેટના ભોગે હાંસલ કર્યું હતું. કેપ્ટન ધોનીએ માત્ર છ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૨૦ રન ઝૂડયા હતા. તેની વિજયી સિક્સર સાથે ભારત છ વર્ષ બાદ ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું.
વરસાદ અને વંટોળના વિઘ્નના કારણે એશિયા કપની ફાઇનલ મેચ ૨૦ના બદલે ૧૫-૧૫ ઓવરની રમાઇ હતી. બાંગ્લાદેશે પાંચ વિકેટે ૧૨૦ ર
ડેવિડ વોર્નર તથા ગ્લેન મેક્સવેલની ૧૬૧ રનની ભાગીદારી વડે ઓસ્ટ્રેલિયાએ બીજી ટી૨૦ મેચમાં ભારે રસાકસી બાદ છેલ્લા બોલે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું હતું. રવિવારે રમાયેલી આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. સાઉથ આફ્રિકાના સાત વિકેટે ૨૦૪ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરના છેલ્લા બોલે પાંચ વિકેટે ૨૦૫ રન કરીને વિજય મેળવ્યો હતો.
