‘કેટલી મહેનતથી બનાવી હશે આ વસ્તુઓ!!!...’ ‘ગામડાની બહેનો દ્વારા તૈયાર થયલા હસ્તકલાના નમુનાઓ મહાનગરોના ઘરોની શોભા વધારી રહ્યા છે એનો આનંદ છે...’ ‘હસ્તકલા આપણા રોજિંદા જીવનના ઉત્સવો-અવસરો-ધાર્મિક વિધિવિધાનો સાથે જોડાયેલી છે.’ ‘એક સ્ત્રી હસ્તકલાના માધ્યમ દ્વારા આત્મનિર્ભર બને છે, તો સરવાળે એક ઘર, એક ગામને એમ એક રાષ્ટ્ર આત્મનિર્ભર બને છે...’ આવા આવા સરસ અને ભાવપૂર્ણ વાક્યો સાંભળ્યા એક મેળામાં. આ મેળો યોજાયો હતો અમદાવાદના રિવરફ્રન્ટ પર.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
મારી નજર સામે એ દૃશ્ય તાદૃશ્ય થઈ રહ્યા છે જ્યારે મારી ઉંમર ત્રણ-ચાર વર્ષની હતી ત્યારે પપ્પાએ રેડિયો બનાવડાવ્યો હતો ૧૯૬૫-૬૬માં. એ પછી રેડિયો આજ સુધી સાંભળું છું. ઘરમાં જૂનું ગ્રામોફોન હતું, જે આજે પણ છે. ટેપરેકોર્ડર હતા... ઓછામાં ઓછી ૧૨૦૦થી વધુ કેસેટ્સ હતી. એક લાઇબ્રેરી હતી, જેમાં પછીથી ૫૦૦થી વધુ ઓડિયો-વીડિયો સીડી ઉમેરાતી ગઈ... કથા - કીર્તન - ભજન - કાવ્યસંગીત - ફિલ્મસંગીત ને ગઝલ... કેટકેટલા અણમોલ ખજાનો હવે એ જ સંગીત કે શબ્દો આધુનિક માધ્યમોના સહારે સાંભળવા મળે છે. કેસેટ ટેપના જનક ડચનિવાસી લાઉ ઓટેંસનું હમણાં અવસાન થયું ને આ બધું સહજ સ્મરણ થયું. કોમ્પેક્ટ ડિસ્ક બનાવવામાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. એમનું વિજ્ઞાનના માધ્યમથી એક જ લક્ષ હતું કે પોર્ટેબલ અને ઉપયોગમાં સરળ એવા સાધન વિકસાવવા અને એમાં તેઓ સફળ થયા.
હોલિયા મૈં ઊડે રે ગુલાલ કહીયો રે મંગેતર સે... ખુબ જાણીતું આ રાજસ્થાની ગીત ગાતા ગાતા દીકરી આવી... અને કહે કે ‘ડેડી, તમે નાના હતા ત્યારથી હોળી-ધૂળેટીને કેવી રીતે ઉજવતા હતા..? ચાલો આજે તો એની વાતો કરો...’
‘જોરદાર મેસેજ, પોતાના કામથી જ દુનિયાને જવાબ આપવાની અદભૂત કાર્યશૈલી...’ કોઈકે કહ્યું. ‘રીઅલી, હાર્ટ વિનીંગ મોમેન્ટ્સ અને હાર્ટ વિનીંગ ફોટો...’ બીજાએ ઉમેર્યું. ‘જીવનમાં શ્રેષ્ઠ ગુણોનું પ્રતિબિંબ ક્રિકેટમાં સમાયેલું છે એની પ્રતિતી થઈ....’ ત્રીજાએ વાત મૂકી. ક્રિકેટરસિક મિત્રો મેચ પુરી થયા પછી, મેદાન પરનું એક દૃશ્ય જોઈને ચા-નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા ને આવા વાક્યો સંભળાયા હતા.
જુસ્સેદાર, ઝિંદાદિલી ભર્યા શેર લખનાર શાયર શ્રી ખલીલ ધનતેજવી એટલે શબ્દ સાથેની સોબતના માણસ, પળ પળ જીવનના ધબકારને અનુભવતા માણસ... અભ્યાસ કે અવલોકન થકી મનમાં ઊઠતા વિચારોને કલમ થકી દુનિયા સુધી પહોંચાડનારા માણસ. ખલીલ ધનતેજવી એટલે શબ્દની મૈત્રીના, શબ્દની તેજસ્વીતાના માણસ... એમણે એમની રચનાઓ થકી પાથરેલો ઉજાસ કાવ્યપ્રેમીઓ માટે હંમેશા અજવાળા પાથરતો રહેશે.
‘હું ને તારી મામી, અમારા ઘરના ફ્લેટની ગેલેરીમાં બેઠા બેઠા હીંચકે ઝુલતા ઝુલતા સરસ મજાની વાર્તા કરતા હતા, અને તારી મામીએ મને જે વાતો કહી ને....’ આટલું કહેતા કહેતા નવીનમામાની આંખો સહજ પ્રેમથી ભીની થઈ ગઈ. વાત મારા મામી, ચંદ્રિકાબેન રાજ્યગુરૂ અને મામા નવીનભાઈ રાજ્યગુરૂના પ્રેમાળ દાંમ્પત્યજીવનની અને જીવનની અર્થપૂર્ણ સમજણની છે. ગત વર્ષે એકાદ દિવસની ટૂંકી બીમારીમાં ચંદ્રિકામામીનું અવસાન થયું. કોરોનાની પરિસ્થિતિ હળવી થતા જ્યારે ભાવનગર જઈને મામાને અને પરિવારને મળવાનું થયું ત્યારે મામાએ લેખના આરંભે લખેલા શબ્દો કહ્યાને ઉમેર્યું કે તારી મામીએ સાવ અચાનક, કોઈ સંદર્ભ વિના મારો હાથ હાથમાં લઈને અત્યંત પ્રેમાળસ્વરે કીધું કે ‘મેં તમારી પાસે હક્કથી - જીદથી અને દાદાગીરીથી કેટલીક વસ્તુઓ મારી માટે લીધી છે, માંગી છે. તમે બધી જ વસ્તુઓ વિના વિલંબે આપી છે. તમને કદાચ એમ થતું હશે કે આ બધી વસ્તુ મેં જીદથી માંગી છે પણ તમે મારાથી ઉંમરમાં મોટા છો એટલે મેં લાડથી માંગી છે તમે લાડથી માંગેલી બધી માંગણીઓ પૂરી કરી છે એનો મને સંતોષ પણ છે અને અભિમાન પણ છે.’
‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને ‘સમયને સાચવીએ’ વિષય પર વાતો કરી. ઝૂમ મીટીંગમાં ઉપસ્થિત દેશ-વિદેશના મિત્રોને વાતો ગમી, રાજી થયા એટલે હું પણ રાજી. ત્યાં જે વાતો ન કરી, સમયના અભાવે, તે આજે અહીં લખવાનું મન થયું છે. સમયને સાચવવો પડે કારણ કે એને ન સાચવનારને સમય પણ ક્યારેય નથી સાચવતો.
‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા મળે છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને સવા વરસથી અજગરની જેમ ભરડો લીધો છે. માનવમાત્ર પોતપોતાની રીતે એની સામે ટકી રહેવા મથી રહ્યો છે. આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ થઈ ગઈ છે. કોઈએ કલ્પના પણ કરી ન હતી એવી સ્થિતિ આવી છે. પૈસા અને ઓળખાણ પણ કામ નથી આવતા એવા સંજોગોમાં પણ માણસમાં રહેલી માણસાઈ ઉજાગર થઈ રહી છે.
કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને રોજ કહું છું કે હવે ખમૈયા કરો, રક્ષા કરો. માનવ માત્રનું કલ્યાણ કરો...
એંસીના દાયકાના આરંભના એ વર્ષો મને બરાબર યાદ છે. કોલેજ કાળના એ સમયથી, અભ્યાસમાં મળેલી એકધારી નિષ્ફળતાઓ સામે લડતા લડતા અખાત્રીજ આવે ત્યારે નવી નોટ, નવી પેન લઈને મનના ભાવો એમાં ઉતાર્યા હતા. ચારેક દાયકાનો સમય થયો - આજે પણ સાંસારિક રીતે સાંસ્કૃતિક રીતે અખાત્રીજ ઉજવાય, પ્રિયજનોને પારણા કરાવવા જવાનું થાય, એનાથી વધુ પ્રસન્નતા આ લેખનના - કોઈ પ્રોજેક્ટના - શુભ અને શુદ્ધ આચરણના શુભારંભથી મને હંમેશાં થઈ છે.
