રમતગમત

No

Block: Site: Subtree Block

    પ્રતિબંધિત કનેરિયાએ પલટી માર

    સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની સ્પિનર દાનિશ કનેરિયાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) પાસે પ્રતિબંધ હટાવવા માટે મદદ માગી હોવાના સમાચારનું ખંડન કર્યું છે. કનેરિયાએ કહ્યું તેણે ભારતીય બોર્ડ પાસેથી કોઈ પણ જાતની મદદ માગી નથી. 

    યુરોપિયન ચેમ્પિયન બાર્સેલોના પણ હવે રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે છેલ્લાં સત્રમાં ૫૦ કરોડ યૂરોની કમાણી કરનારા ફૂટબોલ ક્લબમાં સામેલ થઇ ગયું છે.

    રિયો ઓલિમ્પિક પહેલાં જ કેટરિન

    રિયો ઓલિમ્પિક્સનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે પરંતુ એના પહેલા જ બ્રિટિશ સ્ટાર એથ્લીટ કેટરિના જ્હોન્સન-થોમ્પસન ગોલ્ડન ગર્લ બની ગઇ છે. જોકે આ રંગ કોઈ મેડલનો નથી, પરંતુ પેઇન્ટ કંપનીનો છે. વાસ્તવમાં એક કલર કંપનીએ તેને ૨૦૧૬ માટે પોતાના ‘ફેસ’ એટલે કે મોડલ તરીકે પસંદ કરી છે.

    ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં સાન

    ભારતની નંબર વન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસની જોડીએ વિજયકૂચનો સિલસિલો આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇન્ડો-સ્વિસ ખેલાડીઓએ ગયા વર્ષે જોડી બનાવ્યા બાદ સતત ૩૬મા વિજય સાથે ૧૨મું ટાઇટલ જીત્યું છે અને આ તેમનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ છે. બન્નેએ ૨૦૧૫માં વિમ્બલડન તથા યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીત્યા હતાં. સાનિયા-હિંગીસની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ મુકાબલામાં ચેક રિપબ્લિકની લ્યૂસી હાર્ડેકા અને આન્દ્રિયા લાવાકોવાની જોડીને ૭-૬ (૧), ૬-૩થી પરાજય આપ્યો હતો.

    ઓસ્ટ્રેલિયાને કચડી ટી૨૦ સિરી

    ટીમ ઇંડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર અડધી સદીના સહારે ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી૨૦ મેચમાં પણ હરાવીને ત્રણ મેચોની સિરીઝમાં ૨-૦થી સિરીઝ કબ્જે કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં રમાયેલી આ મેચ ટીમ ઇંડિયાએ ૨૭ રને જીતી હતી.

    ટ્વેન્ટી૨૦ ક્રિકેટમાં ભારત ન

    ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે પરાજય આપીને ૩-૦થી સિરીઝ કબ્જે કરી છે. આ સાથે જ ટીમ ઇંડિયાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ટી૨૦ ક્રિકેટ રેન્કીંગમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ શરૂ થઈ તે પહેલાં આઇસીસી ટી૨૦ રેન્કીંગમાં આઠમા સ્થાને હતું. જોકે ઓસ્ટ્રેલિયાને ૩-૦થી પરાજય આપતાં ૧૨૦ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવી લીધું છે. 

    ટીમ ઇંડિયાએ ૧૪૦ વર્ષનો રેકોર્

    ટીમ ઇંડિયાએ ક્રિકેટજગતમાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતે ઓસ્ટ્રેલિયાને રવિવારે રમાયેલી ત્રીજી ટી૨૦ મેચમાં સાત વિકેટે ઘરઆંગણે જ પરાજય આપવાની સાથે ત્રણ મેચની સિરીઝ ૩-૦થી જીતી છે. આ વિજય સાથે ભારતે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ૧૪૦ વર્ષના રેકોર્ડને તોડતાં પ્રથમ વખત ક્લીનસ્વીપ કર્યું છે. ક્રિકેટજગતમાં દબદબો ધરાવતા ઓસ્ટ્રેલિયાને તેના હોમ ગ્રાઉન્ડમાં પરાજય આપવો વિશ્વની કોઇ પણ ટીમ માટે લોઢાના ચણા ચાવવા સમાન રહ્યું છે. આ જ કારણ છે કે, છેલ્લા ૧૪૦ વર્ષના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાને વિશ્વની કોઈ પણ ટીમ તેના જ આંગણે વ્હાઇટ વોશ કરી શકી ન હતી. જોકે ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે આ સિદ્ધિ હાંસલ કરી છે.

    રવીન્દ્ર જાડેજા અને રિવાબા વિ

    ક્રિકેટચાહકોથી માંડીને સાથી ક્રિકેટરોમાં ‘સર’ના હુલામણા નામે જાણીતો રવીન્દ્ર જાડેજા રાજકોટના સોલંકી પરિવારની દીકરી રિવાબા સાથે વિવાહબંધને બંધાયો છે. ખુદની માલિકીની જ જ્ડ્ડુસ રેસ્ટોરાંમાં શુક્રવારે સવારે યોજાયેલી સગાઇ વિધિમાં જાડેજા અને સોલંકી પરિવારના ૧૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ બાદ જાડેજાએ જણાવ્યું હતું કે ‘મને ગોડ ગિફ્ટ મળી છે.’ તો રિવાબાએ કહ્યું હતું કે, ‘મને ક્રિકેટમાં રસ ન હોવાથી અત્યાર સુધી તો હું ક્રિકેટ મેચ જોતી નહોતી, પરંતુ હવે રવીન્દ્ર સાથે સગાઈ થઈ છે ત્યારે હું મેચ જોવાનું શરૂ કરીશ.’ રિવાબાએ મિકેનિકલ એન્જિનિયરીંગ કર્યું છે અને હાલ તે દિલ્હીમાં રહીને આઇએએસ પરીક્ષાની તૈયારી કરે છે.

    એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપઃ ટ

    બાંગ્લાદેશમાં આવતા પખવાડિયાથી શરૂ થઇ રહેલા એશિયા કપ અને ભારતમાં આવતા મહિનાથી શરૂ થઇ રહેલા આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. ક્રિકેટના સૌથી નાના, પણ સૌથી વધુ લોકપ્રિય અને રોમાંચક એવા આ ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી ટીમમાં ગુજરાતના ત્રણ ક્રિકેટરો - રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે સ્થાન મેળવ્યું છે. ટીમમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે જ્યારે ઓલરાઉન્ડર તરીકે પવન નેગી નવો ચહેરો છે. સિનિયર ખેલાડીમાં યુવરાજ, હરભજન, આશિષ નેહરાએ ટીમમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ઝડપી બોલર ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારને પડતા મૂકાયા છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની સિલેક્શન કમિટીની ચીફ સિલેક્ટર સંદીપ પાટિલે શુક્રવારે ટીમની જાહેરાત કરી હતી. 

    શ્રીલંકા સામે ૨-૧થી સીરિઝ જીતી...

    ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પહેલા ટીમ ઇંડિયાએ જોમદાર દેખાવ કરતાં વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં મહેમાન શ્રીલંકાને હરાવીને મેચની સાથે ૨-૧થી સીરિઝ પણ જીતી લીધી છે. ૩૭ બોલ બાકી રાખીને ભારતે હાંસલ કરેલો આ વિજય સૌથી નાના ફોર્મેટમાં સૌથી મોટો વિજય છે. અગાઉ ૨૦૧૦માં ભારતે અફઘાનિસ્તાન સામે ૩૧ બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. મેચમાં માત્ર આઠ રન આપીને ચાર મહત્ત્વની વિકેટ ઝડપનાર અશ્વિનને મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. આ વિજય સાથે ભારતે આઇસીસી રેન્કીંગમાં પણ નંબર વનનું સ્થાન જાળવ્યું હતું.